આ છોકરીની હકીકત જાણી લો જે આજે એનાજ બાપને બદનામ કરી રહી છે.

0
1703

આ જે ચિત્રમાં માણસ છે ને, તે ધારાસાભ્ય છે, એની સાથે જે છોકરી છે તે તેની જ છોકરી છે. આ છોકરી કહી રહી છે કે મને મારા પિતાથી જીવનો ખતરો છે.

તમને ખબર છે આ છોકરી કોણ છે?

જે સમયે છોકરીઓને ગર્ભમાં જ મારી નાખવાનો ભયંકર સમય ચાલતો હતો, ત્યારે આ છોકરીના જન્મની ઉજવણી થઈ હતી. આ એ જ દીકરી છે જે એક વર્ષની હતી ત્યારે ચાલવાનો પ્રયત્ન કરતી હતી, ત્યારે વારંવાર પડતી હતી તો આ પિતાએ તેનો નાજુક હાથ પકડીને તેને ચાલતા શિખવાડ્યું. થોડા સમય પછી સાઇકલ શીખવાડી. પછી સ્કુટીની જીદ કરી તો તે પણ અપાવી. એક વાર ક્યાંક બજારમાં કોઈકને સ્કૂટી ભટકાડી દીધી, ત્યારે પોતે પણ ઘાયલ થઈ અને સામેવાળાને પણ મરણાસન્ન કરી દીધો.

ત્યારે એના માટે આજ પિતાએ આખી હોસ્પિટલ માથા પર ઉઠાવી લીધી. એક થી એક ડોક્ટરોની લાઇન ઉભી કરી દીધી. જેને ઠોકયો હતો તેનો ઈલાજ કરાવવા લાખો રૂપિયા તેને આપવા પડ્યા. આ છોકરીને તો ખબર પણ નઇ હોય કે લાખો રૂપિયા કમાવાય કેવી રીતે છે? જોકે તે એશો આરામ કરતા કરતા મોટી થઈ અને હવે સ્કૂલ માંથી કોલેજમાં આવી.

એની જવાની હિલોળા લેવા લાગી. જયારે એ ચાલતી ત્યારે તે પોતાની જાતને નિહાળતી સેકન્ડો સુધી મનમાં ને મનમાં મલકાતી. પછી ક્યાંક કોઈ સાથે ચાર આંખ થઈ ગઈ. પ્રેમની પાંખો ફૂટી. એની સાથે જીવવા મરવાની કસમો પણ ખાધી. બંને જાતિથી સરખા નહોતા એટલે થોડી તકલીફ પડી. પણ સમાજમાં ફેલાતી આઝાદીની હવાએ તે વાતને પણ છૂટ આપી દીધી .

પણ એક દિવસ તે પોતાના પિતાના માથા પર પગ રાખી ઊંચી છલાંગ લગાવી ગઈ. પછી એક દિવસ પ્રેમી સાથે વિડિઓ બનાવ્યો. એમાં બોલી “મારા પિતા મને અને મારા પ્રેમીને મારી નાખવા માંગે છે.” અને એ વિડીયોથી આખા દેશમાં હલ્લો મચી ગયો. એવી વાત ફેલાવા લાગી કે, “MLA ની દીકરી ભાગી ગઈ છે. અને એના પિતા એને મારી નાખવા માંગે છે.”

મીડિયાવાળા દોડી દોડીને ધારાસભ્ય પાસે જઈને સવાલ કરી રહ્યા છે કે, તમે પ્રેમના દુશ્મન છો? આઝાદ પંખીઓને કેમ કેદ કરવા માંગો છો? ૨૧મી સદીમાં તમે પણ જાતિવાદને પ્રોત્સાહન આપી રહ્યા છો? બધાના કેમેરા ધારાસભ્યના ચહેરા પર લાગ્યા છે, તેમના મોઢેથી શબ્દ સાંભળવા બધા આતુર છે. પરંતુ બાપની આંખો કોઈને દેખાઈ નહિ, એની કંપતો અવાજ, રૂંધાઈ ગયેલું ગળું કોઈના ધ્યાનમાં આવ્યું નહિ.

છોકરો અને છોકરી બંને હિન્દૂ છે, કોઈ પણ જાતિના હોય, સાથે રહેવામાં કોઈને કાંઈ વિરોધ ના હોય, પણ કોઈએ પ્રેમના ચડાવામાં આવીને નિર્લજ્જતા અને પબ્લિસિટી માટે આ ઘટનાને જે જાતીય રંગ આપ્યો છે, જે છીછલાવેળા કર્યા છે એ ખરાબ વાત છે. ચેનલ પર છોકરો જ કહે છે, તે એમના ઘરે ખાતો પીતો હતો. ક્યારેય જાતિના કારણે એની સાથે ભેદભાવ નથી થયો, પણ સમજવા જેવી વાત છે કે મીડિયા એક માં-બાપને ગુનેગાર બનાવીને ટોર્ચરીંગ કરે છે.

એક વર્ષ આ કોલેજમાં રહ્યા પછી બીજી કોલેજમાં જવા પહેલી કોલેજનું નો-ઓબજેક્શન સર્ટિફિકેટ કઢાવવું પડે છે. પેટે પાટા બાંધીને ઉછરેલા દીકરા દીકરી ક્ષણિક આકર્ષણમાં લવમેરેજ કરી એક પરિવારમાંથી બીજા પરિવારમાં જતા હોય છે, એમાં માં-બાપનું નો-ઓબજેક્શન સર્ટિફિકેટ કેમ નથી મંગાતા? સડેલા કાનૂન ન્યાયવ્યવસ્થા ખાલી માં-બાપને જ કેમ ગુનેગાર બનાવે છે??