છેવટે મળી જ ગયો સફેદ વાળને કાળા કરવાનો અસરદાર ઉપાય, એક વાર જરૂર અજમાવીને જુઓ.

0
1753

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. તમે પણ જોયું હશે કે આજના સમયમાં લગભગ દરેકના વાળ સમય કરતા પહેલા જ સફેદ થઇ જાય છે. અને વાળ ખરવા કે સફેદ થઇ જવા વગેરેની સમસ્યા ઘણી સામાન્ય બની ગઈ છે. અને નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે.

જોવા જઈએ તો, હકીકતમાં આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ જ કંઈક એવા પ્રકારની થઇ ગઈ છે કે, તે પોતાના પર ધ્યાન જ નથી આપી શકતા. અને આ કારણે આપણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજના સમય પર ઘણા લોકો કેમીકલ યુક્ત વસ્તુઓનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે, જે વાળને જરૂર કરતા વધુ કમજોર બનાવી નાખે છે.

અહીંયા સુધી કે આજના મોર્ડન જમાનામાં તો લોકોને વાળમાં તેલ લગાવવું પણ ગમતું નથી. હવે સીધી વાત છે કે આપણા વાળને પૌષ્ટિકતા મળતી નથી, તો તેમનામાં મજબૂતાઈ ક્યાંથી આવે. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા આજે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ, તેનાથી ના ફક્ત તમારા વાળને પૌષ્ટિકતા મળે છે અને આનાથી તમારા સફેદ વાળ પણ કાળા થઇ જશે. અને સાથે તમારા વાળનો ગ્રોથ વધારવામાં પણ ખુબ મદદ કરશે.

આના ઉપયોગથી તમારા વાળ ઘણા લાંબા થઇ જશે. તો ચાલો આ ઉપાય વિષે તમને જણાવી દઈએ કે, તમારે એના માટે શું કરવાનું છે?

જણાવી દઈએ કે, સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તમારે મીઠો લીમડો અને નારિયેળના તેલની જરૂર પડશે. આ એજ મીઠો લીમડો છે જેનો ઉપયોગ તમે ખાવાનું બનાવવા માટે કરો છો. મીઠા લીમડામાં વધારે આર્યન જોવા મળે છે, જે તામરા વાળને સફેદ થતા બચાવે છે. અને આની મદદથી તમારા વાળ માંથી ડેન્ડ્રફ પણ ખત્મ થઇ જાય છે.

જેના કારણે આ વાળને મજબૂત બનાવવામાં ખુબ કામ આવે છે. અને નારિયેળનું તેલ તમારા વાળને ભરાવદાર બનાવી નાખે છે. તો ચાલો જાણીએ આને બનાવવાનું કેવી રીતે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.

બનાવવાની રીત :

આ ઉપાય કરવાં માટે સૌથી પહેલા એક વાટકામાં એક કપ નારિયેળનું તેલ લો, અને આમાં 20 થી 25 મીઠા લીમડાના પણ નાખીને આને સારી રીતે ઉકાળી લેવાનું છે. એમાં તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે, તમારે મીઠો લીમડો નારિયયેના તેલમાં જ ઉકાળવાનો છે. જયારે આ ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી નાખો. આ મિશ્રણને ઠંડુ થવા મૂકી દો અને તેને વાળના મૂળ સુધી સારી રીતે માલીશ કરીને લગાવો.

આને રાત્રે વાળમાં લગાવીને ઊંઘી જાઓ, અને સવારે આને શેમ્પુ અને કંડીશનર લગાવીને સારી રીતે ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયામાં એક વાર આ ઉપાયનો ઉપયોગ કરવાનો જ છે. કારણ કે ત્યારે જ તમને આની અસર જોવા મળશે. આ ઉપાય ઘણા લોકો દ્વારા કરવામાં આવેલ ઉપાય છે, અને આને તમે એક વાર જરૂર કરીને જુઓ તમને ફર્ક દેખાશે.