શું તમારા ગેસનાં બર્નર પણ થઈ ગયા છે કાળા અને ધીમા પ્રેશરે સળગે છે? તો આ સરળથી કરો એને સાફ.

0
2429

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. દરેક ગૃહિણીએ રોજ રસોડામાં ગેસનો ઉપયોગ કરવાનો હોય છે. અને દરરોજના ઉપયોગને કારણે એ ગેસના બર્નર ખરાબ થાય છે. તેના ધૂળ અને બીજી ગંદકી ભરાવાથી તે જામ થઇ જાય છે અને ધીમા પ્રેશર પર સળગે છે. ઉપરાંત તે એકદમ કાળા પણ થઇ જાય છે. અને એવા કાળા પડી ગયેલા બર્નરોને સાફ કરવા માટે કલાકો મહેનત કરવી પડે છે. પણ તમે સ્માર્ટ જમાનામાં આ કામ ઓછી મહેનતે પણ કરી શકો છો. આજે અમે તમારા માટે એની સરળ ટીપ્સ લઈને આવ્યા છીએ. જે તમારા ગેસના બર્નરને ચમકાવી દેશે.

કાળા બર્નર સાફ કરવાની રીત :

સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે, રસોડામાં તમારે સાવચેતી રાખીને કામ કરવું જોઈએ. ગેસના ઉપયોગ સમયે એક નાનકડી ભૂલ પણ તમારે માટે જીવલેણ સાબિત થઇ શકે છે. એટલા માટે તમારે રસોડામાં રાખવામાં આવેલી દરેક વસ્તુની સારી રીતે કાળજી રાખવી જોઈએ. તેમજ રસોડાની સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે, એનાથી તમારા પરિવારને હાઇજેનિક ખાવાનું મળે છે અને તે વધુ બીમાર નથી પડતા.

ગેસનો સારી રીતે ઉપયોગ કરવા માટે તમારા ગેસના બર્નર ચોખ્ખા હોવા જરૂરી છે. એના કચરું હશે તો તે ઓછી ગરમી તમારા વાસણ સુધી પહોંચાડશે. એટલે એને સમયે સમયે સાફ કરતા રહેવું જરૂરી છે. જેથી તેમાં ગેસનો ફ્લો અને ફ્લેમ બન્ને વ્યવસ્થિતિ માત્રામાં રહે. જો તમારા ગેસના બર્નર થઇ ગયા છે કાળા અને સળગે છે ધીમાં દબાણે? તો અપનાવો આ અજોડ રીત, તેનો ઉપયોગ કર્યા પછી તમારા ચુલાના બર્નર એકદમ ચમકતા રહેશે.

આ છે ગેસનાં કાળા બર્નરને સાફ કરવાની રીત, અપનાવો આ સચોટ રીત :

એ તો તમે જાણો જ છો કે, ગેસનો સતત ઉપયોગ થવાથી તેના બર્નર ઘણી વખત કાળા પડી જાય છે, જેને લીધે તમને મુશ્કેલી થાય છે. જો કે આ કાળા બર્નર ઘર ઉપર સહેલાઇથી ચમકાવી શકાય છે. અને તેના માટે તમારે બહાર જવાની બિલકુલ જરૂર નથી. તમે જાતે જ એ બર્નરને ઓછી મહેનતે ચમકાવી શકો છો. તેના માટે વપરાતી વસ્તુની બજારમાં કિંમત ઘણી ઓછી હોય છે. બસ તમારે આ લિક્વિડમાં બર્નરને રાત આખી ડુબાડીને રાખવું પડશે.

તમારા ગેસના કાળા પડી ગયેલા બર્નરને નવા જેવા ચમકાવવા માટે એક મોટી વાટકીમાં અડધો કપ વિનેગર નાખો. પછી એ વિનેગરમાં એક કપ પાણી ઉમેરો. આટલું કર્યા પછી આ મિશ્રણમાં કાળા બર્નરને ડુબાડી દો. બર્નરને રાત આખી ડુબાડીને રહેવા દો. ત્યાર પછી સવારે ધાતુના બ્રશ અથવા વાસણ સાફ કરવાના બ્રશથી સારી રીતે સાફ કરો. પછી કપડાંથી તેમને સાફ કરી લો તમારા ચુલાના બર્નર સારી રીતે ચમકી જશે.

વિનેગર તમને બજારમાં લગભગ 35 રૂપિયાની આસપાસ 500 એમએલ મળી જશે. એ તમને કોઈ પણ જનરલ સ્ટોરમાંથી સરળતાથી મળી શકે છે. તેનો મોટા ભાગે લોકો ચાઉંમીન બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. તે ઉપરાંત તેમાં રહેલા કેમિકલ જ બર્નરને સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપાય ઉપરાંત 2 કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને તેમાં બર્નરને થોડા કલાકો માટે મૂકી દો, ચુલાના બર્નર થોડી જ મિનિટમાં સાફ થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.