ક્રિસમસ પર લાગ્યો માં બાપને ઝટકો, બાળકોએ મસ્તી મસ્તીમાં કરી લીધી હજારોની શોપિંગ

0
604

ક્રિસમસ આવે એટલે લોકો શોપિંગ કરવા લાગી જાય છે. એવામાં બાળકો પણ એમને ગિફ્ટ મળે એની રાહ જોતા હોય છે, કારણ કે આ તહેવાર જ એવો છે જેમાં બાળકોના માતા-પિતા, સંબંધીઓ અને સગા સંબંધીઓ સાંતા ક્લોસ બનીને એમની મનગમતી ગિફ્ટ આપે છે. આ ખ્રિસ્તી ધર્મનો એક એવો તહેવાર છે જ્યાં દરેક ઘરોમાં ગિફ્ટની લાઈન લાગી જાય છે.

કાંઈક એવું જ થયું અમેરિકાના મિશિગનમાં રહેવા વાળા એક દંપતી સાથે. એમના ઘરે જયારે ગિફ્ટ આવવાનો સિલસિલો શરુ થયો, તો એમને લાગ્યું કે પરિવારવાળા અથવા સંબંધીએ બાળકો માટે મોકલ્યા હશે, પણ એની પાછળન સત્ય કાંઈ બીજુ જ છે.

આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે આજનો જમાનો ઈન્ટરનેટનો છે. ગુગલ, સિરિ અને એલેક્સાના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બજારમાં આવી ચુક્યા છે, જે માણસના આદેશનું પાલન કરે છે. એવામાં આ અમેરિકન દંપતીના બાળકોએ પણ એવું જ કર્યું. ભાઈ જમાનો મોર્ડન છે અને આ બાળકોએ પણ એનો ફાયદો ઉઠાવ્યો અને ઘરમાં રાખેલ એલેક્સાથી રમકડાં ઓર્ડર કરી દીધા. આજ્ઞાનું પાલન કરીને એલેકસાએ રમકડાં ઓર્ડર કરી દીધા અને એની ચુકવણી એમાં સેવ ક્રેડિટ કાર્ડના માધ્યમથી કરી દીધી.

સમાચાર અનુસાર વેરોનિકા એસ્ટેલ ચકિત રહી ગઈ જયારે એમના ઘરે રમકડાં ભરેલા બોક્સ આવવા લાગ્યા. શરૂઆતમાં એમને લાગ્યું કે, આ રમકડાં એમના મિત્રો અથવા પરિવારવાળાએ મોકલ્યા હશે, પણ વેરોનિકા એ સમયે ચોંકી ગઈ જયારે બાળકોએ જણાવ્યું કે, આ રમકડાં એમણે એલેક્સાના માધ્યમથી મંગાવ્યા છે અને એની ચુકવણી એલેકસાએ ક્રેડિટ કાર્ડ દ્વારા કરી દીધી છે.

જણાવી દઈએ કે, બાળકોએ માં ના ક્રેડિટ કાર્ડથી લગભગ 47 હજાર રૂપિયાના રમકડાં ખરીદી નાખ્યા. વેરોનિકા એસ્ટેલે આ રમકડાં અને બાળકોનો વિડીયો ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. વેરોનિકાનો આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વેરોનિકાએ ડેલી મેલને જણાવ્યું કે, એમના પતિ ઘરની બહાર જઈ રહ્યા હતા, ત્યારે એમણે આ બોક્સને રિસીવ કર્યા અને ઘરમાં મૂકી દીધા. જ્યારે મેં બોક્સને જોયા તો તેમાં રમકડાં ભરેલા હતા. મેં વિચાર્યું કે આ રમકડાં બાળકોની દાદી અથવા મારી બહેને ગિફ્ટના રૂપમાં મોકલ્યા હશે. જો કે, એ બોક્સ પર કોઈનું નામ લખ્યું ન હતું.

અને રમકડાં આવવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો. એ પછી મારી દીકરીએ જણાવ્યું કે, એમણે એલેક્સાની મદદથી એને ઓર્ડર કર્યા છે. મેં પૂછ્યું તમે આ બધા રમકડાં ઓર્ડર કર્યા છે? તો તેમણે નિર્દોષતાથી કહ્યું હા…અમે એલેક્સાને કહ્યું હતું અને તેણે અમારા માટે એને ખરીદી લીધા.

જુઓ વિડીયો :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.