ચોર સાથે થઈ અજીબોગરીબ ઘટના, 8 ઘરમાંથી મળી ફક્ત એક ઘડિયાળ અને બે….

0
530

તમે આજ સુધી ચોરીના તમામ કિસ્સા સાંભળ્યા હશે. ઘણી વાર ચોર એવી ચોરી કરે છે કે, સાંભળવા વાળા ચકિત રહી જાય છે. પણ શું થાય જયારે કોઈ ચોર ચોરી કરવા કોઈ જગ્યાએ ઘુસે અને એના હાથમાં કાંઈ ન લાગે. એક ચોર માટે એનાથી શરમજનક કાંઈ નથી હોઈ શકતું કે, તે કોઈ ઘરમાં ચોરી કરવાના હેતુથી ઘુસે અને એના હાથમાં કાંઈ ન લાગે. એવામાં મોટાભાગના ચોર નિરાશ થઈને ત્યાંથી જતા રહે છે. મુંબઈમાં એક 28 વર્ષીય ચોર સાથે કાંઈક એવું જ થયું.

તે વિક્રોલી વિસ્તારમાં ચોરી કરવાના હેતુથી એક બે નહિ પણ એક પછી એક આઠ ઘરોમાં ઘુસ્યો, પણ એના નસીબ એટલા ખરાબ હતા કે એને ત્યાંથી એક હાથ ઘડિયાળ અને બે બંગડી જ મળી એ પણ નકલી. અને એટલું જ નહિ ચોરીના આરોપમાં તેની ધરપકડ પણ થઈ ગઈ.

અધિકારીઓ અનુસાર ચોરનું નામ નિલેશ સીતારામ પવાર છે. કન્નમવર નગર વિસ્તારમાં આવેલા આવાસીયા પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એનો ફોટો કેદ થઈ ગયો હતો, જેની મદદથી એની ધરપકડ કરી લેવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે સવારે ચોરે ફક્ત 1 કલાકની અંદર 8 ફ્લેટના તાળા તોડ્યા, પણ એને 8 ઘરોમાંથી ફક્ત એક ઘડિયાળ અને બે બંગડી જ મળી. ચોરને લાગ્યું કે કદાચ તે બંગડી સોનાની છે, એટલા માટે તે એને પોતાની સાથે લઈ ગયો હતો, પણ પછી ખબર પડી કે તે બંગડી નકલી હતી.

તેમજ આસપાસ રહેતા લોકોએ જયારે ફ્લેટના દરવાજા ખુલ્લા જોયા તો એમણે તરત પોલીસને એની સૂચના આપી, જેના અમુક કલાક પછી જ ચોરને દક્ષિણી મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો. સાથે જ ચોરે જે સામાન ચોર્યો હતો, તે તેમના માલિકને આપી દેવામાં આવ્યો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.