જાણો અસલી નકલીની ઓળખાણ, બહાર ઘી ના નામ પર હાડકા અને ચરબીના બનાવેલા ઘી નો કાળો વેપાર ચાલી રહ્યો છે.

0
2186

બજારમાં અસલી ઘી ના નામ પર નકલી ઘી વેચવાના ધંધા ચાલી રહ્યા છે. એટલે આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવાના છીએ કે, દેશી ઘી ની ઓળખાણ કેવી રીતે કરી શકાય. આ બાબતે આજે અમે તમને સંપૂર્ણ જાણકારી આપીશું. તો એના માટે તમે આ લેખને ધ્યાનથી વાંચજો. દેશી ઘી ને સારા સ્વાસ્થ્યનો અચુક ઉપાય માનવામાં આવે છે. પરંતુ બજારમાં મોટા પ્રમાણમાં જે ઘી વેચાઈ રહ્યું છે, તે સ્વાસ્થ્યને સુધારવાની જગ્યા પર એને નુકશાન પહોંચાડે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ઘી ના નામ પર જે ઘી વેચાઈ રહ્યું છે, તે હકીકતમાં તે ઘી છે જ નહિ. એમાં તો પ્રાણીઓની ચરબી, હાડકું અને કેમિકલ હોય છે. આખા દેશમાં મોટા પ્રમાણમાં ઘી ના નામ પર હાડકા અને ચરબીમાંથી બનાવેલા ઘી નો કાળો વેપાર ચાલી રહ્યો છે. ભેંસ, ગાય, બળદ અને ઉંટનું માંસ ઉકાળવામાં આવે છે, અને એ ઉકાળીને પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવે છે.

દેશી ઘી ને કેવી રીતે ઓળખવું તે જાણો :

દેશી ધી ની ચકાસણી કરવાં માટે દેશી નસલનું ઘી અથવા ભેંસનું શુદ્ધ ઘી એક લીટર લેવું, પછી તેને કોઈ વાસણમાં લઇ તેને ઉકાળી લેવું. જયારે તે સારી રીતે ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારી લો. ત્યારબાદ તે ઘી ને બીજા કોઈ વાસણમાં કાઢીને તેને ઢાંકીને 24 કલાક માટે મૂકી દો. 24 કલાક પછી તમે ઘી ને જોશો તો તે દાણેદાર બની ગયુ હશે, અને તેની સુગંધ પણ સારી આવતી હશે. એને ખાઈને જોવો અને ખાધા પછી પણ તમને સ્વાદમાં પણ તમને ઘી શુદ્ધ લાગશે. આ ઓળખાણ છે શુદ્ધ દેશી ઘી ની. તે દેસી ગાયનું કે ભેંસનું હોય છે.

હવે આજ પ્રક્રિયા બજારમાં મળતા ઘી સાથે કરો. જે તમને ડબ્બામાં પેક મળે છે. જયારે તમે આ ડબ્બામાં ભરેલ ઘી ને ગરમ કરીને ઠંડુ કરશો, ત્યારે જોશો કે ઘી નો રંગ બદલાઈ ગયો હશે. દાણાદારની જગ્યાએ આ ઘી અલગ જ જાતનું દેખાશે. સાથે જ એની સુગંધ ચાલી ગયી હશે, અને સ્વાદ ડાલડા ઘી જેવો લાગશે. (ડાલડા ઘી માં વારીયાણીનો રસ વગેરે નાખીને દેસી ઘી જેવું બનાવાય છે, જે તમારા હૃદયને ખુબ નુકશાન પહોંચાડે છે.)

બીજી રીતે ચકાસવું હોય તો, 5 ml ઓગળેલું ઘી લો અને તેમાં 5 ml હાઈડ્રો ક્લોરીક એસિડ નાખો, અને તેમાં એક ચપટી સાકર એડ કરી તેને 2 મિનિટ સુધી હલાવો. ઘી નો રંગ ગુલાબી કે લાલ થઇ જશે. આ નકલી ઘી ની ઓળખાણ છે.

તેમજ ધી માં શક્કરિયું કે બટાટાની ભેળસેળ હોવા પર, એવા ઘી ની તપાસ કરવાં માટે 5 ટીપા ઘી ટેસ્ટ ટ્યુબમાં લો. પછી તેમાં એક ટીપું આયોડીન સોલ્યુસન એડ કરો. જો ઘી નો રંગ બ્લુ થઇ જશે તો આ ધી માં બટાટા કે શક્કરિયું મિક્ષ કર્યું છે તેનો પુરાવો છે. આને ગરમ કરવાથી ઘી નો રંગ ઉડી જાય છે અને ઠંડુ થવા પર ઘી પાછું તેવા રંગનું બની જાય છે.

ઘી માં દૂધ કે દૂધની બનેલ વસ્તુને તપાસ કરવા માટે 1 ચમચી ઉકાળેલા ઘી માં 5 ml ડાઇલ્યૂટેક સર્ફ્યુરિક એસિડ એડ કરીને હલાવો. આનો રંગ ગુલાબી કે કેસરી થઇ જશે. તે ઘી માં કોલટારડાયની માત્રા જોવા મળે છે. ડાઇલ્યૂટેક સરફુરીક એસિડની જગ્યા પર તમે હાઈડ્રોક્લોરિક એસિડથી પણ તપાસ કરી શકો છો.

મિત્રો, આ હતી આપણું ઘી શુદ્ધ છે કે નહિ તે જાણવા માટેની રીતો. તમને પણ અન્ય રીત ખબર હોય તો કોમેન્ટમાં જણાવસો જેથી બીજાને પણ ઉપયોગી થાય. સાથે એક વાત ખાસ ધ્યાન રાખસો કે તમારી આસપાસ ક્યાય પણ આવું નકલી ઘી વગેરે વેચાતું હોય, તો ગુપ્ત રીતે સરકારી તંત્રનું ધ્યાન દોરસો જેથી કરીને આપણા જ ભાઈઓ બહેનોના સ્વાસ્થ્યને નુકશાન નાં પહોંચે.

અમે આશા કરીયે છે કે, તમે આ ખાસ રીતે તપાસ કરીને અસલી ઘી ને ઓળખશો, અને નકલી ઘી ને ખાવાનું બંધ કરી દેશો. કારણકે નકલી ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક હોય છે. તેના માટે નકલી ઘી ની ઓળખાણ કરવું ખુબજ જરૂરી છે. તેમજ એ પણ આશા રાખીએ છીએ કે, તમને આ લેખ જરૂર પસંદ આવ્યું હશે. આનાથી વધુ સારી જાણકારી આવાજ વિષયો પર આપવાની હંમેશા કોશિષ કરતા રહીશું. તમે પણ આ લેખને શેયર કરીને યોગદાન આપી શકો છો.