બાથરૂમમાં રાખવામાં આવતી ગંદી પ્લાસ્ટિકની ડોલ અને ટબને બે મિનીટમાં આવી રીતે ચમકાવો

0
2870

ઘરમાં સૌથી વધુ સાફ સફાઈની જો ક્યાય જરૂર પડે છે તો તે છે બાથરૂમ. બાથરૂમમાં જ સૌથી વધુ પાણીનો ઉપયોગ થાય છે, જેને કારણે ત્યાં ચીકાશ જામી જાય છે. બાથરૂમમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની ડોલ અને ટબ પણ ગંદા અને મેલા થઇ જાય છે. અને સતત એનો ઉપયોગ કરતા એની અંદર અને બહાર ગંદકી જમા થવા લાગે છે, અને ધબ્બા પણ પડી જાય છે. અને ઘણું ઘસવા છતાં પણ તેમાં ચમક જોવા નથી મળતી.

આમ તો તે દુર કરવા માટે બજારમાં ઘણી પ્રોડક્ટ્સ મળી રહે છે, પરંતુ આ મોંઘી પ્રોડક્ટ્સથી પણ આ જીદ્દી ડાઘ સાફ નથી થતા. એવામાં ઘરે અચાનક કોઈ મહેમાન આવી જાય તો ગંદા બાથરૂમ ઉપર પડેલા ડાઘા જોઇને તમારે ઘણી શરમ અનુભવવી પડે છે.

એવું ન થાય એટલા માટે આજે અમે એવી અસરકારક પેસ્ટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે પ્લાસ્ટિકની ડોલ, ટબ અને તેની સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ પર બે મિનીટમાં ચમક લાવી આપે છે. આ પેસ્ટ બનશે બેકિંગ સોડા અને વિનેગરના મિશ્રણમાંથી.

આ અસરકારક પેસ્ટ તૈયાર કરવા માટે સૌથી પહેલા બેકિંગ સોડા અને સફેદ વિનેગરની જરૂર પડે છે, જે લગભગ તમામ ઘરમાં સરળતાથી મળી જાય છે. જે પ્લાસ્ટિકની વસ્તુને સાફ કરવાની છે, તેની સાઈઝના હિસાને પેસ્ટ તૈયાર કરવાની રહે છે.

આવી રીતે તૈયાર કરો મિશ્રણ :

પેસ્ટ બનાવવા માટે ૧ નાની ચમચી બેકિંગ સોડા, અને ૨ નાની ચમચી વિનેગરને ભેળવી લો. પેસ્ટ ન તો વધુ ઘટ્ટ હોવી જોઈએ અને ન તો વઘુ પાતળી. બેકિંગ સોડા કોઈપણ વસ્તુને ફૂલાવવાનું કામ કરે છે, એટલા માટે કેક, ઢોકળા જેવા ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

શરુ કરો ક્લીનીંગ પ્રોસેસ :

જે પ્લાસ્ટિકની ડોલ અને ટબને સાફ કરવાનું છે, તેની ઉપર સ્ક્રબરની મદદથી આ પેસ્ટ લગાવો.

એને ધીમે ધીમે ઘસો અને જ્યાં ગંદકી વધુ છે, ત્યાં આ પેસ્ટને વધુ લગાવો.

૨ મિનીટ સુધી ઘસ્યા પછી ડોલ, ટબ કે મગને પાણીથી ધોઈ લો.

પછી જુવો તમારી ગંદી ડોલ અને મગ નવા જેવા ચમકવા લાગશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.