ચપટી ભર કંકુનો આ ઉપાય તમને બનાવી શકે છે લાખોપતી, વિશ્વાસ ન હોય તો એક વખત અજમાવી જુવો.

0
2952

કંકુ વિષે તો તમે બધા જાણો જ છો કે, આપણે ત્યાં તેનું કેટલું મહત્વ છે. મિત્રો આપણા ભારતીય સમાજમાં કંકુને સુહાગનું પ્રતિક માનવામાં આવે છે. અને દરેક પરણિત મહિલાઓ કંકુને પોતાના સેંથામાં લગાવે છે. એવું માનવામાં આવે છે કે પરણિત મહિલાઓનો સેંથો ખાલી ન રહેવો જોઈએ, કેમ કે એમ કરવું અશુભ માનવામાં આવે છે.

અને ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, પરણિત મહિલાઓ કંકુ એટલા માટે સેંથામાં લગાવે છે, જેથી તેના પતીનું આયુષ્ય લાંબુ થાય. તે ઉપરાંત તમે જોયું હશે કે કંકુ દેવી-દેવતાઓને પણ ચડાવવામાં આવે છે. અને કંકુનો ઉપયોગ ટોના ટોટકા માટે પણ કરવામાં આવે છે. તેવામાં આજે અમે તમને કંકુ સાથે જોડાયેલા ટોટકા વિષે જણાવવાના છીએ જે કરવાથી તમે લાખોપતી બની શકો છો.

૧. જણાવી દઈએ કે, જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં પૈસાની તંગી ન રહે, તો તેના માટે તમે શુક્રવારના દિવસે કાળી હળદરની એક ગાંઠમાં કંકુ લગાવીને એક લાલ કપડામાં લપેટીને મુકી દો. તે ઉપરાંત કપડામાં બે સિક્કા પણ મુકી દો. હવે આ થેલાને તમારી તિજોરીમાં મુકી દો. એમ કરવાથી તમારા ઘરમાં હંમેશા પૈસા રહેશે.

૨. તમારા જીવનમાં હંમેશા કોઈ ને કોઈ પ્રકારની તકલીફો રહે છે. તો તમે મંગળવારે અને શનિવારે ચમેલીના તેલમાં કંકુ ભેળવીને હનુમાનજીને ચડાવી દો. તેની સાથે ચણા અને ગોળનો પ્રસાદ પણ ચડાવો. આ પ્રક્રિયાને સતત પાંચ અઠવાડિયા સુધી કરો.

૩. કંકુનો અન્ય એક ઉપાય સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં લોહીની કમી કે કોઈ જાતનું ઇન્ફેકશન છે, કે પછી લોહી સાથે જોડાયેલી કોઈ બીમારી છે. તો તેને ઠીક કરવા માટે મુઠ્ઠી ભર કંકુ લઈને તેને પોતાની ઉપરથી સાત વખત ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયને સતત પાંચ દિવસ કરો.

૪. કંકુ તમને સમાજમાં સન્માન મેળવવા માટે પણ ઉપયોગી થશે. એના માટે એક પાનના પાંદડા ઉપર થોડી ફટકડી અને કંકુ મૂકી દો. હવે તેને વાળીને પીપળાના ઝાડ નીચે કોઈ પથ્થરની નીચે દબાવી દો. ધ્યાન રહે કે બુધવારના દિવસે આ ટોટકો કરવાનો છે. અને આ પ્રક્રિયા કર્યા પછી પાછા વળીને જોવાનું નથી. આ પ્રક્રિયાને સતત ત્રણ બુધવાર કરો.

૫. પૈસાની તંગી દુર કરવાં માટે તમે એક પાણી વાળા નારીયેલ ઉપર કંકુનો ચાંદલો કરો. હવે આ નારીયેલને એક લાલ કપડામાં બાંધીને પૂજાના સ્થાન ઉપર મુકી દો. જો તમે ધારો તો એને તમારી દુકાનમાં પણ રાખી શકો છો. હવે આ નારીયેલને ધૂપ ધુમાડો બતાવો. આમ કરવાથી તમારી આર્થિક તકલીફ જલ્દી જ ઉકેલાઈ જશે.

૬. મિત્રો, જો તમારા ઉપર દેવું ખુબ વધી ગયું છે, અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો તેના માટે તમે એક ડબ્બીમાં શિયાળ સિંગીના નાકના વાળને મૂકી દો. હવે પુષ્ય નક્ષત્રમાં તેની ઉપર લાલ કંકુને ચડાવી દો. જો તમે આમ કરો છો તો તેનાથી તમારી રૂપિયા પૈસાની તકલીફ જલ્દી જ દુર થઇ જશે.

૭. મિત્રો ઘણી વખત એવું પણ થાય છે કે, આપણા ઘર ઉપર કોઈની ખરાબ નજર લાગી જાય છે. તો એ ખરાબ નજરથી છુટકારો મેળવવા પણ કંકુ તમારી મદદ કરી શકે છે. એના માટે રવિવારના દિવસે ઘરના મુખ્ય દરવાજા ઉપર તેલમાં કંકુ ભેળવીને ચાંદલો લગાવી દો. આ પ્રક્રિયા તમે એક મહિનો સતત કરો.

૮. તેમજ જો તમે સ્કુલની પરીક્ષા કે કોઈ હરીફાઈમાં સફળ થવા માંગો છો, કંકુ તમારી મદદ કરી શકે છે. એના માટે ગુરુ પુષ્ય યોગ, શુકલ પક્ષ અને બુધવારે ગણેશ ભગવાનના મંદિરમાં કંકુનું દાન કરી દો. તેનાથી તમારી બુદ્ધીનો વિકાસ ઝડપથી થશે અને પરીક્ષામાં તમને સફળતા પણ મળશે.