10 વર્ષની ઉંમરે પણ કોઈ બાળક બોલી શકતું ન હોય, ફક્ત સાંભળતું હોય તેનો આયુર્વેદમાં ઈલાજ ખરો? જાણો.

0
342

અમુક બાળકોના જન્મને વર્ષો થઇ ગયા પછી પણ તે બરાબર બોલતા નથી શીખતાં. તેનું કારણ શારીરિક સમસ્યા હોય છે. અમુક બાળકો એવા હોય છે જે સંપૂર્ણ ગૂંગા નથી હોતા, તેઓ અમુક શબ્દો જ બોલી શકે છે. જો કોઈના બાળકને એવી કોઈ સમસ્યા હોય તો તેનું નિદાન થઈ શકે છે. અમુક એવી ઔષધિ અને ઉપાયો હોય છે જેના દ્વારા આ સમસ્યા ધીરે ધીરે દૂર કરી શકાય છે.

માલકાંગણી નામની આયુર્વેદિક ઔષધિ છે, જેને સારા આચાર્યની સલાહ લઈને લેવડાવવી જોઈએ. તેનાથી ફાયદો થઈ શકે છે.

બીજી ઔષધિ અક્કલકરો છે. તેની ડાળખી ચાવવાથી જીભમાં રવરવ થાય છે, અને મોઢામાંથી લાળ પડે છે. તે ગરમ અને બળવર્ધક હોય છે. જે બાળકોને બરાબર બોલતા ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતા હોય તો એવા બાળકોની વાણી સુધારવા માટે અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે.

ત્રિફળા + વચા + મધ, ત્રિકટુ + મધ વારાફરતી લઇ જીભ પર મસાજ કરો, કટુ રસનું સેવન કરાવવું.

મેઘાવટી 1/1 સવાર/સાંજ આપો. વજને ઘસીને જીભ પર મુકવો(અથવા) વજનું ચૂર્ણ દિવસમાં ઓછામાં ઓછું 5 વાર જીભ પર મુકીને 10 મિનિટ રાખી ગળવા કહેવું. ફાયદો થશે.

કદાચ એવું પણ હોય કે કોઈ બાળકની જીભનો છેડો જોડાયેલ હોય, તો એવામાં નજીકના પોલીયો ફાઉન્ડેશનમાં જઈને તપાસ કરાવવી જોઈએ.

તે સિવાય તમે સિવિલ હોસ્પિટલમાં કાન નાક ગળાના સ્પેશિયાલિસ્ટને મળી શકો છો. તે તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.

સારા સ્પીચ થેરેપીસ્ટને મળો, તે પણ તમારી મદદ કરી શકે છે. તેના થોડા શેસન કરાવો અને ઘરે પ્રેક્ટિસ કરાવો.

બાળકને બોલતું કરવા માટે અમુક કસરતો છે જે તમે ટ્રાય કરી શકો છો. તેના માટે તેને વધુ માં વધુ બોલાવો. ભલે તે આળસ કરે પણ તમે પ્રયત્ન શરુ રાખશો તો તેની જીભ અને ગળાની કસરત થશે.

બાળકની સાથે બાળક બનીને રમો, તેના જેવી જ કાલી ભાષામાં બોલો. આ રીતે રમતા રમતા બોલવાની પ્રેક્ટિસ થશે.

ચણિયા બોર, સીતાફળ અને બીજી એવી વસ્તુઓ ખવડાવો જેમાંથી ઠળિયા મોં માંથી કાઢવા પડે અને રરરરરર, ડ્રરરરર, ટ્રરરરરર (મુખ્યત્વે ર અક્ષર) જેવા અવાજ કઢાવો. તેનાથી જીભની ઉત્તમ કસરત થશે અને અન્ય કોઈ જન્મજાત તકલીફ નહી હોય તો ૬-૧૨ મહિનામાં બોલવા લાગશે.

નોંધ : કોઈ પણ ઉપાય કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂરી લેવી.