નાના મોટા સૌને ભાવે તેવી હોટલોને ટક્કર મારે એવી ચીઝ ગાર્લિક બ્રેડ, બનાવો ઘરે

0
13645

હોટલોને પણ ટક્કર મારે એવી ચીઝ ગાર્લિક બ્રેડ ઘરે બનાવો, આ રીતે બનશો તો દરેકને ભાવશે

આપણે ભારતીય લોકોને ભૂખા રહેવું નથી ગમતું. સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા નાસ્તો, રાત્રે જમવાનું અને વચ્ચે આમ તેમથી કંઈ ને કંઈ આરોગવું એ તો અલગ. એવામાં ગૃહિણીઓ રોજ રોજ શું અલગ બનાવવું એને લઈને મૂંઝવાતી હોય છે. અને અમે એમની મૂંઝવણ દૂર કરવા અલગ અલગ વાનગીઓ બનાવવાની રેસિપી લઈને આવતા રહીએ છીએ. આજે પણ અમે એક સરસ મજાની રેસિપી લઈને આવ્યા છે. આ વાનગી પણ નાનાથી લઈને મોટા દરેકને પ્રિય હોય છે. અમે જેની વાત કરી રહ્યા છીએ એ છે ચીઝ ગાર્લિક બ્રેડ.

જયારે પણ લોકો બહાર જમવા કે નાસ્તો કરવા જાય છે ત્યારે લોકો ગાર્લિક બ્રેડ ખાવાનું વધારે પસંદ કરે છે. અને તમે આ રેસિપી વડે પોતાના ઘરે જ ગાર્લિક બ્રેડ બનાવીને ઘરના સભ્યોને પીરસી શકો છો. ચીઝ વાળા સ્વાદિષ્ટ ગાર્લિક બ્રેડ બનાવવા તમારે કઈ કઈ વસ્તુ જોઈશે અને તમારે એને કઈ રીતે બનાવવાના છે એ આજે અમે તમને જણાવીશું.

જરૂરી સામગ્રી :

આખા બ્રેડ (6 થી 8)

બટર (ચાર મોટા ચમચા, મીઠાવાળું હોય તો બહારથી મીઠું નાખતા પહેલા ધ્યાન રાખવું)

લાલ મરચાનો પાઉડર (ત્રણ ચમચી)

લસણ (6 થી 8 કળીઓ)

છીણેલુ ચીઝ (અઢી કપ)

મીઠું સ્વાદ અનુસાર

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રીત :

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા એકદમ સરળ છે. એના માટે સૌથી પહેલા બટર લો. ત્યારબાદ એમાં લસણને છૂંદીને નાખો. અને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી દો. હવે આ તૈયાર થયેલી પેસ્ટને બ્રેડ પર લગાવો. ત્યારબાદ એની પર ચીઝ ખમણો અને એની પર લાલ મરચાનો પાઉડર નાખો.

હવે ઓવનને 300 ડિગ્રી ફેરનહાઈટ કે પછી 180 ડિગ્રી સેન્ટિગ્રેડ પર હોઠવો. એના તમારા તૈયાર કરેલા બ્રેડ મૂકી દો. એને તમે સીધા જ ઓવનની ગ્રીલ પર મૂકી શકો છો. એને બેકિંગ ટ્રે માં મુકવાની જરૂર નથી. માત્ર 5 થી 7 મિનિટમાં તમારા ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર થઇ જશે. એને તમે સોસ કે ચટણી સાથે ડીશમાં સર્વ કરો. અને એના સ્વાદનો આનંદ ઉઠાવો.

આવી બીજી રેસીપી મેળવતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો, જેથી અમે તમારા માટે નવી નવી કુકિંગ રેસીપીને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લાવી શકીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.