છોકરીએ ઘરનું ભાડું બચાવવાની અનોખી રીત શોધી, સમાચાર વાંચી તમે પણ કહેશો શું જુગાડ છે બહેન

0
467

કોઈ પણ વિદ્યાર્થી જયારે ઘરેથી બહાર જાય છે, તો તેને સૌથી વધારે ચિંતા હોય છે ઘર શોધવાની. એવામાં ક્યારેક કયારેક એવું પણ લાગે છે કે, આ ખર્ચ વગર કામનો થઈ રહ્યો છે. ઘરેથી પૈસા આવતા જ સૌથી પહેલું ટેંશન ઘરના ભાડાનું જ હોય છે. એવું જ કાંઈક સ્કોટલેન્ડની રહેવાવાળી 25 વર્ષીય કૈટલિન મોન સાથે પણ થતું હતું. તે રૂમના ભાડા અને બિલથી પરેશાન થઈ ગઈ હતી, એટલા માટે તેણીએ આ બધાથી બચવાનો એક જબરજસ્ત જુગાડ શોધી કાઢ્યો. એના વિષે જાણીને તમે પણ એજ કહેશો કે શું જુગાડ છે યાર!

હકીકતમાં, કૈટલિન પેસ્લે શહેરમાં રહે છે. તેણીનું કહેવું છે કે તે આખો દિવસ કોલેજ અને બાકી કામો માટે ઘરની બહાર રહે છે. એવામાં તેણીના રૂમનું ભાડું અને બિલના 23 હજાર રૂપિયા વ્યર્થમાં જ જઈ રહ્યા છે. કારણ કે તે ફક્ત ઊંઘવા માટે જ રૂમ પર જાય છે. એ પછી તેણીએ એક 35 વર્ષ જૂની વેનને જ પોતાનું હાલતું-ચાલતું ઘર બનાવી લીધું.

કૈટલિન જણાવે છે કે, તેણીને આ વાનને હાલતું-ચાલતું ઘર બનાવવાનો આ આઈડિયા એક ફ્રેન્ડ પાસેથી મળ્યો. તે હંમેશા એને વેનમાં રહેવા વિષે વાત કરતી હતી. તે કહે છે કે, હવે તે આ વેનમાં એક નાનકડું રસોડું પણ ફિટ કરશે જેથી તે ખાવાનું બનાવી શકે.

કૈટલિન પોતાની વેન વિષે જણાવતા કહે છે કે, તે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાના પાલતુ કુતરા સાથે બે અઠવાડિયા માટે નેધરલેન્ડ્ઝ ગઈ હતી. એ દરમિયાન રસ્તામાં એકવાર પણ ગાડી ખરાબ નહિ થઈ. તે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી આ જ વેનમાં સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને યુરોપ ફરવા માંગે છે.

કૈટલિન ડિજિટલ એડિટિંગના વ્યવસાય સાથે જોડાયેલી છે. તે પોતાની મુસાફરીની એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવવા માંગે છે. તે જણાવે છે કે, તેના બોયફ્રેન્ડ રેયાનને આ વેનમાં જીવન પસાર કરવામાં કોઈ પરેશાની નથી. તેનો બોયફ્રેન્ડ પણ તેની જેમ ફરવાનો શોખીન છે. કૈટલિનનું કહેવું છે કે, રેયાન સાથે તેનો સફર ઘણો સારો પસાર થશે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.