સીસીટીવી કેમેરાની દેખરેખમાં થશે લર્નિગ લાઇસન્સની પરીક્ષા જાણો વધુ વિગત

0
775

આજનો સમય ડીઝીટલ સમય ગણવામાં આવે છે, અને દરેક કામ ઝડપી બની ગયા છે, તેની સાથે તાલમેલ જાળવી રાખવા માટે દરેક દોડધામમાં રહે છે અને તેના માટે દરેક પાસે પોતાનું વાહન પણ હોય છે, જેથી દરેક કામ માટે યોગ્ય સમય ફાળવી શકે, અને દરેક કામને પહોચી વળે, તેના માટે વાહન હોવું જરૂરી છે અને આ વાહન ચલાવવા માટે સરકાર દ્વારા થોડા નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે, જેનો અમલ પણ દરેક વાહન ચાલકે જરૂર કરવાનો રહે છે.

સરકાર ડીએલને આધાર નબર સાથે જોડવાની કરી રહી છે તૈયારી

કેન્દ્રીય રોડ મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા મુજબ દેશમાં ૩૦ ટકા ડ્રાઈવિંગ લાયસન્સ નકલી છે. એટલે સરકારે નકલી ડ્રાઈવિંગ લાયસન્સ અટકાવવા માટે મોટર વાહન નિયમ ૨૦૧૯ નવી જોગવાઈ કરી છે. તેની હેઠળ દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સ (ડીએલ) ને આધાર નંબર સાથે જોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ લર્નિંગ ડીએલ માટે સીસીટીવીની દેખરેખ હેઠળ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.

નિયમ તોડવા ઉપર થશે ભારે દંડ

મોટર વાહન નિયમ ૨૦૧૯ મંગળવારે લોકસભામાં પાસ થઇ ગયું છે. તેમાં વારંવાર નિયમ તોડવા વાળા ચાલકોને ડ્રાઈવિંગ લાઇસન્સ રદ્દ કરવાની પણ જોગવાઈ છે. સાથે જ વાહન પણ છ મહિના માટે જપ્ત કરવામાં આવી શકે છે. દારુ પી ને વાહન ચલાવવું, કાર રેસિંગ કરવી, હેલ્મેટ ન પહેરવું, ઓવર લોડીંગ, મોબાઈલ ઉપર વાત કરવી અને અબુલેંસને રસ્તો ન આપવા ઉપર દંડની જોગવાઈ કરવામાં આવી છે. નાની ઉંમરના વાહન ચલાવે તો વાહન માલિક કે પાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

નિયમમાં કરવાના આવેલી જોગવાઈ

રાષ્ટ્રીય રોડ સુરક્ષા બોર્ડ બનશે, જે રોડ સુરક્ષાને મજબુત કરવાના ઉપાય સુચવશે.

વાહન ખરીદ્યા પછી મીકેનીકલ ઇલેક્ટ્રિક ખરાબી હોય તો વાહન ઇન્સ્પેકટર તપાસ કરશે.

અકસ્માત અટકાવવા માટે ટાયરોની કિનારીમાં રેસીસ્ટંટ પ્રિન્ટ જરૂરી.

રાજમાર્ગની બનાવટમાં ગોટાળો હશે તો બનાવવા વાળી કંપનીને દંડ ચૂકવવો પડશે.

વાહનમાં મીકેનીકલ ખરાબી હોય, તો બનાવવા વાળી કંપનીને વાહન પાછુ આપવાનું રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.