‘ચાચા જાન’ ના જબરજસ્ત ઠુમકાએ એમને બનાવ્યા સોશિયલ મીડિયા સેંસેશન, વાયરલ થયો વિડીયો

0
682

સોશિયલ મીડિયા આજકાલ દરેકના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. સોશિયલ મીડિયા પર રોજ કોઈને કોઈ વિડીયો કે ફોટો વાયરલ થતા રહે છે. એમાંથી અમુક કુદરતની સુંદરતા દેખાડે છે, તો અમુક કુદરતનું રૌદ્ર સ્વરૂપ. અમુક ફોટા કે વિડીયો આપણને ખુશ કરે છે, તો અમુક ભાવુક કરી છે. એવામાં લોકોને ફની ફોટા અને વિડીયો જોવા વધારે ગમે છે. કારણ કે આખા દિવસના તણાવથી દૂર લઇ જવામાં તે આપણી મદદ કરે છે.

એવામાં સોશિયલ મીડિયા પર ફની ડાંસ વિડીયો ઘણા વાયરલ થતા હોય છે, જે આપણું મનોરંજન કરે છે. અને હાલમાં એવો જ એક વિડીયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી તમારું હાસ્ય કદાચ જ રોકાઈ શકશે.

આ વાયરલ વિડીયોમાં એક વૃદ્ધ 1951 માં આવેલ રાજ કપૂર અને નરગિસની ફિલ્મ ‘આવારા’ ના એક ગીત ‘ઘર આયા મેરા પરદેસી’ પર નાચતા દેખાઈ રહ્યા છે. એમની આસ પાસ ભીડ જમા છે, જે એમનો આ ડાંસ જોઈને તાળીઓ વગાડી તેમને જોવાનો આનંદ લઈ રહ્યા છે.

આ ચાચાનો ડાંસ જોઈને એવું લાગી રહ્યું છે કે, જાણે ઉંમર એમના માટે એક આંકડો છે. આ વિડીયોને ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ શેયર કર્યો છે.

વિડીયો શેયર કરતા એમણે કેપ્શનમાં લખ્યું કે, ‘તમે નાચવાનું બંધ કરો છો કારણ કે તમે વૃદ્ધ થઈ જાવ છો, પણ તમે વૃદ્ધ થઈ જાવ છો કારણ કે તમે નાચતા નથી. આ ચાચાજાનને જુઓ.’ મિત્રો, જણાવી દઈએ કે આ ડાંસને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને તે વ્યક્તિની ખુબ પ્રશંસ કરી રહ્યા છે. કોઈએ એમને સુપર તો કોઈએ રોકસ્ટાર જણાવી દીધા.

જુઓ વિડીયો :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.