થાપેલાં છાણાં વેચવા વાળી આ છોકરીએ ઉભું કર્યુ 700 કરોડનું સામ્રાજ્ય, 1-2 નહિ 8 કંપનીની માલિક છે આજે

0
4385

એક કહેવત ઘણી પ્રચલિત છે કે તમારા ઈરાદા મજબુત હોય તો વેરાન જમીનને પણ બગીચો બનાવી શકાય છે. આજે અમે એક એવી મહિલા વિષે તમને જણાવીશું, જેમણે આ કહેવત સાચી સાબિત કરી દેખાડી છે. એમનું નામ છે કલ્પના સરોજ. આજે અમે તમને એક ગરીબ દલિત છોકરીની સાચી વાર્તા જણાવીશું.

એમણે જીવનમાં પતિની યાતનાઓ સહન કરી, સમાજના મેણાં સહ્યા અને એ બધાથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પણ કદાચ નસીબમાં કંઈક બીજું જ હતું. અને આજે તે પોતાના દરેક સપના સાકાર કરી શકે એટલી શક્તિશાળી બની ગઈ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ‘કલ્પના સરોજ’ આજે 700 કરોડની કંપનીની માલિક છે. કલ્પના વર્તમાન સમયમાં કરોડોનું ટર્નઓવર કરવાં વાળી કંપની ‘કમાની ટ્યુબ્સ’ ની ચેરપર્સન છે. અને તેમને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એના સિવાય કલ્પના સરોજ કમાની સ્ટીલ્સ, કેએસ ક્રિએશનસ, કલ્પના બિલ્ડર એન્ડ ડેવલોપર્સ, કલ્પના એસોસિએટ્સ જેવી ઘણી કંપનીઓની માલિક છે.

મિત્રો આ બધી કંપનીઓનું રોજનું ટર્નઓવર કરોડોનું છે. તેમજ ભારત સરકાર દ્વારા કલ્પનાને સમાજસેવા અને સાહસિકતા માટે પદ્મશ્રી અને રાજીવ ગાંધી રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા છે. અને દેશ-વિદેશમાં બીજા પણ બધા પુરસ્કારો એમને મળ્યા છે. મિત્રો ક્યારેક 2 રૂપિયા રોજ કમાવવા વાળી કલ્પના આજે 700 કરોડના સામ્રાજ્ય પર રાજ કરે છે.

ચાલો જાણીએ કલ્પનાએ કઈ રીતે આટલું મોટું સામ્રાજ્ય ઉભું કર્યું.

અમે જેની વાત કરી રહ્યા છે તે કલ્પનાનો જન્મ દુકાળનો શિકાર બનેલા મહારાષ્ટ્રના ‘વિદર્ભ’ માં થયો હતો. તેમના ઘરની પરિસ્થિતિ ખરાબ હતી, અને એ કારણે તે છાણા બનાવીને વેચતી હતી. એમના પરિવારે 12 વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન એનાથી 10 વર્ષ મોટા છોકરા સાથે કરાવી દીધા. કલ્પના વિદર્ભથી મુંબઈની ઝુપડપટ્ટીમાં આવી ગઈ. એનું ભણવાનું અટકી ગયું. અને સાસરામાં ઘરેલુ કામમાં જરા ભૂલ થવા પર એમને રોજ માર પડતો હતો.

એમના શરીર પર ઘા પડી ગયા હતા, અને એમની જીવવાની ઈચ્છા પણ પુરી થઇ ગઈ હતી. એક દિવસ આ નર્કથી ભાગીને કલ્પના પોતાના ઘરે આવી ગઈ. જેની સજા કલ્પનાની સાથે તેના પરિવારને પણ મળી. પંચાયતે એના પરિવારના ખોરાક-પાણી બંધ કરી દીધા. ખોરાક-પાણી સાથે કલ્પનાને જીવનના બધા રસ્તા બંધ થતા નજરે આવવા લાગ્યા.

હવે કલ્પના પાસે જીવવાનું કોઈ કારણ રહ્યું ન હતું. આથી એક દિવસ તેમણે જંતુનાશક દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પણ પરિવારની એક મહિલા એ જોઈ ગઈ અને તેનો જીવ બચાવી લીધો.

જયારે કલ્પનાને એમના જીવનના ટર્નિગ પોઈન્ટ વિષે પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે, આત્મહત્યાનું પગલું તેમના જીવનમાં મોટો વળાંક લાવ્યું. તેમણે વિચાર્યુ કે હું શું કામ જીવ આપી રહી છું, કોના માટે? જો હું પોતાના માટે જીવું, કંઈક મોટું મેળવવાનું વિચારું, કઈ નહીં તો પ્રયત્ન તો કરી જ શકું.

અને પછી નવા વિચાર સાથે 16 વર્ષની ઉંમરે કલ્પના પાછી મુંબઈ આવી. પણ આ વખતે માર ખાવા નહીં પણ એક નવા જીવનની શરૂઆત કરવા. મુંબઈ પહોંચેલી કલ્પનાને કળા તરીકે કપડાં સીવતા આવડતું હતું. તેણે એક ગારમેન્ટ કંપનીમાં નોકરી શરુ કરી. અહીં તેને 1 દિવસની 2 રૂપિયા મજૂરી મળતી હતી જે ઘણી ઓછી હતી. આથી કલ્પનાએ પોતે બ્લાઉઝ સીવવાનું કામ શરુ કર્યુ. એ સમયે એમને 1 બ્લાઉઝના 10 રૂપિયા મળતા હતા.

પણ એ દરમ્યાન જ કલ્પનાની બીમાર બહેન ઈલાજ ન થવાને કારણે મૃત્યુ પામી. આ ઘટના પછી કલ્પના અંદરથી ખરાબ રીતે તુટી ગઈ. પણ તેણે પોતાની જાતને ફરી તૈયાર કરી લીધી. એમણે વિચાર્યુ કે રોજ 4 બ્લાઉઝ સીવું તો 40 રૂપિયા મળશે અને ઘરની મદદ પણ થશે. એણે વધારે મેહનત કરી, દિવસના 16 કલાક કામ કરીને કલ્પનાએ પૈસા ભેગા કાર્ય અને ઘરવાળાની મદદ કરી.

આ દરમયાન કલ્પનાએ જોયું કે સિલાઈના કામમાં ઘણો સ્કોપ છે અને તેણે એને બિઝનેસની રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. તેણે દલિતોને મળવા વાળી 50,000 ની સરકારી લોન લઈને એક સિલાઈ મશીન અને બીજા સામાન ખરીદ્યા અને એક બુટીક શોપ ખોલી. દિવસ-રાતની મહેનતથી બુટીક શોપ ચાલવા લાગી તો કલ્પના પોતાના પરિવાર વાળાને પણ પૈસા મોકલવા લાગી.

ધીમે ધીમે બચતના પૈસાથી એમણે એક ફર્નિચર સ્ટોર પણ શરુ કર્યો, અને તેને પણ સારો પ્રતિભાવ મળ્યો. એની સાથે તેણે બ્યુટી પાર્લર પણ ખોલ્યું અને સાથે રહેવા વાળી છોકરીઓને એનું કામ શીખવ્યું. કલ્પનાએ બીજીવાર લગ્ન કર્યા પણ પતિનો સાથ લાંબા સમય સુધી ન મળ્યો. 2 બાળકોની જવાબદારી કલ્પના પર છોડી બીમારીના કારણે એના પતિનું મૃત્યુ થયું.

પણ કલ્પનાના સંઘર્ષ અને મેહનતને જાણવા વાળા લોકો એમના ફેન બની ગયા, અને મુંબઈમાં તેમને ઓળખ મળવા લાગી. આ દરમ્યાન જ કલ્પનાને જાણવા મળ્યું કે 17 વર્ષથી બંધ પડેલી ‘કમાની ટ્યુબ્સ’ નામની કંપનીને સુપ્રીમ કોર્ટે તેના કામદારો સાથે શરુ કરવા કહ્યું. અને કંપનીના કામદારો પણ કલ્પનાને મળ્યા અને કંપનીને ફરીથી શરુ કરવા માટે મદદ માંગી. જણાવી દઈએ કે આ કંપની ઘણા વિવાદોને કારણે 1988 થી બંધ પડી હતી.

અને પછી કલ્પનાએ એમના વર્કરો સાથે મળીને મહેનત અને ઈરાદાના બળ પર 17 વર્ષોથી બંધ કંપનીને શરુ કરી અને એમાં ફરીથી જીવ ફૂંકી દીધો. કલ્પનાએ જયારે કંપની સંભાળી ત્યારે વર્કરોને ઘણાં વર્ષોનો પગાર મળ્યો ન હતો, કંપની પર કરોડોનું સરકારી કરજ પણ હતું, કંપનીની જમીન પર જમીન માલિક કબ્જો જમાવીને બેઠા હતા, મશીનોના પાર્ટ્સ કાં તો કટાઈ ગયા હતા કે ચોરાઈ ગયા હતા, મિલકતી અને લીગલ વિવાદ પણ હતા.

પણ કલ્પનાએ હિમ્મત નહીં હારી અને દિવસ રાત મહેનત શરુ જ રાખી. એમણે કંપની સાથે જોડાયેલા દરેક વિવાદ હટાવ્યા અને મહારાષ્ટ્રના વાડામાં નવી જમીન પર ફરીથી સફળતાનો ઇતિહાસ લખી નાખ્યો. કલ્પનાની મહેનતનો જ કમાલ છે કે આજે ‘કમાની ટ્યૂબ્સ’ કરોડોનું ટર્નઓવર આપી રહી છે.

કલ્પના જણાવે છે કે તેમને ટ્યુબ બનાવવા વિશે કશુ પણ ખબર હતું નહીં, અને મેનેજમેન્ટ પણ આવડતું હતું નહીં, પરંતુ વર્કરોના સહયોગ અને શીખવાની લગનને કારણે આજે એક દિવાળીયા થઇ ગયેલી કંપનીને સફળ બનાવી દીધી.