૧૨ માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની થઇ પ્રેગનેન્ટ, બાળકના પિતાનું નામ જાણીને સ્તબ્ધ રહી ગયા છોકરીના માતા પિતા.

0
7246

આપણો દેશ મહિલાઓ માટે અસુરક્ષિત છે એ વાત લોકો દ્વારા વારંવાર કહેવામાં આવે છે. અને થોડા થોડા સમયે એવા કિસ્સાઓ સામે આવ્યા કરે છે જે આ વાતને સાચી સાબિત કરે છે. આજે અમે તમને એક એવા કિસ્સાથી માહિતગાર કરાવવાના છીએ, જેના વિષે જાણ્યા પછી તમારા પણ હોંશ ઉડી જશે. આ દુઃખદ કિસ્સો ૧૨ માં ધોરણની એક વિદ્યાર્થીની સાથે સંબંધિત છે. આ નિર્દયી કિસ્સો છે હિમાચલ પ્રદેશના મંડી જીલ્લાનો. અહીંથી ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે રેપનો શરમદાયક કિસ્સો સામે આવ્યો છે.

વાત અહી પુરી નથી થતી. મળેલી જાણકારી અનુસાર જણાવી દઈએ, કે છોકરી સાથે રેપ થવાનો કિસ્સો તો ત્યારે સામે આવ્યો જયારે તે છોકરી પ્રેગનેન્ટ થઇ ગઈ. હવે તમે પોતે જ વિચારી શકો છો કે સ્કુલમાં અભ્યાસ કરવા વાળી છોકરી જો પ્રેગનેન્ટ થઇ જાય તો એવામાં એના માતા પિતા પર શું વીતશે? પોલીસે છોકરીના કુટુંબ વાળાની ફરિયાદ ઉપર એ છોકરી સાથે રેપ કરવા વાળા આરોપીની ધરપકડ કરી લીધી છે.

તેના વિષે પોલીસનું કહેવું છે કે આરોપી એ થોડા મહિના પહેલા છોકરીનું અપહરણ કર્યું હતું અને તે દરમિયાન તેનો રેપ કર્યો હતો. છોકરીના કુટુંબની બદનામીના ડરથી આ વાત કોઈને જણાવી નહિ. આમ તો ભગવાનને કાંઈક બીજું જ મંજુર હતું. ખાસ કરીને એક દિવસ અચાનક વિદ્યાર્થીનીના પેટમાં દુ:ખાવો થવા લાગ્યો. ત્યાર પછી તેણે ઘર વાળા તેની તપાસ કરાવવા માટે ડોક્ટર પાસે લઇ ગયા. પરંતુ ત્યાર પછી જે સત્ય છોકરીના કુટુંબ વાળા સામે આવ્યું તેના વિષે જાણીને તેમના હોંશ જ ઉડી ગયા. હોસ્પિટલ ગયા પછી જ પરિવારને ખબર પડી કે અમારી છોકરી પ્રેગનેન્ટ છે.

ત્યારબાદ એ છોકરીએ પોતાના ઘરવાળાને પોતાની સાથે થયેલી સમગ્ર ઘટના જણાવી. અને પછી વિદ્યાર્થીનીના કુટુંબ વાળા પોલીસ પાસે ગયા અને એની ફરિયાદ કરી. ત્યાર પછી પોલીસે રેપ કરવા વાળા આરોપીની ધરપકડ કરી લીધી. તેના વિષે વિદ્યાર્થીનીએ પોલીસને જણાવ્યું કે થોડા મહિના પહેલા સ્કુલ બસના ડ્રાઈવરે તેની સાથે ખરાબ કામ કર્યુ હતું.

જાણકારી અનુસાર એવી વાત જાણવા મળી છે કે એ છોકરી તેને પોતાનો ભાઈ માનતી હતી. પરંતુ તેમ છતાં પણ તેણે છોકરી સાથે આટલું ખરાબ કૃત્ય કર્યુ. આમ પણ આજ કાલ તો માણસ સગા સંબંધી ઉપર પણ વિશ્વાસ નથી કરી શકતા અને એ તો આમ પણ માનેલો ભાઈ હતો. આ છોકરીના માતા પિતા પણ સ્કુલના બસ ડ્રાઈવરને સારી રીતે ઓળખતા હતા, તેઓ પણ ડ્રાયવરને એક સારો માણસ સમજતા હતા. તેવામાં જયારે છોકરીએ બસ ડ્રાઈવરના સત્ય વિષે બધાને જણાવ્યું તો દરેક દંગ રહી ગયા.

કદાચ એ કારણ છે કે જયારે સ્કુલના બસ ડ્રાઈવરે એ છોકરીનું અપહરણ કરીને તેની સાથે રેપ કર્યો, ત્યારે કોઈને એ ડ્રાઈવર ઉપર શંકા ન ગઈ. અને બીજી તરફ છોકરીએ પણ પોતાની અને પરિવારની બદનામીના ડરથી કોઈને તેના વિષે ન જણાવ્યું. હાલમાં તો તે બસ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. પણ આ ઘટના પછી એ તો સાબિત થઇ ગયું છે, કે કળીયુગમાં કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ.

તે ઉપરાંત અમે એ પણ કહેવા માંગીએ છીએ કે જો કોઈ છોકરી સાથે આવું ખોટું કામ થાય તો તેણે એ વાતને છુપાવવી ન જોઈએ, કેમ કે તે વાતને છુપાવવાથી જ આરોપીની હિમ્મત ઘણી વધી જાય છે.