આ છે ખરજવાના કારણો, પ્રકાર, લક્ષણો અને સારવાર, જાણીલો અને શેયર કરો જેથી જરૂરિયાત વાળાને કામ લાગે.

0
2369

મિત્રો ઘણા લોકોને ખરજવાનો રોગ થયો હોય છે. આમ તો એને આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં “Dermetits” અંગ્રેજીમાં “એકઝીમાં” ના નામથી ઓળખવામાં આવે છે. અને આ રોગને આયુર્વેદમાં “વિચર્ચિકા” ના નામથી ઓળખવામાં આવે છે. પણ આપણે ત્યાં સામાન્ય ભાષામાં લોકો આને ખરજવાના નામથી જાણે છે.

જણાવી દઈએ કે, ખસની જેમ આ રોગ પણ ઘણો વ્યાપક છે. સૌથી વધુ પેટર્ન દવાઓ ખરજવાની જ બહાર પાડવામાં આવી છે. અને તે જ તેની વ્યાપકતા બતાવે છે. આ રોગ દરદીઓને ખુબ જ કષ્ટદાયક થઇ પડે છે. જે ખાસ કરીને શરીરના અમુક ભાગોમાં જ વધુ જોવા મળે છે. દા.ત., પગના પંજા ઉપરનો ભાગ, સાથળનો સાંધો, કમરનો ભાગ, હાથના કંડાવાળો ભાગ વગેરે. અને આ એવો રોગ છે જે એક વખત મટી ગયા બાદ ફરી-ફરી થાય છે.

ખરજવાના કારણો :

1. વિરુદ્ધ અન્નપાનનું સેવન કરવાથી આ રોગ થાય છે. ઉદાહરણ તરીકે દૂધ+ખીચડી, દૂધ+ગોળ, દૂધ+માછલી, દૂધ+માંસ, દૂધ+ઈંડા, દૂધ+ડુંગરી, દૂધ+મૂળા, દૂધ+મોગરી, દૂધ+ટમેટા, દૂધ+મીઠું વગેરે.

2. દહીં, અડદ, તલ, જેવા પદાર્થોના અતિ સેવનથી.

3. ભોજનોત્તર મૈથુનક્રિયા કરવાથી.

4. ગોળની વાનગીઓ, દૂધની બનાવટોનું અતિશય સેવન કરવાંથી.

5. શરીર અને મનનો સંતાપ.

6. પાચકર્મના અપચાથી.

7. અજીર્ણ થવાથી અને વારંવાર ખાવાથી.

8. ઠંડી અને ગરમ વસ્તુ આ બંને અનુક્રમે લેવાંથી.

9. બોઇલર પાસે કામ કરવાથી, રંગ-રસાયણના કારખાનામાં કામ કરવાથી, મીઠાના અગરોમાં કામ કરવાથી.

ખરજવાના પ્રકારો :

તેના મુખ્યત્વે બે પ્રકાર છે :

1. સૂકું ખરજવું (Dry eczema) :

2. લીલું ખરજવું (Wiping eczema) :

આ ઉપરાંત આધુનિક વિજ્ઞાન પ્રમાણે :

1. એલર્જિક ડર્મેટાઇટિસ : એલર્જિક ડર્મેટાઇટિસ એટલે કે જેમાં શ્વાસ ચડે છે, અને ખરજવું ગાયબ થઇ જાય છે. અને જયારે ખરજવું વધે ત્યારે શ્વાસ ચડતો ઓછો થઇ જાય છે, મટી જાય છે.

2. ઈંફેકટવ ડર્મેટાઇટિસ : આ પ્રકારના ડર્મેટાઇટિસમાંથી પાણી, લોહી અને પરુ નીકળે છે. તેમજ પુષ્કળ બળતરા થાય છે. લાંબા સમય પછી પાણી બંધ થઇ જાય છે, અને તે કોરું બની જાય છે.

બંને પ્રકારના ખરજવામાં ઉપરોક્ત લક્ષણો જોવા મળે છે. આ રોગની શરૂઆતમાં ખંજવાળ આવે છે.

ખરજવાના લક્ષણ :

1. શરીરમાં કોઈ પણ ભાગ ઉપર ફોલ્લીઓ થવી.

2. એમાં શરૂઆતમાં નાની કે મોટી ફોલ્લીઓ થાય.

3. તેમાં ખંજવાળ આવે છે અને સ્ત્રાવ થાય છે.

4. તેમજ તેમાં ખણવાથી તે વધે છે.

5. ચામડીનો રંગ કાળો પડી જાય છે.

6. ખંજવાળ વધુ આવતી હોવાથી સતત ખણવાની ઈચ્છા થાય છે.

7. નખમાં તેના જીવાણું ભરાઈ છે અને તે શરીરના બીજા ભાગોમાં પણ ખરજવું કરે છે.

8. શરૂઆતમાં ખરજવું લીલું હોય છે, પણ સમય જતા તે સૂકું બને છે.

9. દરેક ચામડીના રોગોની જેમ આ રોગમાં પણ ચામડીની અસ્વચ્છતા મુખ્ય ભાગ ભજવે છે.

10. એમાં શરૂઆતમાં પાણી જામે છે. ત્યાર બાદ કોરું થઇ જાય છે. અંદરના સ્ત્રોત બંધ થઇ જવાના કારણે તે વધુ કઠણ બની જાય છે.

11. કેટલાક દર્દીઓને શ્વાસ પણ ચડે છે.

સારવાર :

1. દર્દીને બે વાર દૂધ સાથે રસમાણીકય 1/4 ગ્રામ આપવી.

2. એની સારવાર માટે પ્લક્ષ(પીપળા) ની અંતરછાલની રાખ બનાવી કોપરેલ સાથે કાલવીને લગાવવી.

3. ખરજવાવાળા ભાગને લીમડાના પાન નાખી ઉકાળેલા પાણીથી બરાબર સાફ કરી, ખરબચડા કપડાથી ઘસીએ સાફ કરવું.

4. લીલા ખરજવા ઉપર ખેરના છાલની ભૂકી ભભરાવો. તેમાંથી સ્ત્રાવ બંધ થાય અને તે કોરું બને એટલે સૂકા ખરજવાનો મલમ લગાડવો. સૂકા ખરજવાનો મલમ ગુલાબી મલમ 20 ગ્રામ, નિમ્બતેલ 20 મિ.ગ્રામ, કરંજતેલ 20 મિ.ગ્રામ મિક્સ કરી મલમ બનાવી દિવસમાં બે વાર લગાવવો.

5. સારિવાદિવટી 3 ગોળી 2 વાર લેવી.

6. આરોગ્ય મિશ્રણ 4 ગોળી 2 વાર લેવી.

7. સીરપ નીમોલ, સીરપ હિમોકલીન 20 મિ.લી બે વાર.