વિચિત્ર ઘટના : અહીં ચોર શાકભાજી ચોરી ગયા પણ પૈસાને હાથ પણ ન લગાવ્યો જાણો આ ઘટના

0
533

ચોરીની ઘટનાઓ વિષે તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, પણ આજે અમે તમને એક એવી ચોરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે દાંતો વચ્ચે આંગળી દબાવી લેશો. સમાચાર વાંચીને તમે પણ કહેશો, ભાઈ આ ચોરોને 21 તોપોની સલામી આપવામાં આવે.

દેશમાં આ સમયે ડુંગળીના ભાવ આકાશને આંબી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, ડુંગળી કપાવા પહેલા જ લોકોને ઘણી રડાવી રહી છે. ડુંગળીની વધતી માંગને જોઈએ ચોરોએ પણ આ ચોરી કરવાનું શરુ કરી દીધું છે. આવો જ એક કિસ્સો કોલકાતામાંથી સામે આવ્યો છે.

મામલો પૂર્વી મિદનાપુર વિસ્તારના સૂટહાટનો છે, જ્યાં ચોરોએ દુકાનમાં ઘૂસીને ડુંગળી ચોરી પણ દુકાનના ગલ્લામાં મુકેલા પૈસાને તેઓ અડ્યા પણ નથી. દુકાનના માલિક અક્ષય દાસે મંગવારે જયારે પોતાની દુકાન ખોલી તો તેમણે જોયું કે, તેમની દુકાનનો બધો સામાન વિખેરાયેલો પડ્યો હતો.

દુકાનની હાલત જોઈને એમને ખબર પડી ગઈ કે, દુકાનમાં ચોરી થઈ છે. એ પછી એમણે પોતાના ગલ્લામાં મુકેલા પૈસા ગણ્યા તો તે પુરા નીકળ્યા. પણ ડુંગળીની ઘણી ગૂણો ત્યાંથી ગાયબ હતી. એમણે જણાવ્યું કે ચોરોએ એમની દુકાનમાંથી 50 હજાર રૂપિયાની કિંમતની ડુંગળી સિવાય લસણ અને આદું પણ ચોર્યા છે. જોકે એમનું કહેવું છે કે, ચોર એમના ગલ્લામાંથી એક પણ રૂપિયો ચોરી ગયા નથી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલા તમામ પ્રયત્નો છતાં ઉપભોગતાઓ પાસેથી સસ્તા ભાવે ડુંગળી નથી મળી રહી. આ સમયે રિટેલ માર્કેટમાં 90 થી 100 રૂપિયા કિલોના ભાવે ડુંગળી વેચાઈ રહી છે. જેના કારણે સ્થિતિ એવી છે કે, હવે ડુંગળીની ચોરી કરવામાં આવી રહી છે.

આ બનાવ પરથી તમે અંદાજો લગાવી શકો છો કે, સ્થિતિ કેટલી ખરાબ છે. ચોરો હવે રોકડ રકમ ચોરવાની જગ્યાએ ખાવાની વસ્તુ ચોરી રહ્યા છે. જો પરિસ્થિતિ આવીને આવી જ રહી, તો સમય જતા લોકોએ ઘણી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.