ચપટીમાં આ બીમારીઓને દૂર કરે છે કાળું મીઠું, ક્લિક કરી જાણો વિસ્તારથી

0
3341

સામાન્ય રીતે ભારતીય કાળું મીઠું રસોડામાં બનતી વાનગીઓનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પણ આયુર્વેદ સારવારમાં તેને એક ઔષધિ તરીકે ગણવામાં આવે છે. જણાવી દઈએ કે સામાન્ય દેખાતું આ કાળું મીઠું પેટની ખરાબી, સોજો, પેટ ફૂલવું, ગન્ડમાલા, હિસ્ટીરિયા, મોટાપો, ઊંચા લીહીનું દબાણ, થાઈરોઈડ, ચર્મ રોગો સાથે સાથે નબળી દ્રષ્ટિના રોગીઓ માટે ઘણું જ ઉપયોગી છે. અને આ મીઠું નિયમિત ખાવાના મીઠામાં ઉમેરીને લઇ શકાય છે. તેના ગુણ સિંધા મીઠા એટલે કે સિંધવ મીઠું જેવા જ છે.

મિત્રો જો તમારી પણ સ્વસ્થ જીવન જીવવાની ઈચ્છા છે તો એના માટે રોજ સવારે કાળું મીઠું પાણીમાં ભેળવીને પીવાનું શરુ કરી દો. આ મિશ્રણને સોલ્ટ વોટર કહેવામાં આવે છે. અને આ સોલ્ટ વોટરથી તમારું બ્લડ શુગર, બ્લડપ્રેશર, ઉર્જામાં સુધારો, મોટાપો અને બીજી જાતની બીમારીઓ તરત જ ઠીક થઇ જશે. પણ એક વાતનું જરૂર ધ્યાન રાખજો કે તમારા રસોડામાં રહેલા સાદા મીઠાનો પ્રયોગ ન કરશો. નહિ તો તે ફાયદો નહિ કરે. કાળા મીઠામાં ૮૦ ખનીજ અને જીવન માટે જરૂરી બધા કુદરતી તત્વ મળી આવે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, સફેદ મીઠાની સરખામણીએ કાળા મીઠામાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે. અને એ જ કારણ છે કે ભારતમાં ઊંચા લોહીના દબાણને કારણે ઓછું મીઠું ખાવા વાળાના આહારમાં કાળું મીઠું ઉમેરવાની ભલામણ કરી શકાય છે.

આવો તમને મીઠા વાળું પાણી બનાવવાની રીત જણાવીએ.

મીઠા વાળું પાણી બનાવવા માટે એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં એક ચમચીના ત્રીજા ભાગ જેટલી ચમચી કાળું મીઠું ભેળવો. પછી ગ્લાસને હલાવીને મીઠું ભેળવો અને ૨૪ કલાક માટે મૂકી રાખો. આ ગ્લાસને ઢાંકણથી ઢાંકી દો.

રોજ સવારે મીઠા વાળું પાણી પીવાથી થાય છે આ ફાયદા :

સ્વાદનો ખજાનો :

સામાન્ય રીતે ભારતીય કાળું મીઠું ચટણી, દહીં, અથાણું, સલાડ અને ઘણા ફળો સહીત અન્ય ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તે વાનગીઓમાં સ્વાદ ઉમેરવા માટે ઉત્તમ છે. તેમજ તે સામાન્ય રીતે શાકાહારી લોકો દ્વારા વધારે વાપરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં વધુ પરસેવાને લીધે શરીરે ગુમાવેલ મીઠાને પાછું મેળવવા માટે, ભારતીય કાળા મીઠાને સ્વચ્છ પીણામાં સ્વાદ લાવવા માટે ભેળવીને પીવામાં આવે છે.

ત્વચા રોગ :

તમને જાણીને નવાઈ લાગશે પણ મીઠામાં રહેલ ક્રોમીયમ એક્ને સામે લડે છે, અને સલ્ફરથી ત્વચા ચોખ્ખી અને કોમળ બને છે. તે ઉપરાંત મીઠાવાળું પાણી પીવાથી એગ્જીમા અને રેશની તકલીફ દુર થાય છે.

પાચન સુધારે :

જણાવી દઈએ કે મીઠા વાળું પાણી મોઢામાં લાળ વાળી ગ્રંથીને સક્રિય કરવામાં મદદ કરે છે. અને શરીરમાં સારી પાચન શક્તિ સ્થાપિત કરવા માટે આ પહેલું પગલું ખુબ જરૂરી છે. પેટની અંદર કુદરતી મીઠું હાઈડ્રોકલોરીક એસીડ અને પ્રોટીનને પચાવનાર ઇંજાઈમને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. તેનાથી ખાધેલું ભોજન તૂટીને આરામથી પચી જાય છે. તે ઉપરાંત ઈંટેસ્ટાઇનીલ ટ્રેકટ અને લીવરમાં પણ ઇંજાઈમને ઉત્તેજિત થવામાં મદદ મળે છે, જેનાથી ખાવાનું પચવામાં સરળતા રહે છે.

વાળ માટે :

જો તમે રોજ કાળા મીઠાનું સેવન કરો છો, તો તમારા વાળમાં થવા વાળી રુસીની સમસ્યા ઘણી જલ્દી જ દૂર થઇ જાય છે. અને એટલું જ નહીં કાળું મીઠું તમારા વાળોની મજબૂતીને પણ હંમેશા માટે કાયમ રાખવામાં મદદગાર સાબિત થાય છે.

સાંધાનો દુઃખાવો :

જો તમારા શરીરની માંસપેશીઓમાં હંમેશા દુઃખાવો રહે છે કે પછી સાંધામાં દુઃખાવો બની રહે છે, તો કાળું મીઠું તમને આરામ આપવી શકે છે. સાંધાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે કપડામાં એક કપ કાળું મીઠું નાખીને એને બાંધીને પોટલી બનાવો. ત્યારબાદ એને કોઈ પેનમાં ગરમ કરો અને એનાથી સાંધાનો શેક કરો. આવું દિવસમાં 2-3 વાર કરો.

ખંજવાળ :

જો તમારી ચામડી સુકી છે અને ઘણી ખંજવાળ આવી રહી છે, તો કાળા મીઠાના પાણીથી ન્હાવું તમને ઘણો ફાયદો આપશે.

ઊંઘ લાવવામાં મદદગાર :

જાણકારી માટે જણાવી દઈએ કે અપરિષ્કૃત મીઠામાં રહેલ ખનીજ આપણા તંત્રિકા તંત્રને શાંત કરે છે. મીઠું, કોર્ટી સોળ અને એડનલીન જેવા બે ખતરનાક સ્ટ્રેસ હાર્મોનને ઓછા કરે છે. તેથી તેનાથી રાત્રે ઊંઘ લાવવામાં મદદ મળે છે.

ફાટેલી એડીઓ :

ફાટેલી એડીઓ માટે આ પણ એક સરસ ઉપાય છે. એના માટે એક ગરમ પાણીની ડોલમાં કાળું મીઠું નાખીને એમાં પગને દુબાડો. તેનાથી તમારી એડીઓ ઠીક થઇ જશે.

મોટાપો ઘટાડે :

એક કપ અથવા એક ગ્લાસ પાણીમાં કાળું મીઠું નાખીને મિશ્રણ બનાવો. પછી એક ચમચી લીંબુનો રસ એમાં ઉમેરો. તરસ લાગવા પર દિવસમાં ઘણી વાર આ મિશ્રણ પીવો. એવું કરવાથી તમારા પેટમાં ચરબી જમા નહિ થાય. એનાથી અને ન ફક્ત મોટાપો રોકાશે પણ તમારું વજન પણ ઓછું થશે. તેમજ તે પાચનને સારું કરીને શરીરની કોશિકાઓ સુધી પોષણ પહોચાડે છે, જેથી મોટાપાને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ખાંસી જુકામ :

જો તમારું નાક બંધ છે અને ગળામાં ખરાશ છે, તો કાળું મીઠું તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. તમારા ઈનહેલરમાં થોડું કાળું મીઠું નાખીને દિવસમાં બે વાર લો. તમને ફાયદો થશે.

ગેસથી છુટકારો :

જો ગેસથી છુટકારો મેળવવો છે, તો એક કોપરના વાસણને ગેસ પર ચડાવો પછી એમાં કાળું મીઠું નાખીને એને થોડીવાર માટે ગ્રામ કરો. હવે એનો રંગ બદલાય જાય એટલે ગેસ બંધ કરી દો. પછી એમાંથી અડધું મીઠું લઈને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી લો. એનાથી તમે ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

શરીરને વિજાતીય પદાર્થોથી મુક્ત કરે છે :

જાણકારી માટે જણાવી દઈએ કે કાળા મીઠામાં ઘણા બધા ખનીજ હોવાને કારણે તે એન્ટીબેક્ટેરીયલનું કામ પણ કરે છે. તેના કારણે જ શરીરમાં રહેલ ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે.

હાડકા મજબુત કરે :

મિત્રો ઘણા બધા લોકોને એ વાતની ખબર નથી હોતી કે આપણું શરીર આપણા હાડકા માંથી કેલ્શિયમ અને ખનીજ ખેંચે છે. એનાથી આપણા હાડકામાં નબળાઈ આવી જાય છે. તેથી મીઠા વાળું પાણી તે મિનરલ ઉણપની પુરતી કરે છે અને હાડકાને મજબુતી પૂરી પાડે છે.

ઊંચા લોહીના દબાણને કંટ્રોલ કરે :

આ મીઠું તમારા આરોગ્ય અને સોંદર્યમાં પણ સુધારો કરે છે. તેમાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે તેથી ઊંચા લોહીના દબાણ વાળા લોકો માટે સારું રહે છે. તે ઉપરાંત તે સુંદરતાને નિખારે છે.

સાવચેતી :

જાણકારી માટે જણાવી દઈએ કે જે લોકોને ઊંચા લોહીના દબાણની વધુ તકલીફ હોય, તેમણે આ પ્રયોગ સાવચેતી પૂર્વક કરવો જોઈએ. જો તેનાથી તેમનું બ્લડપ્રેશર વધે તો પછી આ પ્રયોગ ન કરવો.