આજે જાણીશુ ગંદા થયેલ સ્વિચ બોર્ડ ઝડપથી કેવી રીતે સાફ કરી શકાય?

0
2034

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, આપણે ઘરની દરેક વસ્તુ સાફ કરતા હોઈએ છીએ, પણ સ્વીચ બોર્ડને સાફ કરવામાં એટલું ધ્યાન નથી આપતા. એ કારણે આખું ઘર ચમકતું હોય પણ દીવાલ પરના ગંદા સ્વીચ બોર્ડ આખા ઘરની ચમક ઝાંખી કરી દે છે. એટલા માટે આજે અમે તમારા માટે સ્વીચ બોર્ડ સાફ કરવાની રીત લઈને આવ્યા છીએ.

એકદમ કાળા અને ગંદા થઈ ગયેલા સ્વિચ બોર્ડને સાફ કરવાની સૌથી સરળ રીતે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ રીતે સ્વિચ બોર્ડ સાફ કરવામાં વધારે મહેનત કરવી પડતી નથી, અને એકદમ ઝડપથી સ્વિચ સાફ થઈ જાય છે.

મિત્રો, હંમેશા સ્વિચ બોર્ડ સાફ કરતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, મેઈન સ્વિચ બંધ કરીને અને પગમાં રબરના સ્લીપર પહેરીને જ સ્વિચ બોર્ડ સાફ કરવાની શરૂઆત કરવી. બીજી એક વાતનું ધ્યાન રાખવું કે, કોઈ પણ ભીની વસ્તુ કે ભીના કપડાનો ઉપયોગ કરવો નહીં અને પાણી સ્વીચબોર્ડ ઉપર પડે નહીં તેનું ધ્યાન રાખવું.

સૌથી પહેલા તો ઘરના સ્વિચ બોર્ડ ઉપર જે ધૂળ બેસી ગઈ છે, તેને કોરા કપડાથી લૂછી લો. આમ તો ઘણી બધી રીતે સ્વીચબોર્ડ સાફ કરી શકાય છે, પણ આજે અમે તમને એકદમ સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેના માટે તમને જોઈશે એક જૂનું દાંત પર ઘસવાનું બ્રશ અને કોલગેટ.

તો આ કામ કરવાં માટે કોલગેટને બ્રશ ઉપર લઈને સ્વીચબોર્ડ પર ધીમે ધીમે સ્પ્રેડ કરી દેવું. જ્યાં વધારે કાળા ધબ્બા કે વધારે ગંદી સ્વિચ હોય ત્યાં વધારે કોલગેટ લગાવવી.

એટલું કર્યા બાદ આ કોલગેટને આશરે અડધો કલાક સુધી સ્વિચબોર્ડ પર લાગેલી રહેવા દો. પછી અડધો કલાક રહીને આ કોલગેટને બ્રશની મદદથી સ્ક્રબ કરી લો. જો સ્વીચબોર્ડ વધારે પ્રમાણમાં ગંદુ હોય તો સ્ક્રબ કરી ફરી કપડાથી લૂછીને કોલગેટ લગાવી ૧૦-૧૫ મિનિટ રાખીને સ્ક્રબ કરો. અને છેલ્લે કોરા કપડાથી સ્વીચબોર્ડને લૂછી લો.

તમે જોઈ શકશો કે વધુ પડતી મહેનત વગર તમારૂ સ્વીચબોર્ડ સાફ થઈને એકદમ નવા જેવું થઈ જાય છે. આ રીતે તમે ઘરના દરેક સ્વીચબોર્ડ સાફ કરી શકો છો. પણ ધ્યાન રહે કે આ કામ કરતા સમયે મેઈન સ્વીચ બંધ રાખવી અને રબરના સ્લીપર જરૂર પહેરવા.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

વિડિયો :