ક્લીન શેવ કે બિયર્ડ મેન, જાણો કોના પર વધારે ફિદા થાય છે છોકરીઓ

0
1150

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીથી લઈને બોલીવુડના મોટા સેલિબ્રિટી આ દિવસોમાં બિયર્ડ એટલે કે દાઢી રાખવાની ફેશન ફોલો કરી રહ્યા છે. દાઢી રાખવાની ફેશનના આ જમાનામાં પુરુષો માટે એક ખુશખબર પણ આવી છે. એક નવી રિસર્ચ અનુસાર ચહેરા પર દાઢી રાખવા વાળા પુરુષોથી મહિલાઓ વધારે આકર્ષિત થાય છે.

શોધકર્તાઓનું કહેવું છે કે, દાઢી રાખવા વાળા પુરુષ શારીરિક અને સામાજિક રીતે વધારે પ્રભાવી લાગે છે, કદાચ આ કારણે મહિલાઓ તેમનાથી વધારે આકર્ષિત થાય છે.

રિસર્ચમાં દાઢી વાળા પુરુષોમાં રસ ન દેખાડવાવાળી મહિલાઓની માનસિકતા પર પણ ખુલાસો કરવામાં આવ્યો છે. હકીકતમાં, અમુક મહિલાઓ વાળોમાં જુ અથવા બેક્ટેરિયાના ડરથી દાઢી વાળા પુરુષોને પસંદ નથી કરતી.

રિસર્ચ અનુસાર ક્લીન શેવ કરવા વાળા પુરુષોને પસંદ કરવા વાળી મહિલાઓ જુ અને બેક્ટેરિયાથી ગભરાયેલી જોવા મળી, અને એ કારણે તેમને દાઢી વાળા પુરુષોમાં કોઈ રસ ન હતો.

જણાવી દઈએ કે, આ શોધ અમેરિકાની લગભગ 1000 મહિલાઓ પર કરવામાં આવી હતી, જેમાં તેમના પાર્ટનરના ચહેરા પર દાઢીને લઈને અમુક સવાલ પણ કરવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સીટી ઓફ કવીન્સલેંડના શોધકર્તાઓએ આ રિસર્ચમાં 18 થી 70 વર્ષની કુલ 919 મહિલાઓને શામેલ કરી હતી, અને ત્યારબાદ તેમને અલગ અલગ પુરુષોના 30 ફોટા આપ્યા હતા.

આ ફોટામાં ફૂલ દાઢી અને દાઢી વગરના લોકોના ફોટા હતા. સાથે જ ફોટોશોપ દ્વારા અમુક પુરુષોના ચહેરાને સોફ્ટ દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો અમુકને વધારે પડતા મર્દ જેવા દેખાડવામાં આવ્યા હતા.

ફોટામાં દેખાતા ચહેરાને મર્દ જેવું રૂપ આપવા માટે ભમરોને ઘાટી કરવામાં આવી. પહોળું જડબું, ઊંડી આંખો અને ગાલો પર પણ ફોટો શોપ દ્વારા અમુક પરિવર્તન કરવામાં આવ્યા હતા.

રિસર્ચમાં ભાગ લીધેલી મહિલાઓએ આ ફોટાને જોયા પછી આકર્ષણ માટે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના સંબંધના આધારે 0 થી 100 સુધી રેટિંગ આપવાનું હતું.

એ પછી પરિણામમાં સામે આવ્યું કે, મોટા ભાગની મહિલાઓએ દાઢી વાળા પુરુષોને વધારે રેટિંગ આપ્યું છે. મર્દ વાળા ફેસ પર દાઢી રાખવા વાળા પુરુષોના ફોટાને સૌથી વધારે પસંદ કરવામાં આવ્યા.

સાથે જ મર્દ જેવા ચહેરાની રૂપરેખાને કોમળ ચહેરાની તુલનામાં વધારે પસંદ કરવામાં આવ્યા. એ પછી પ્રમુખ શોધકર્તા ટેસા ક્લાર્કસને તેની પાછળના કારણો વિષે પણ જણાવ્યું.

ટેસા ક્લાર્કસને કહ્યું, ‘મર્દ જેવા ચહેરા શારીરિક રૂપથી મજબૂત અને સામાજિક રૂપથી વધારે પ્રભાવશાળી જોવા મળે છે. બીજું એ કે પહોળું જડબું ચહેરાના ઓછા આકર્ષિત ભાગોને સંતાડી દે છે. પણ જે મહિલાઓમાં બેટેરિયા અથવા ગંદકીને લઈને વધારે ડર હોય છે, તે દાઢી રાખવાવાળા પુરુષોને પસંદ નથી કરતી.’

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.