કિસાન વિકાસ પત્રમાં નાણાં મંત્રાલયે કર્યા છે આ ફેરફાર, હવે આટલા દિવસમાં થશે પૈસા ડબલ, જાણો વિગત

0
6849

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. પોતાની કમાણીમાંથી બચત કરવી એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. અને જો એ બચતનું ક્યાંક રોકાણ કરીને એને વધારવામાં આવે, તો એ ઘણી સારી વાત કહેવાય છે. લોકો અલગ અલગ જગ્યાએ પોતાની મૂડીનું રોકાણ કરીને વ્યાજ મેળવે છે. ઘણા બેંકમાં તો ઘણા પોસ્ટ ઓફિસમાં, તો ઘણા મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરે છે. એમાંથી એક છે કિસાન વિકાસ પત્ર. અને હાલમાં એમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, હાલમાં ઘટતા વ્યાજદરોને ધ્યાનમાં રાખીને સરકારે કિસાન વિકાસ પત્ર (KVP) માં રોકાણ કરવામાં આવેલ રૂપિયાને બમણાં કરવા માટે એક મહિનાની સમયમર્યાદા વધારીને 9 વર્ષ અને 5 મહિના કરી દીધી છે. આ બાબતે કિસાન વિકાસ પત્રમાં ફેરફાર કરીને નાણા મંત્રાલયે જ જણાવ્યું હતું કે, 1 જુલાઈ 2019 થી કિસાન વિકાસ પત્રમાં, ‘9 વર્ષ અને 5 મહિના’ અથવા ‘9 વર્ષ અને 4 મહિનાની જગ્યાએ 113 મહિનામાં કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરાયેલ રકમ બે ગણી થશે.

એ પણ જણાવી દઈએ કે, કિસાન વિકાસ પત્ર પર મળતા વ્યાજ દર સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે ઘટાડીને 7.6 ટકા કરાયો છે, જે એપ્રિલ – જૂનના સમયગાળામાં 7.7 ટકા હતો. સરકારની નાની બચતની યોજનાઓમાં દર ત્રિમાસિક સત્રમાં વ્યાજદરમાં સુધારો કરવામાં આવે છે. જેને જાણકારી ન હોય એમને જણાવી દઈએ કે, વ્યક્તિ પોતાના પૈસાની બચતનું કિસાન વિકાસ પત્રમાં 1000 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકે છે. એટલે કે કિસાન વિકાસ પત્ર 1,000 રૂપિયા, 5,000 રૂપિયા, 10,000 રૂપિયા અને 50,000 રૂપિયાના મૂલ્યમાં રજૂ કરવામાં આવે છે.

આ કિસાન વિકાસ પત્રને પોસ્ટઓફિસમાં વેચવામાં આવે છે, તેમજ આ પ્રમાણપત્રના પ્રકાશનની તારીખથી અઢીવર્ષ પછી એને ઇનકેશ કરી શકાય છે. અને અઢીવર્ષ પછી પોતાની જમા રકમ ઉપાડવાના કિસ્સામાં વ્યક્તિને રોકાણ કરવામાં આવેલ દરેક 1,000 રૂપિયા પર રૂપિયા 1,173 રૂપિયા મળે છે. 3 વર્ષ પછી આ રકમ 1,211 રૂપિયા થશે અને સાડા ત્રણવર્ષ પછી આ રકમ 2525 રૂપિયા થશે. આ રીતે આ રકમ સમય સાથે ધીમે ધીમે વધતી જશે અને 9 વર્ષ અને 5 મહિના પછી બમણી થશે.

તમે પોસ્ટ ઓફિસમાં જઈને કિસાન વિકાસ પત્ર વિષે વિસ્તૃત માહિતી મેળવી શકો છો. ત્યાં તમને આને લગતી તમામ માહિતી મળી શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.