આ ચૂનો છે કે અમૃત છે, જે તમે પાનમાં જે ચૂનો નાખીને ખાઓ છો, તે કેટલાય રોગો સામે રક્ષણ આપી શકે છે.

0
1840

નમસ્કાર મિત્રો, આજે અમે તમને ચૂનાના ફાયદા જણાવવા માંગીએ છીએ. આ ચૂનાનો ઉપયોગ આમ તો લોકો પાનમાં કરે છે. પણ જણાવી દઈએ કે એમાં ઘણી બીમારીઓને સારી કરવાની ક્ષમતા હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કમળો જેને આપણે જોન્ડિસ પણ કહીએ છીએ એની સૌથી સારી દવા છે ચૂનો. ઘઉંના દાણા જેટલો ચૂનો શેરડીના રસમાં મિક્ષ કરીને પીવાથી ખુબ જલ્દી કમળો સારો થઇ જાય છે.

નપુંસકતાની સૌથી સારી દવા છે ચૂનો :

જો કોઈને શુક્રાણુ ન બનવાની સમસ્યા છે, તો એના માટે શેરડીના રસની સાથે ચૂનો પીવામાં આવે, તો વર્ષ દોઢ વર્ષમાં ભરપૂર શુક્રાણુ બનવા લાગશે. અને જે માતાઓના શરીરમાં ઈંડા નથી બનતા તેની પણ ખુબ સારી દવા છે આ ચૂનો.

વિદ્યાર્થીઓ અને બાળકો માટે ખૂબ સારો સ્તોત્ર છે જે લંબાઈ વધારે છે :

મિત્રો, જેની લંબાઈ નથી વધતી એમણે ઘઉંના દાણા બરોબર ચૂનો રોજ દહીંમાં મિક્ષ કરીને ખાવો જોઈએ. દહીં ન હોય તો દાળમાં મિક્ષ કરીને ખાઓ. અને દાળ પણ ન હોય તો પાણીમાં મિક્ષ કરીને પીવો. ચુનાથી લંબાઈ વધવાની સાથે સાથે યાદશક્તિ પણ વધે છે.

જણાવી દઈએ કે જે બાળકોની બુદ્ધિ ઓછી કામ કરે છે, એવા મંદ બુદ્ધિના બાળક માટે સૌથી સારી દવા છે ચૂનો. જે બાળકોની બુદ્ધિ ઓછી છે, મગજ થોડા સમય પછી કામ કરે છે, ઘણા સમય સુધી વિચારે છે, દરેક વસ્તુ તેની સ્લો છે તે બધા બાળકોને ચૂનો ખવડાવવાથી એ સમસ્યા દુર થઇ જાય છે.

તેમજ બહેનોને પોતાના માસિક ઘર્મના સમયે જો કંઈ પણ તકલીફ થાય છે, તો તેની સૌથી સારી દવા ચૂનો છે. આપણા ઘરમાં જે માતાઓ જેમની ઉંમર પચાસ વર્ષ થઇ ગઈ હોય અને તેનું માસિક ઘર્મ બંધ થાય છે, તો તેની સૌથી સારી દવા ચૂનો છે. એના માટે ઘઉંના દાણા જેટલો ચૂનો લઈને દરરોજ દાળમાં, લસ્સીમાં, નહિ તો પાણીમાં મિક્ષ કરીને પીવો.

જાણકારી માટે જણાવી દઈએ કે, જો કોઈ માતા ગર્ભાવસ્થામાં છે તો એમણે ચૂનો દરરોજ ખાવો જોઈએ. કારણ કે ગર્ભવતી માં ને સૌથી વધારે કેલ્શિયમની જરૂર હોય છે, અને ચૂનામાં કેલ્શિયમનો સૌથી વધારે ભંડાર છે. ગર્ભવતી માતાને ચુના ખવડાવવો જોઈએ પણ દાડમના રસમાં. દાડમનો રસ એક કપ અને ચૂનો ઘઉંના દાણા બરાબર, આ બંનેને મિક્ષ કરીને 9 મહિના સુધી રોજ સતત આપો તો આ ચાર ફાયદા થશે.

પહેલો ફાયદો થશે માતા અને બાળકને જન્મના સમયે કોઈ તકલીફ થશે નહિ, અને નોર્મલ ડિલિવરી થશે. બીજો ફાયદો જે બાળક થશે તે ખુબ હષ્ટપુષ્ટ અને તંદુરસ્ત થશે. ત્રીજો ફાયદો એ કે જેની માતાએ ચૂનો ખાદ્યો હોય તે બાળક જીવનમાં જલ્દી બીમાર પડતો નથી. અને ચોથો સૌથી મોટો ફાયદો તે બાળક હોશિયાર હોય છે ખુબ ઇન્ટેલીજન્ટ અને બ્રિલિયન્ટ હોય છે તેમનું IQ ખુબ સારું હોય છે.

તેમજ ચૂનો ઘૂંટણનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો અને ખભાનો દુ:ખાવો પણ સારો કરે છે. તેમજ એક ખતરનાક બીમારી છે જેનું નામ સ્પોન્ડીલીટીસ (Spondylitis) છે, તે પણ ચુનાથી સારી થાય છે. આપણી કરોડરજ્જુમાં જે મણકા હોય છે, તેમાં ગેપ વધી જાય છે તે પણ આ ચૂનો જ સારો કરે છે. કરોડરજ્જુની બધી બીમારીઓ આ ચુનાથી સારી થાય છે. જો તમારુ હાડકું તૂટી ગયું છે, તો તૂટેલ હાડકાને જોડવાની શક્તિ સૌથી વધારે ચુનામાં છે. એના માટે ચૂનો ખાઓ સવારે ખાલી પેટ.

જો તમને ઘુંટણમાં ઘસારો આવી ગયો છે, અને ડોક્ટર જણાવે કે ઘૂંટણ બદલવા પડશે, તો એવું કરવાની જરૂર નથી. તમે બસ હરસિંગારના પાંદડાનો ઉકાળો પીવો ઘુંટણ ખુબ સારા કામ કરશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જો મોં માં થોડું ગરમ પાણી લાગે છે તો ચૂનો ખાઓ. એનાથી એ બિલકુલ સારું થઇ જાય છે. મોં માં જો છાલા પડી જાય તો ચૂનાનું પાણી પીવો તરત સારું થઇ જાય છે. શરીરમાં જયારે લોહી ઓછું હોય તો ચૂનો જરૂર લેવો જોઈએ. જો તમને એનિમિયા છે, લોહીની કમી છે તો તેની સૌથી સારી દવા છે ચૂનો. શેરડીના રસમાં કે સંતરાના રસમાં નહિ તો દાડમના રસમાં ચૂનો પિતા રહો એ સૌથી સારું છે. દાડમના રસમાં ચૂનો પીવાથી લોહી ખુબ જલ્દી વધે છે. એક કપ દાડમના રસમાં ઘઉંના દાણાની જેટલો ચૂનો નાખીને સવારે ખાલી પેટ પી લો.

આપણા ભારતના જે લોકો ચુના વાળું પાન ખાય છે તેઓ ખુબ હોશિયાર લોકો છે. પણ કયારેય તમ્બાકું ખાવું નહિ, કારણ કે તમ્બાકુ ઝેર છે અને ચૂનો અમૃત છે. તેમજ પાન ખાઓ તો એમાં કાથો લગાવવો નહિ, કારણ કે કાથો કેન્સર કર્તા છે. અને પાનમાં સોપારી પણ નાખવી નહિ. એની જગ્યાએ તેમાં, ઈલાયચી નાખો, લવિંગ નાખો, કેશર નાખો, આ બધું નાખો અને પાનમાં ચૂનો પણ લગાવીને ખાવ. પણ કયારેય તમ્બાકુ નહિ, સોંપારી નહિ અને કાથો નહિ ખાવો.

રાજીવ ભાઈ જણાવે છે કે, ચુનો ખાઓ પણ કોઈને ચૂનો લગાવો નહિ. કારણ કે આ ચૂનો લગાવવા માટે નહિ ખાવા માટે છે, આજકાલ આપણા દેશમાં ચુના લગાવવા વાળા ઘણા છે પણ આ ભગવાને ખાવા માટે બનાવ્યું છે.