ચંપલ વિના વીત્યું બાળપણ, ભણતરના જોરે મેળવી સફળતા અને બની ગયા ઈસરોના અધ્યક્ષ, જાણો એમના વિષે.

0
685

વિજ્ઞાન ઘણું પ્રગતી કરી ચુક્યું છે, આજના સમયમાં માનવી ચંદ્ર ઉપર પહોચી ચુક્યો છે, અને તેના માટે વૈજ્ઞાનિકો અવનવી ઘણી શોધ પણ કરતા રહે છે. હાલમાં જ ભારત તરફથી ચંદ્રયાન-૨ ની સફળતા પૂર્વક છોડવાની કામગીરી કરવામાં આવી છે.

તમિલનાડુથી કન્યાકુમારી જીલ્લાના સરાક્કલવિલાઈ ગામના એક ખેડૂતનો દીકરો કૈલાશવડીવુ સિવન (કે.સિવન) આજે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) ના અધ્યક્ષનો હોદ્દો સંભાળી રહ્યા છે. તે ઉપરાંત તે ચંદ્રયાન-૨ મિશનનું નેતૃત્વ પણ કરી રહ્યા છે. સિવને એક સરકારી સ્કુલમાં તમિલ માધ્યમથી ભણ્યા છે. નાગેરકોયલના એસટી હિંદુ કોલેજ માંથી તેમણે સ્નાતક કર્યું. સિવને ૧૯૮૦માં મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) માંથી એનરોનોટીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો.

ત્યાર પછી તેમણે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાઈંસીઝ (આઈઆઈએસસી) માંથી એન્જીનીયરીંગમાં સ્નાતકોત્તરનો અભ્યાસ કર્યો. ૨૦૦૬માં તેમણે આઈઆઈટી બોમ્બે માંથી એયરોસ્પેસ એન્જીનીયરીંગમાં પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી. સિવન સ્નાતક કરવા વાળા પોતાના કુટુંબના પહેલા સભ્ય છે. તેમના ભાઈ અને બહેન ગરીબીને કારણે પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરી શક્યા ન હતા.

તેમણે કહ્યું, જ્યારે હું કોલેજમાં હતો તો હું ખેતરમાં મારા પિતાને મદદ કરતો રહેતો હતો. તે કારણ હતું કે પિતાએ મારો પ્રવેશ ઘરની પાસે કોલેજમાં કરાવ્યો હતો. જયારે મેં ૧૦૦ ટકા માર્ક્સ સાથે બીએસસી (ગણિત) પૂરું કરી લીધું તો તેમણે પોતાનો વિચાર બદલી લીધો. મારું બાળપણ ચપ્પલ વગર અને સેન્ડલ વગર પસાર થયું છે. મેં કોલેજ સુધી ધોતી પહેરી હતી. જયારે હું એમઆઈટી માં ગયો ત્યારે પહેલી વખત મેં પેન્ટ પહેર્યું હતું.

સિવન ૧૯૮૨માં ઈસરોમાં જોડાયા હતા. અહિયાં તેમણે લગભગ દરેક રોકેટ કાર્યક્રમમાં કામ કર્યું છે. જાન્યુઆરી ૨૦૧૮માં ઈસરો અધ્યક્ષનો હોદ્દો સંભાળતા પહેલા તે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (બીએસએસસી) ના નિર્દેશક હતા. તે સેન્ટર રોકેટ બનાવે છે. તેમણે સાઈક્રોજેનિક એન્જીન, પીએસએલવી, જીએસએલવી અને રિયુસેબલ લોન્ચ વ્હીકલ કાર્યક્રમોમાં યોગદાન આપવાને કારણે ઈસરોના રોકેટ મેન કહેવામાં આવે છે.

તેમણે ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ભારત દ્વારા એક સાથે ૧૦૪ ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઈસરોનો વિશ્વ રેકોર્ડ પણ છે. રોકેટ નિષ્ણાંત સિવનને નવરાશના સમયે તમિલ ક્લાસિકલ ગીત સાંભળવા અને ગાર્ડનીંગ કરવું ગમે છે.

તેમની મનપસંદ ફિલ્મ રાજેશ ખન્નાની ૧૦૬૯માં આવેલી આરાધના છે. તેમણે કહ્યું, જયારે હું બીએસએસસીનો નિર્દેશક હતો, ત્યારે મેં તિરુવનંતપૂરમ આવેલા મારા ઘરના બગીચામાં ઘણા પ્રકારના ગુલાબ ઉગાડ્યા હતા. હવે બેંગલુરુમાં મને સમય મળી શકતો નથી.

૧૫ જુલાઈના રોજ જયારે ચંદ્રયાન-૨ પોતાના મિશન માટે ઉડાડવામાં આવી રહ્યું હતું કે થોડા કલાક પહેલા ટેક્નીકલી કારણોસર તેને અટકાવી દેવું પડ્યું. ત્યાર પછી સિવને એક ઉચ્ચ કક્ષાની ટીમ બનાવી જેથી ખામી જાણી શકાય અને તેને ૨૪ કલાકની અંદર ઠીક કરી દીધી અને સાત દિવસ પછી ચંદ્રયાન-૨ને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યું. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૪ કલાકમાં ટેક્નીકલી ખામી દુર કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રસંશા કરી હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.