બોલીવુડના આ 5 સ્ટાર્સને છૂટાછેડા પછી પણ થયો ફરીથી પ્રેમ અને હવે જોઈ રહ્યા છે લગ્નની રાહ.

0
399

ફરહાન અખ્તર જાવેદ અખ્તરના દીકરા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું જોરદાર નિર્દેશન અને સુંદર અભિનયને કારણે જ ફરહાને દરેક લોકોના દિલોમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. આજકાલ ફરહાન અખ્તર પોતાના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં જળવાઈ રહ્યા છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ૨૦૨૦ માં ફેબ્રુઆરી મહિનામાં ફરહાન અખ્તર પોતાની ગર્લફ્રેન્ડ શિવાની દાંડેકર સાથે લગ્ન કરવાના છે.

બોલીવુડમાં આવા બીજા પણ ઘણા કલાકારો છે જે છૂટાછેડા લીધા પછી ફરી વખત લગ્ન કરવાના છે, આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા થોડા એવા એવા સેલેબ્રીટીઝ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે એક વખત છૂટાછેડા થયા પછી ફરી વખત લગ્ન કરવાના સમાચારોને લઈને ચર્ચામાં છે.

ફરહાન અને શિવાનીના ફેબ્રુઆરી ૨૦૨૦ માં લગ્ન કરવાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ફરહાને પોતાના પહેલા લગ્ન અધૂના સાથે વર્ષ ૨૦૦૦ માં કર્યા હતા. લગ્નના ૧૭ વર્ષો પછી બંને એ જુદા થવાનો નિર્ણય લીધો. ત્યાર પછી ફરહાનને શિવાની સાથે પ્રેમ થઇ ગયો, હવે આ બંનેના લગ્નના સમાચારો સામે આવી રહ્યા છે.

મલાઈકા અરોડા

મલાઈકા અરોડા બોલીવુડની એક ઘણી જ સુંદર અને બોલ્ડ હિરોઈન છે, મલાઈકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કામની સાથે સાથે પોતાની રીલેશનશીપને લઈને ચર્ચામાં રહે છે. મલાઈકા અરોડાના પહેલા લગ્ન અરબાજ ખાન સાથે થયા હતા, પરંતુ લગ્નના ઘણા વર્ષો પછી ૨૦૧૬ માં મલાઈકા અને અરબાજના છૂટાછેડા થઇ ગયા. અરબાજ ખાન સાથે છૂટાછેડા લીધા પછી આજકાલ મલાઈકા અરોડાનું નામ અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. એવા સમાચાર આવી રહ્યા છે કે ટૂંક સમયમાં મલાઈકા લગ્નના બંધનમાં બંધાવાની છે.

અરબાઝ ખાન :

અરબાઝ ખાન અને મલાઈકા અરોડાએ ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. પરંતુ ૨૦૧૬ માં બંને અલગ થઇ ગયા. મલાઈકા અરોડા પછી અરબાજ ખાનને જોર્જીયા એન્ડ્રીયા સાથે પ્રેમ થઇ ગયો. આજકાલ બંને રીલેશનશીપમાં છે. અરબાજ અને જોર્જીયાને મોટાભાગે એક સાથે જોવા મળે છે. બંનેની આવતા વર્ષે લગ્ન કરવાના સમાચારો છવાયેલા છે.

કલ્કી :

કલ્કીએ ૨૦૧૧ માં નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બનેના આ લગ્ન લાંબો સમય સુધી ચાલી ન શક્યા અને બંનેએ છૂટાછેડા લઇ લીધા. કલ્કીએ અનુરાગ કશ્યપને ભૂલીને જીવનમાં આગળ વધવાનો નિર્ણય કર્યો, અને હવે તે હર્ષ વર્ગ સાથે રીલેશનશીપમાં છે. કલ્કી હર્ષના બાળકની માતા બનવાની છે.

અર્જુન રામપાલ :

અર્જુન રામપાલે ૧૯૯૮ માં મેહર જેસીયા સાથે લગ્ન કર્યા હતા, પણ લગ્નના ૨૦ વર્ષ પછી ૨૦૧૮માં બંને અલગ થઇ ગયા. અર્જુન અને મેહરના છૂટાછેડા વિષે કોઈ સાચી જાણકારી મળી નથી, પણ આજકાલ અર્જુન ગેબ્રીએલા સાથે રીલેશનશીપમાં છે. થોડા સમય પહેલા ગેબ્રીએલાએ અર્જુન રામપાલના દીકરાને જન્મ આપ્યો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.