પસંદ કરો આમાંથી ફક્ત એક ચિન્હ, અને જાણો પોતાની સમસ્યા અને તેનું નિવારણ.

0
1544

આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો સ્વાભાવિક છે કે, જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી તો રહેવાની જ. આમ તો મોટેભાગે બધી મુશ્કેલી માંથી છુટકારો મળે જ છે, પરંતુ ક્યારેક ક્યારેક જીવનમાં થોડી એવી મુશ્કેલી પણ આવી જાય છે, જેનો તે ધારે તો પણ પીછો નથી છોડાવી શકતા. અને જો તમે પણ તમારા જીવનની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માંગો છો, તો આ માહિતી જરા ધ્યાનથી વાંચજો.

આજના લેખમાં અમે તમને થોડા એવા ચિન્હોથી માહિતગાર કરાવીશું, જેમાંથી તમારે કોઈ એક પસંદ કરવાનું છે, અને તે ચિન્હોના આધારે અમે તમને વર્તમાન અને ભવિષ્ય સાથે જોડાયેલી થોડી ખાસ બાબતો વિષે જણાવીશું. તો આવો જાણીએ શું છે ખાસ?

૧. સિંહ :

આ યાદીમાં પહેલું ચિન્હ છે સિંહ. આ ચિન્હને શોર્ય એટલે કે શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં તેને સૂર્ય સમાન પણ માનવામાં આવે છે. અને જો તમે આ ચિન્હ પસંદ કર્યુ છે, તો તેનો અર્થ એ થાય છે કે તમારે ભવિષ્યમાં તમારા નસીબ સાથે થોડું સમાધાન કરીને ચાલવાની જરૂર છે. તે ઉપરાંત તમે જે રસ્તા ઉપર ચાલી રહ્યા છો, તેના વિષે પણ આ ચિન્હ ઘણું બધું કહે છે.

અને એક અર્થ એ પણ થઈ શકે છે કે, જે રસ્તા ઉપર તમે જે કોઈ વિચાર સાથે ચાલી રહ્યા છો, તેમાં થોડા સુધારા કરવાની જરૂર છે. તે ઉપરાંત એવું પણ હોઈ શકે છે કે તે રસ્તો પણ ખોટો હોય અને તેના કારણે જ ભવિષ્યમાં તમારી સાથે ખરાબ ઘટના પણ થઈ શકે છે. તેથી સમય પહેલા પોતાને ખોટો રસ્તો પસંદ કરવાથી બચાવી લો. તેની સાથે જ તમારે હંમેશા પોતાની ઉપર આત્મવિશ્વાસ પણ જાળવી રાખવો જોઈએ.

૨. સમય ઘડિયાળ :

ઘડિયાળ બદલાતા સમયનું પ્રતિક છે, રેતી ઘડિયાળનો ઉપયોગ આજના સમયમાં તો નહિ, પરંતુ પહેલાના સમયમાં જરૂર થતો હતો. જણાવી દઈએ કે આ ચિન્હ તમારી માનસિક અસ્વસ્થતા દર્શાવે છે. આ ચિન્હ પસંદ કરવાનો અર્થ એ થાય છે કે, તમે તમારા ભૂતકાળના કોઈ કડવા અનુભવ માંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ તમે બહાર નથી આવી શકતા. વ્યક્તિની કોઈપણ ઈચ્છા કે ખરાબ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. એટલા માટે પોતાના ભૂતકાળ માંથી બહાર નીકળીને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો. ત્યારે તમે ખુશ રહી શકશો.

૩. ચન્દ્ર :

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, ચન્દ્રને લાગણીઓ સાથે ગાઢ સંબંધ હોય છે. અને તેને પસંદ કરવાનો અર્થ એ છે કે, તમારો વ્યવહાર વાસ્તવમાં ઘણો રહસ્યમયી છે. એટલે કે જો તમે ચન્દ્રના ચિન્હને પસંદ કર્યુ છે, તો તેનો અર્થ એ છે કે, તમારા મનમાં કોઈને કોઈ ગડમથલ જરૂર ચાલી રહી છે. તેનો બીજો અર્થ એ પણ છે કે, કોઈ વસ્તુ તમને ઘણી પરેશાન કરી રહી છે અને તેને કારણે તમારી રાતની ઊંઘ પણ ઉડી ગઈ છે. એટલા માટે જો બની શકે તો તમારા મનની ભાવનાઓને કોઈ સાથે જરૂર વહેંચો, ત્યારે તમારા મનને શાંતિ મળી શકશે.

૪. ચાવી :

ચાવીને હંમેશાથી પથ પ્રદર્શક તરીકે જ જોવામાં આવે છે. અને તે તમારા દ્વારા પસંદ કરેલા રસ્તા વિષે ઘણું બધું જણાવે છે. મિત્રો જો તમે ચાવીનું ચિન્હ પસંદ કર્યુ છે, તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં કોઈ એવો પ્રશ્ન ચાલી રહ્યો છે, જેનો જવાબ તમે કોઈપણ કિંમતે નથી શોધી શકવાના. તો એવામાં તમારે માનસિક શાંતિ મેળવવાની જરૂર છે. અને તમારે ખરેખર ક્યાંક બહાર ફરવા જવાની જરૂર છે. બની શકે કે તેનાથી તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ મળી જાય.

૫. આપણો હાથ :

જો હાથના ચિન્હની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે, આ ચિન્હને ખરાબ શક્તિઓ સાથે જોડાયલું માનવામાં આવે છે. આ ચિન્હ પસંદ કરવાનો અર્થ એ છે કે, તમે કોઈ નકારાત્મક શક્તિનો ભોગ બની ગયા છો. આમ તો તમે આ નકારાત્મક વિચાર માંથી બહાર નીકળવા માટે પણ અધીરા છો. એટલા માટે જો બની શકે તો તમારી ઈચ્છા શક્તિને એટલી મજબુત કરી લો કે. ખરાબ વિચાર તમારા મગજ ઉપર અસર ન કરી શકે.

અને આ કામ માટે તમારે થોડો સમય તમારા પોતાના માટે પણ કાઢવો જોઈએ, અને એકાંતમાં બેસીને શાંતિથી વિચાર કરવો જોઈએ. ત્યારે તમારી આત્મશક્તિ મજબુત બની શકશે.