આ શહેરે પાનની પિચકારીથી બચવા માટે શોધી અનોખી રીત, જોઈ લો વરાછા જેવા વિસ્તારો મા કામ લાગશે

0
869

હંમેશા તમે રસ્તા પર પાનની પિચકારી મારતા લોકોને જરૂર જોયા હશે. તે એવા જ લોકો હોય છે જે પાક્કા નિશાનાથી કાળા રસ્તાને રંગીન કરી દે છે. આ સમસ્યાથી બચવા માટે ગુવાહાટીમાં જી એસ રોડ પર તાજા રંગાયેલા રસ્તાના ડિવાઈડરો પર પાનના ડાઘની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનોખી રીત શોધી છે.

અહીંના અધિકારીઓએ કોંક્રીટ સેપરેટરને પોલીથીનની ચાદરોથી ઢાંકી દીધા છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમના જાપાની સમકક્ષ શિંજો આબેની 15 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં પ્રસ્તાવિત થનારી બેઠકને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

વીવીઆઈપી બેઠક પહેલા સૌંદર્યીકરણ કાર્ય અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાના ડિવાઈડરોને કાળા અને સફેદ રંગોથી રંગવામાં આવ્યા હતા. પણ થોડી મિનિટોમાં જ ડિવાઈડર પાનના લાલ ડાઘથી રંગાયેલા મળ્યા. રસ્તા પરના ડિવાઈડરોને વારંવાર રંગવાથી બચવા માટે નગર નિગમે ડિવાઈડરોને પ્લાસ્ટિકની ચાદરોથી ઢાંકવાનો નિર્ણય લીધો છે.

નિગમના સૂત્રોએ જણાવ્યું કે, પોલીથીનની ચાદરો પણ લોકોને ડિવાઈડર પર પાન થૂંકવાથી નહિ રોકી શકી. પણ ચાદરોને કારણે આ નવા રંગાયેલા સેપરેટર પાનના ડાઘનો સ્પર્શ કરવા વગરના રહ્યા. નગર નિગમના કર્મચારીઓએ જણાવ્યું કે, ક્ષેત્રમાં આવનારા અમુક લોકો જેમની પાસે સમાજમાં રહેવાની રીત નથી આવડતી, તે પોતાની ગાડીઓ ધીમી કરીને પછી કાચ નીચે કરીને રસ્તાના ડિવાઈડર પર પાનની પિચકારી મારી દે છે.

એક કોલેજના વિધાર્થીઓએ કહ્યું કે આવા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરીને મોટો દંડ વસૂલવો જોઈએ, જેથી બીજા સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડતા પહેલા બે વાર વિચારે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.