છેવટે નાલંદા વિશ્વવિદ્યાલયને કેમ સળગાવવામાં આવી હતી? જાણો તેની કાળજું કંપાવી દે તેવી દુઃખદ સત્ય હકીકત.

0
1297

નાલંદા વિશ્વવિદ્યાલયનો સોનેરી ભૂતકાળ

ઘણું આયોજનબદ્ધ રીતે અને વિશાળ ક્ષેત્રમાં બનેલું હતું. નાલંદા વિશ્વવિદ્યાલય પ્રાચીન દુનિયાનું લગભગ પહેલું વિશ્વવિદ્યાલય હતું, જ્યાં માત્ર દેશના જ નહિ, પરંતુ વિદેશો માંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ગુપ્ત શાસક કુમારગુપ્ત પ્રથમે ૪૫૦-૪૭૦ વચ્ચે કરી હતી. પટનાથી ૮૮.૫ કી.મી. દક્ષીણ પૂર્વ અને રાજગીરથી ૧૧.૫ કી.મી. ઉત્તરમાં સ્થાપિત આ વિશ્વવિદ્યાલયમાં ત્યારે ૧૨ હજાર વિદ્યાર્થી અને ૨૦૦૦ શિક્ષક હતા.

ગુપ્તવંશના પતન પછી પણ તમામ શાસક વંશોએ તેની સમૃદ્ધીમાં પોતાનું યોગદાન ચાલુ રાખ્યું. પરંતુ એક વિચિત્ર અને બળતરા વાળા સ્વભાવના તુર્ક લુટેરાએ નાલંદા વિશ્વવિદ્યાલયને બાળીને તેનું અસ્તિત્વનો સંપૂર્ણ નાશ કરી દીધો.

તે પ્રાચીન ભારતમાં ઊચ્ચ શિક્ષણનું સર્વોત્તમ મહત્વનું અને વિખ્યાત કેન્દ્ર હતું. આ વિશ્વવિદ્યાલયમાં જુદા જુદા ધર્મો તથા અનેક દેશોના વિદ્યાર્થી ભણતા હતા. આ વિશ્વવિદ્યાલયની શોધ એલેકઝાન્ડર ક્નીંધમ દ્વારા કરવામાં આવી હતી. આ મહાન વિશ્વવિદ્યાલયના અવશેષ તેના વૈભવનો અહેસાસ કરાવી આપે છે. પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુંએનસાંગે ૭મી શતાબ્દીમાં પોતાના જીવનના એક વર્ષ એક વિદ્યાર્થી અને એક શિક્ષક તરીકે અહિયાં પસાર કર્યું હતું. પ્રસિદ્ધ ‘બોદ્ધ સારીપુત્ર’નો જન્મ અહિયાં થયો હતો.

આ વિશ્વનો પહેલી સંપૂર્ણ નિવાસી વિશ્વવિદ્યાલય હતી. વિકાસની સ્થિતિમાં તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૧૦,૦૦૦ અને અધ્યાપકોની સંખ્યા ૨૦૦૦ હતી. સાતમી સદીમાં જયારે હ્યુંએનસાંગ આવ્યો હતો. ૧૦,૦૦૦ વિદ્યાર્થી અને ૧૫૧૦ આચાર્ય નાલંદા વિશ્વવિદ્યાલયમાં હતા.

આ વિશ્વવિદ્યાલયમાં ભારતના જુદા જુદા ક્ષેત્રોમાંથી જ નહિ, પરંતુ કોરિયા, જાપાન, ચીન, તિબ્બત, ઇન્ડોનેશિયા, ફારસ અને તુર્કી માંથી વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરવા આવતા હતા. નાલંદાના વિશિષ્ટ શિક્ષણ મેળવીને સ્નાતક બહાર જઈને બોદ્ધ ધર્મનો પ્રચાર કરતા હતા. આ વિશ્વવિદ્યાલયની નવમી શતાબ્દીથી બારમી શતાબ્દી સુધી આંતરરાષ્ટ્રીય ખ્યાતી રહી હતી.

નાલંદા વિશ્વવિદ્યાલયને એક વિચિત્ર બળતરા વાળા સ્વભાવના તુર્કી લુટેરા બખ્તિયાર ખીજલીએ ૧૧૯૯ ઈ. માં બાળીને સંપૂર્ણ નાશ કરી દીધી. તેના ઉત્તરી ભારતમાં બોદ્ધો દ્વારા શાસિત થોડા ક્ષેત્રો ઉપર કબજો કરી લીધો હતો.

એવું કહેવામાં આવે છે કે બખ્તિયાર ખીજલી એક વખત ઘણો બીમાર પડી ગયો. તેના વૈદોએ તેને ઠીક કરવાનો પુરતો પ્રયાસ કર્યો, પરંતુ તે ઠીક ન થઇ શક્યો. કોઈએ તેને નાલંદા વિશ્વવિદ્યાલયમાં આયુર્વેદ વિભાગના મુખ્ય આચાર્ય રાહુલ શિરભદ્ર પાસે ઈલાજ કરાવવાની સલાહ આપી. તેને એ સલાહ પસંદ ન આવી.

તેણે વિચાર્યું કે કોઈ ભારતીય વૈદ તેના વૈદોથી ઉત્તમ જ્ઞાન કેવી રીતે ધરાવી શકે છે અને તે કોઈ સાધુ પાસે પોતાનો ઈલાજ શા માટે કરાવે? છતાં પણ તેને પોતાનો જીવ બચાવવા માટે તેને બોલાવવા પડ્યા.

જયારે વૈદરાજ ઈલાજ કરવા આવ્યા તો તેમણે તેની સામે શરત મૂકી કે તે તેમના દ્વારા આપવામાં આવતી કોઈ દવા નહિ ખાય, પરંતુ કોઈ પણ રીતે તે ઠીક કરે, નહિ તો મરવા માટે તૈયાર રહે. બિચારા વૈદરાજને ઊંઘ ન આવી, ઘણા ઉપાય વિચાર્યા અને બીજા દિવસે તે વિચિત્ર ઈલાજ માટે બખ્તિયાર ખીજલી પાસે કુરાન લઈને આવી ગયા. તેમણે જણાવ્યું કે આ કુરાનના પાનાની સંખ્યા આટલે સુધી વાચી લો, તમે ઠીક થઇ જશો.

વૈદરાજના જણાવ્યા મુજબ, તેણે કુરાન વાચી અને ઠીક થઇ ગયો. પરંતુ ઠીક થવા ઉપર ખુશ થવાને બદલે તેને ઘણો મોટો આંચકો લાગ્યો અને ગુસ્સો આવ્યો કે તેના વૈદોથી આ ભારતીય વૈદોનું જ્ઞાન ઉત્તમ કેમ છે?

બોદ્ધ ધર્મ અને આયુર્વેદનો આભાર માનવો અને વૈદને ઇનામ આપવાને બદલે બખ્તિયાર ખીજલીએ નાલંદા વિશ્વવિદ્યાલયમાં જ આગ લગાવરાવી દીધી. તેણે પુસ્તકાલયોને પણ સળગાવીને રાખ કરી દીધી. ત્યાં એટલા પુસ્તકો હતા કે આગ લાગી પણ તો ત્રણ મહિના સુધી પુસ્તકો ભડભડ કરીને સળગતા રહ્યા. એટલું જ નહિ, તેણે અનેક ધર્માચાર્યો અને બોદ્ધ ભિક્ષુકોને મારી નાખ્યા.

જણાવી આપીએ કે નાલંદા વિશ્વવિદ્યાલય પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સર્વોત્તમ મહત્વનું અને વિખ્યાત કેન્દ્ર હતું. પ્રવેશ પરીક્ષા ઘણી અઘરી રહેતી હતી. ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થી જ પ્રવેશ મેળવી શકતા હતા.

આ વિશ્વવિદ્યાલયમાં ત્રણ વિભાગોના આચાર્ય હતા. તે વિભાગો યોગ્યતા મુજબ બનાવવામાં આવ્યા હતા. નાલંદાના પ્રસિદ્ધ આચાર્યમાં શીલભદ્ર, ચંદ્રપાલ, ગુપ્તમણી અને સ્થિરમણી મુખ્ય હતા. ૭મી સદીમાં હ્યુંએનસાંગના સમયમાં આ વિશ્વવિદ્યાલયના મુખ્ય શીલભદ્ર હતા. જે એક મહાન આચાર્ય, શિક્ષક અને વિદ્વાન હતા.

એક પ્રાચીન શ્લોકથી જાણી શકાય છે કે પ્રસિદ્ધ ભારતીય ગણિત શાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી આર્યભટ્ટ પણ આ વિશ્વવિદ્યાલયના મુખ્ય રહ્યા હતા. તેમના લખેલા જે ત્રણ ગ્રંથોની જાણકારી રહેલી છે, તે છે, દશગીતિકા, આર્યભટ્ટીય અને તંત્ર. વિદ્વાન જણાવે છે કે તેમનો એક ગ્રંથ આર્યભટ્ટ સિદ્ધાંત હતો. તેના આજે માત્ર ૩૪ શ્લોક જ રહેલા છે. આ ગ્રંથનો ૭મી શતાબ્દીમાં ઘણો ઉપયોગ થતો હતો.

૩જી સદી સુધી વિશ્વવિદ્યાલયનું સંપૂર્ણ અવસાન થઇ ગયું. મુસ્લિમ ઈતિહાસકાર મીનહાજ અને તિબ્બતી ઈતિહાસકાર તારાનાથ ગ્રંથો ઉપરથી જાણવા મળ્યું છે કે આ વિશ્વવિદ્યાલયને તુર્કોના આક્રમણોથી ઘણું નુકશાન પહોચ્યુ. તારાનાથના જણાવ્યા મુજબ તીર્થકારો અને ભિક્ષુકોના આંતરિક ઝગડાથી પણ આ વિશ્વવિદ્યાલયની ગરિમાને ભારે નુકશાન પહોચ્યું. તેની ઉપર પહેલો આઘાત હુણ શાસક મિહિરકુલ દ્વારા કરવામાં આવ્યો. ૧૧૯૯માં તુર્ક આક્રમણકારી બખ્તિયાર ખીજલીએ તેને સળગાવીને સંપૂર્ણ નાશ કરી દીધી.