નિટ વાળા માટે ચોઇસ ફીલિંગમાં શું ધ્યાન રાખવું, વાંચી લો સારી સલાહ

0
627

ફરીથી જ્યારે ચોઇસ ફિલિંગ ચાલુ થયું છે, ત્યારે ફરી પાછો એક વખત મેસેજ મુકું છું કે ચોઇસ ફિલિંગ વખતે શું ધ્યાન રાખવું?

સૌથી પહેલાં તો એ સમજી લો કે તમારે ચોઈસ તમારી પોતાની હોવી જોઈએ. કોઈ દિવસ ક્યારેય બીજા કોઈની ચોઈસની કોપી કરવી નહીં. કારણકે દરેક લોકોના ઘરથી કોલેજનું અંતર કેટલું છે અને આર્થિક સ્થિતિ(financial condition) કેવી છે એ ઉપર ચોઈસનો આધાર રહેતો હોય છે.

ચોઈસ ફીલિંગમાં આપણે ધ્યાન રાખવાનું હોય છે કે, આપણે ક્યાં એડમિશન લેવું છે? આપણને ક્યાં એડમિશન મળશે એ વિચારીને ક્યારેય ચોઈસ ફિલિંગ કરાય નહીં. એડમિશન આપવું છે કે નહિ એ એ લોકો મેરિટ ઉપર નક્કી કરશે આપણું કામ એ છે કે, આપણે ક્યાં એડમિશન લેવું છે એ નક્કી કરવાનું છે.

સૌથી મોટી એક માન્યતા આજે એ ફેલાઈ છે કે, હું જો MQ પહેલા લખીશ તો મને જલ્દી મળી જશે. પણ એવું કશું હોતું નથી. તમે ક્રમાંક કોઈ પણ આપો તમને એડમિશન તમારા મેરીટ પ્રમાણે જ મળશે. આથી તમારું મેરીટ કેટલો ઊંચો હોય તે ખાલી મેનેજમેન્ટ મળવાનું હોય, તો પણ તમે સરકારી કોલેજ બધી ગવર્મેન્ટ સીટ્સ અને છેલ્લે MQ લખી શકો છો.

હવે સૌથી અગત્યની વાત આજે કરવાની છે, એ ડેન્ટલ અને આયુષની ચોઈસ ક્યારે ભરવી. આ પહેલા તો તમે એ નક્કી કરી લો કે, તમારે મેડિકલનું એડમિશન ક્યાં સુધી લેવું છે? ખાસ કરીને ફી ની વાત આવે ત્યારે આવી જો તમે મેનેજમેન્ટ કોટાની 15 લાખ વાળી કોલેજના પહેલા રાખશો અને ડેન્ટલ અને આયુષને પાછળ રાખશો તો શક્ય છે કે, તમને high fee MQ કોલેજ મળી જાય. અને આવું થાય ત્યારે તમને ડેન્ટલ અને આયુષ પાછળ ચોઈસ રાખવાની હિસાબે એડમિશન ન મળે.

પાછળથી તમને ખબર પડે કે આટલી તમે ભરી શકો એમ નથી તો આ કન્ડિશનમાં તમારું એક વર્ષ બગડી શકે. કારણ કે પહેલી વખતે તમને જે કોલેજો મળતી હોય બીજા રાઉન્ડ વખતે મળશે નહીં. કારણકે તમે ખોટી ચોઈસ ભરેલી હતી. આથી સૌથી પહેલાં નક્કી કરી લો કે તમારે પહેલા ક્યાં જવું છે?

ઉદાહરણ તમને લાગે કે મારી કેપેસિટી નવ દસ લાખથી વધારે ફી ભરવાની નથી, તો પછી ડેન્ટલ અને આયુષને આવી મોંઘી કોલેજોની ચોઈસ કરતા ઉપર રાખવી જોઈએ, જેથી કરીને તમે ડેન્ટલ અને આયુષ પહેલા મળી શકે. હજુ પણ તમને કોઈ પણ ડાઉટ રહેતો હોય તો કોઈ અનુભવીને તમારી ચોઇસ લોક કરતાં પહેલાં બતાવી દેવી જોઈએ, કારણ કે ખોટી ચોઈસ તમારૂ કેરિયર ખરાબ કરી શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

વિડિયો :