ચોરી કરવા ઘુસેલા ચોરને કાંઈ મળ્યું નહિ તો ઘરના માલિક માટે ખાસ ચિઠ્ઠી લખીને જણાવી આવી વાત

0
654

ચોરની ઘટનાઓ વિષે તમે ઘણા કિસ્સા સાંભળ્યા હશે. અને એક ચોર માટે એનાથી વધારે શરમજનક વાત કોઈ નથી હોઈ શકતી કે, તે કોઈ ઘરમાં ચોરી કરવાના હેતુથી ઘૂસે અને એના હાથમાં કાંઈ ન લાગે. એવામાં મોટાભાગના ચોર નિરાશ થઈને ત્યાંથી નીકળી જાય છે. પણ મધ્યમાં એક ચોરે પોતાનો ગુસ્સો અને દિલની વાત એક ચિઠ્ઠીમાં લખીને તે ઘરમાં છોડી દીધી, જયાંથી તેણે ખાલી હાથ પાછા જવું પડ્યું હતું.

ચોરને શરમમાં મુકતો એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં ચોરને ચોરી કરવા માટે કાંઈ ન મળતા તેણે પોતાનો ગુસ્સો દેખાડ્યો અને મકાન માલિકના નામ પર ચિઠ્ઠી લખીને ત્યાં જ ચિપકાવી દીધી. હકીકતમાં રાતના સમયે એક ચોર એક સરકારી બંગલામાં ચોરી કરવા માટે ઘુસ્યો હતો. એણે આખું ઘર સારી રીતે ફંગોળી દીધું, પણ તેને એક પણ કિંમતી સામાન મળ્યો નહિ.

આ વાતથી ગુસ્સે થઈને એ ચોરે ઘરના માલિકના નામે એક ચિઠ્ઠી લખી. તેને ચિઠ્ઠીમાં લખ્યું કે, ‘ઘણો કંજૂસ છે રે તું, બારી તોડવાની મહેનત પણ ન મળી. રાત ખરાબ થઈ ગઈ.’ ચોરે આ વાક્ય એક કાગળ પર લખ્યું અને ઘરમાં રહેલા અરીસા પર કાગળ ચિપકાવી દીધું. એ પછી તે ત્યાંથી જતો રહ્યો.

મીડિયા પાસેથી આવેલા સમાચારોનું માનીએ તો ચોર જે બંગલામાં ઘુસ્યો હતો, તે પ્રવીન સોની નામના સરકારી એન્જીનીયરનો છે. એન્જીનીયર પ્રવીન સોની બહાર ગયેલા છે. સવારે જયારે નોકર ઉંઘમાંથી જાગ્યો તો તેણે જોયું કે, કબાટ ખુલેલો હતો, કપડાં અને ઘરનો બધો સામાન વિખેરાયેલો પડ્યો હતો. પછી તેની નજર એ ચિઠ્ઠી પર પડી જેમાં ચોરે માલિકને કંજૂસ કહ્યો હતો.

એસપી પંકજ શ્રીવાસ્તવે જણાવ્યું કે, પ્રવીન સોની અત્યારે કામના કારણે બહાર છે, પણ એમની ફરિયાદ પર શાજાપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી દીધો છે. પોલીસ ચોરના પુરાવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. પોલીસે ચિઠ્ઠીને એક હેન્ડરાઈટિંગ એક્સપર્ટને પણ મોકલી છે. એટલે મિત્રો, હવે ચોર પણ એટીટ્યુડ રાખતા થઈ ગયા છે. ઘણી વખત એવી જોવા મળ્યું છે કે, ચોરને ચોરી કરવા લાયક કાંઈ ન મળે, તો તેઓ ઘરના સામાનની તોડફોડ કરીને નુકશાન કરીને જતા રહે છે.

આ માહિતી ફિરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.