વધી રહ્યું છે દેવું કે પછી બાળકોના લગ્નમાં અડચણ આવે છે, તો સમજી લો ઘરમાં હશે આ વાસ્તુ દોષ.

0
359

વાસ્તુદોષને કારણે ઘરમાં, વેપારમાં અને બાળકોના લગ્નમાં સમસ્યા આવતી હોય તો જાણો લો આ ખાસ વાતો. જો તમારા જીવનમાં એક એક કરીને સમસ્યાઓ આવતી જ જઈ રહી છે, સાથે જ ઘરમાં બરકત નથી રહેતી અને દેવું પણ સતત વધતું રહે છે, શુભ અને માંગલિક કાર્યોમાં દરેક વખતે સમસ્યાઓ આવે છે, બાળકોના લગ્નના યોગ નથી બની રહ્યા, તો સમજી જવું કે તમારા ઘરમાં કોઈને કોઈ વાસ્તુ દોષ જરૂર છે. અને તે જ દોષોને કારણે કામ બનતા બનતા બગડી જાય છે. આજે અમે તમને એવા જ વાસ્તુ દોષો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

ક્યાંક ભરેલી તો નથી ને ઉત્તર દિશા : ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિશા ખુલ્લી અને ખાલી હોવી જોઈએ. આ દિવસમાં કોઈ પણ પ્રકારનો ભારે સામાન અને ફર્નિચર રાખવું જોઈએ નહિ. જો આ વાતનું ધ્યાન તમે નથી રાખ્યું તો તમે વાસ્તુ દોષનો સામનો કરી રહ્યા છો. આવું થવાથી ઘરના સભ્યો પર દેવું વધતું રહે છે.

ઉંચી ન હોય ઉત્તર દિશા : ઘરની ઉત્તર દિશા બાકી બીજી દિશાઓથી વધારે ઉંચી ન હોવી જોઈએ. તે વાસ્તુ દોષનું કારણ બને છે. એટલા માટે ઘર બનાવતા સમયે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

vastu dosh
vastu dosh

પાણીની ટાંકી કઈ દિશામાં છે? ઘરમાં પાણીની ટાંકી તો હોય જ છે. પરંતુ તે ટાંકી ઘરની કઈ દિશામાં છે તેની તમારા ઘરના વાસ્તુ પર ઘણી અસર પડે છે. દક્ષિણ પશ્ચિમ દિશામાં જો પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો ઘરના સભ્યો પર દેવું વધતું રહે છે, અને ઘરમાં હંમેશા આર્થિક સમસ્યા બની રહે છે.

અહીં પણ ન રાખો પાણીની ટાંકી : પાણીની ટાંકી રાખવા માટે ઘરની દક્ષિણ પૂર્વ દિશાની પસંદગી ભૂલથી પણ ન કરવી. કારણ કે તેના લીધે દરેક પ્રકારના ઝગડા-વિવાદનો સામનો કરવો પડે છે. દક્ષિણ પૂર્વ દિશા અગ્નિની દિશા માનવામાં આવે છે, અને અગ્નિ અને પાણી એકબીજાના દુશ્મન ગણાય છે.

ઉત્તર-પૂર્વ દિશા કરો ચેક : ઉત્તર-પૂર્વ દિશામાં કોઈ એવું મશીન છે જેમાંથી ખુબ ગરમી નીકળતી હોય, તો તમારા ઘરમાં જરૂર વાસ્તુ દોષ છે. તેનાથી નુકશાન એ થશે કે, વેપાર અને નોકરીમાં દરેક પ્રકારની સમસ્યા અને અવરોધનો સામનો કરવો પડશે. એવામાં તેનું સ્થાન બદલી દેવું જોઈએ.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.