પસંદ ના આવે જો આધારમાં પોતાનો ફોટો, તો આવી રીતે કરો અપડેટ.

0
1305

હાલના સમયમાં આપણે કોઈપણ બીજા શહેરમાં ફરવા માટે જઈએ છીએ, ત્યારે કોઈપણ સ્થળે રોકાવા માટે જેમ કે ગેસ્ટહાઉસમાં કે ધર્મશાળામાં આપણી પાસે આધાર કાર્ડ જરૂર માંગતા હોય છે. રેલ્વેમાં પણ રિઝર્વેશન ટીકીટ ચેક કરતી વખતે આધાર કાર્ડની માંગણી કરવામાં આવે છે. એટલે કે દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. તેથી આપણી પાસે આધાર કાર્ડ હોવું ખુબ જરૂરી છે.

દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. આધાર કાર્ડ એક દસ્તાવે જ નહિ, પરંતુ એક ઓળખ પત્ર છે. કોઈપણ નાણાકીય લેવડ દેવડ અને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ઘણું જરૂરી છે. આધાર કાર્ડ બહાર પાડવા વાળી સંસ્થા ભારતીય વિશેષ ઓળખ સંસ્થા (UIDAI) લોકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. તેની હેઠળ તમે આધારમાં તમારો ફોટો પણ અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં નંબર, સરનામું અને તમારી બીજી માહિતી બદલવાની રીત તો બધાને ખબર છે. પરંતુ હવે આધારમાં તમારો ફોટો પણ બદલી શકો છો. આધારમાં તમારો ફોટો અપડેટ કરવાની બે રીત છે. આવો જાણીએ તેના વિષે.

તમે યુઆઈડીએઆઈના ક્ષેત્રીય કાર્યાલયને પત્ર લખીને આધારમાં તમારો ફોટો અપડેટ કરવા માટે વિનંતી કરી શકો છો. અરજી સાથે જ તમારે તમારો નવો ફોટો અને આધાર કાર્ડની નકલ મોકલવાની રહેશે. જો તમારી અરજી સ્વીકારવામાં આવે, તો આશરે ૧૫ થી ૨૦ દિવસમાં તમને તમારું નવું આધાર કાર્ડ મળી જશે.

આવો જાણીએ આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવાની બીજી રીત.

એના માટે સૌથી પહેલા તમારે યુઆઇડીએઆઈની સત્તાવાર વેબસાઈટ પરથી એનરોલમેંટ ફોર્મ ડાઉનલોડ કરી તેને ભરવાનું રહેશે. હવે તમારે નજીકના આધાર એનરોલમેંટ સેન્ટર (AEC) ઉપર જવું પડશે. એનરોલમેંટ ફોર્મ તમારે આધાર સેન્ટરમાં એકઝીકયુટીવને આપવાનું રહેશે. ફોર્મ સાથે તમારા બાયોમેટ્રિક પણ માંગવામાં આવશે.

હવે એકઝીકયુટીવ તમારો નવો ફોટો લેશે. આ કામના ચાર્જના રૂપમાં તમારે ૨૫ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. ૨૫ રૂપિયા ઉપર તમારે જીએસટી પણ આપવાનો રહેશે. ત્યાર પછી તમને એક પહોંચ આપવામાં આવશે. જેમાં યુઆરએન નંબર હશે. આ યુએનઆર નંબરની મદદથી તમે અપડેટની સ્થિતિ ચેક કરી શકશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.