હવે ચીને બનાવ્યો પોતાનો સૂર્ય, હશે અસલી સૂર્યથી 10 ગણો વધારે શક્તિશાળી

0
4685

આ દુનિયામાં જો આપણે દિવસ અને રાતનો ફરક કરી શકીએ છીએ, તો એનું ફક્ત એક કારણ છે સૂર્ય, જે માણસને જ નહિ પણ ઝાડ-છોડને પણ જીવિત રહેવા માટે ઉર્જા આપે છે. પણ શું તમને ખબર છે? ચીનના વૈજ્ઞાનિકોએ એક કુત્રિમ સૂર્યનું નિર્માણ કરી લીધું છે. આ સૂર્ય પણ અસલી સૂરજની જેમ પ્રકાશમાન હશે. ચીને જે કુત્રિમ સૂર્યને વિકસિત કર્યો છે, તે પરમાણુ ફ્યુઝનની મદદથી 10 ગણી વધારે સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ હશે. દાવા અનુસાર આ 10 સૂર્યો બરાબર હશે.

ચીનની સમાચાર એજન્સી સિન્હુઆ ન્યુઝ અનુસાર, ચીને હાલમાં જ એક રિએકટરનું નિર્માણ કયું છે અને 2020 સુધી એનું સંચાલન શરૂ થવાની આશા છે. ચીનના આ કુત્રિમ સૂર્યને HL-2M નામ આપવામાં આવ્યું છે. અને આનું નિર્માણ ચીનના નેશનલ ન્યુક્લિયર કોર્પોરેશનના સાઉથ વેસ્ટર્ન ઈન્સ્ટિટ્યુટ ઓફ ફિક્સિક સાથે મળીને કર્યું છે.

વૈજ્ઞાનિકોના દાવા અનુસાર, સંપૂર્ણ રીતે સક્રિય થવા પર રીએક્ટર સુરજની સરખામણીમાં 13 ગણા વધારે તાપમાન સુધી પહોંચવામાં સક્ષમ હશે, જે લગભગ 200 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. આપણા સૂર્યનું વધુમાં વધુ તાપમાન 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ છે.

એના એટલા ગરમ હોવાનું કારણે પરમાણુ ફ્યુઝન છે, કારણ કે રિએક્ટર પરમાણુ ફ્યુઝન પ્રતિક્રિયાઓને સંચાલિત રહે છે. જણાવી દઈએ કે પરમાણુ ફ્યુઝન સંચિત પરમાણુ ઉર્જાને ફ્યુઝ કરવા માટે બાધ્ય કરે છે, અને આ પ્રક્રિયામાં એક ટન ગર્મી ઉત્પ્ન્ન થાય છે.

પૃથ્વી પર પરમાણુ સંયંત્રોમાં હંમેશા ઉર્જા ઉત્પ્ન્ન કરવા માટે વિખંડનનો ઉપયોગ જ કરવામાં આવે છે. આ ત્યારે થાય છે, જયારે ગરમી પરમાણુઓને વિભાજીત કરીને ઉત્પન્ન થાય છે. પરમાણુ સંલયન વાસ્તવમાં સૂર્ય પર થાય છે, અને આ જ વસ્તુ ચીનના HL-2M ના નિર્માણનો આધાર છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.