ભારતની કૂટનીતિ આગળ 50 દિવસ પછી આવી રીતે ઝૂક્યું ચીન, થયું મજબુર

0
413

50 દિવસો પછી ભારતની કૂટનીતિ આગળ આવી રીતે ઝૂકવા પર મજબુર થયું ચીન

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લગભગ 50 દિવસના તણાવ પછી ચીન હવે પાછળ હટવા માટે માની ગયું છે. ચીને દારૂ ગોળા, હથિયાર, સેના બધું તૈનાત કરીને પોતાની શક્તિ દેખાડવા ઈચ્છી, પણ ભારતનું વલણ અને શક્તિ જોઈને તેમને લાગ્યું કે, જો હવે તેમણે ભારતને છેડવા પ્રયત્ન કર્યો તો તે પગલું તેમને પોતાને જ ભારે પડી જશે. પોતે આર્મી ચીફ ત્યાં પહોંચીને સ્થિતિ તપાસી રહ્યા હતા.

દુનિયા જે સમયે કોરોના સામે લડી રહી હતી, તે સમયે ચીન પોતાની ચાલબાજીથી પાછું પડ્યું ન હતું. તેણે ભારત સાથે લદ્દાખમાં નિયંત્રણ રેખા પર નવો વિવાદ શરૂ કરી દીધો. આ ચક્કરમાં 50 દિવસ સુધી ભારતે ગલવાન ખીણમાં ચીનને જડબાતોડ જવાબ આપવો પડ્યો. પણ હવે ચીન રસ્તા પર આવતું દેખાઈ રહ્યું છે.

ચીનની ચિંતા કૂટનીતિક સ્તર પર વધી ગઈ છે. ગલવાન ખીણમાં ભારતીય સેનાના જડબાતોડ જવાબ પછી ચીન ટેંશનમાં તો છે જ, સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહના મોસ્કો પ્રવાસથી તે વધારે ચિંતિત છે. રશિયા સાથે ભારતની દોસ્તી અને એસ 400 મિસાઈલે ચીનની મુશ્કેલી વધારી દીધી છે.

ચીનના વલણને દુનિયા જાણી ચુકી છે. ચીનના જ જુના નકશા જણાવે છે કે, ગલવાન ખીણ અને સાથે જ બીજા વિસ્તારો પણ ભારતના ભાગમાં છે. પણ છેલ્લા થોડા દિવસોથી ચીનની વિસ્તારવાદી નીતિનું પરિણામ એ નીકળ્યું છે કે, તેનો પાડોશી દેશો સાથે સીમા વિવાદ વધતો જઈ રહ્યો છે. પણ આ વખતે ભારત સાથે તેનો સંઘર્ષ તેના પોતાના માટે જ મુશ્કેલીનું કારણ બની ગયું છે.

જે ગલવાન ખીણમાં ચીનની છેતરપિંડી પ્રગટ થઈ તેના માસ્ટરમાઈન્ડ ચીનના વેસ્ટર્ન થિએટર કમાંડના પ્રમુખ કમાંડર જનરલ ઝાઓ જોંગ્કીને માનવામાં આવી રહ્યા છે, આપણા 20 વીર જવાનો પર છેતરપિંડીથી હુમલો કરવાની નીતિ પણ તેની જ હતી.

ચીન જો લદ્દાખમાં ભારત સામે ઉભું છે, તો તેણે એક મુદ્દો નેપાળમાં ઉભો કરી દીધો છે. નેપાળે જ્યાં પહેલા કાલાપાની અને અમુક બીજા વિસ્તારોને લઈને વિવાદ વધાર્યો, તો હવે નાગરિકતાને લઈને નવો વિવાદ ઉભો કરો દીધો છે.

ચીને ભારતીય સેનાનું કડક વલણ અને પરાક્રમ જોઈ લીધું છે. આ પહેલા 1962 માં ભારત પાસે હથિયાર અને દારૂ ગોળા આટલી વધારે માત્રામાં ન હતા. પણ હવે જાગૃત નેવી, શક્તિશાળી આર્મી અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ વાયુસેના વાળો ભારત દેશ કોઈ પણ દેશને પાઠ ભણાવવાની તાકાત ધરાવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.