ફિલ્મ ‘ચીની કમ’ માં અમિતાભ બચ્ચન સાથે દેખાઈ હતી આ નાનકડી બાળકી, હવે તો ઓળખવી થઈ મુશ્કેલ.

0
339

ચીની કમની નાનકડી ‘સેક્સી’ થઈ ગઈ છે મોટી, સુંદરતામાં સ્ટાર કિડ્સને પણ આપે છે જોરદાર ટક્કર, જુઓ ફોટા. ફિલ્મ ચીની કમ અમિતાભ બચ્ચનની કારકિર્દીની સૌથી ઉત્તમ ફિલ્મોમાંથી એક રહી છે. આ ફિલ્મના પાત્ર આજ સુધી લોકોને યાદ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તબ્બુ તો જોવા મળ્યા જ હતા, સાથે એક બાળ કલાકારના અભિનયની પણ ઘણી પ્રશંસા થઇ હતી. તે બાળ કલાકારનું નામ સ્વીની ખરે છે. તેણે પણ ફિલ્મમાં કમાલનો અભિનય કર્યો હતો.

આ નાની બાળકીને ફિલ્મમાં અમિતાભ બચ્ચન સેક્સી કહીને બોલાવતા જોવા મળ્યા હતા. બીગ બી સાથે કામ કરવા છતાં પણ આ નાની એવી બાળકીનો આત્મવિશ્વાસ જોવા લાયક હતો. એક બીમાર બાળકીની ભૂમિકામાં સ્વીની ખરેએ દરેકના દિલ જીતી લીધા હતા. ફિલ્મમાં તે અમિતાભ બચ્ચનની પાડોશી હતી અને દોસ્ત પણ.

13 વર્ષમાં કેટલી બદલાઈ : ચીની કમને રીલીઝ થયાને 13 વર્ષ થઈ ગયા છે. સ્વીની ખરે જે ત્યારે માત્ર 9 વર્ષની હતી, તે આજે 22 વર્ષની થઇ ગઈ છે. તેના લુકમાં ઘણે અંશે ફેરફાર આવી ચુક્યો છે. આજની તારીખમાં તેને ઓળખવી પણ લોકો માટે ઘણું મુશ્કેલ થઈ ગયું છે. પરંતુ ફિલ્મો અને સીરીયલ્સમાં તેમણે જે ભૂમિકાઓ ભજવી છે, તે આજે પણ લોકોના મગજમાં એકદમ તાજી છે.

સ્વીની ખરેનો જન્મ 12 જુલાઈ, 1998 ના રોજ મુંબઈમાં થયો હતો. સ્વીની હવે 22 વર્ષની થઇ ગઈ છે. બોલીવુડમાં તેણે સૌથી પહેલા ફિલ્મ ‘પરિણીતા’ માં કામ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 7 વર્ષ હતી. તેના બે વર્ષ પછી 9 વર્ષની ઉંમરમાં સ્વીનીએ ‘ચીની કમ’ માં કામ કર્યું. સ્વીની તે ઉપરાંત પણ ઘણી ફિલ્મો અને ટીવી સીરીયલ્સમાં જોવા મળી ચુકી છે.

આ સીરીયલ્સમાં કર્યું કામ : ‘બા, બહુ ઔર બેબી’ અને ‘દિલ મિલ ગયે’ જેવા ટીવી શો માં સ્વીનીને કામ કરતા જોવામાં આવી છે. સ્વીની હોલીવુડ ફિલ્મ ‘આફ્ટર ધ વેડિંગ’ માં કામ કરીને પણ ઘણી પ્રશંસા મેળવી ચુકી છે. તે સિવાય જે ફિલ્મોમાં સ્વીનીએ કામ કર્યું છે તેમાં એલાન, સિયાસત, પાઠશાલા અને એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી સામેલ છે. તેના કામની હંમેશા દર્શકોએ પ્રશંસા કરી છે.

વર્ષ 2010 માં સ્વીની ફિલ્મ ‘કાલો’ માં કામ કરતા જોવા મળી હતી. સ્વર્ગસ્ત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ માં પણ સ્વીનીએ કામ કર્યું છે. તેણે આ ફિલ્માંમાં ધોનીની બહેનની બાળપણની ભૂમિકા ભજવી હતી. અક્ષય કુમારની ફિલ્મ પેડમેન જે 2017 માં રીલીઝ થઇ હતી, તેમાં પણ સ્વીની કામ કરતા જોવા મળી હતી. પેડમેન ફિલ્મ પછી સ્વીની અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.

આ કારણે ફિલ્મોથી થઇ દુર : સ્વીની ફિલ્મોથી દુર કેમ છે, તેના વિષે એક વખત તેણે પોતે જણાવ્યું હતું કે, તે કથક શીખી રહી છે અને તેમાં પોતાનો સમય આપી રહી છે. સાથે જ તેના અભ્યાસને લઈને પણ તે ગંભીર છે. સોશિયલ મીડિયામાં હાલમાં તે ઘણી જ સક્રિય જોવા મળે છે. બાળપણમાં સ્વીની જેટલી ક્યુટ દેખાઈ રહી હતી, હવે તેની સુંદરતા એટલી જ જોવા લાયક છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.