ભવિષ્યમાં થનારી ઘટનાઓને પહેલા જ જાણી લે છે બિલાડી, આપે છે તમને આ 5 મોટા સંકેત

0
3315

પ્રાચીન કાળથી બિલાડીને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. બિલાડી વિષે ન ફકત લોકો વાત કરે છે, પણ શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવામાં હવે જમાનો બદલાય ગયો છે. અને લોકો હવે બિલાડી પાળવા લાગ્યા છે. પણ માનો કે ન માનો બિલાડી તમારા ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત સંકેત તમને આપે છે. પછી ભલે તમે એને અંધવિશ્વાસ કહો કે કંઈ બીજું કહો. એ તમારા પર નિર્ભર કરે છે. તો ચાલો જાણીએ અમારા આ લેખમાં શું ખાસ છે?

આપણા દેશમાં ઘણા પ્રકારની માન્યતાઓ છે. લોકોનું માનવું છે કે જો બિલાડી આપણો રસ્તો કાપી લે તો તે અશુભ કહેવાય છે. અને કંઈક અશુભ ન થાય એટલા માટે કેટલાક વ્યક્તિ પોતાનો રસ્તો પણ બદલી દે છે, અથવા તો એ રસ્તા પરથી બીજા કોઈના પસાર થઈ જવા પછી જ રસ્તો ક્રોસ કરે છે. બિલાડી દ્વારા રસ્તો કાપવાની આ માન્યતાને કારણે લોકો પોતાનો રસ્તો બદલી નાખે છે, કારણ કે એમને લાગે છે કે એમની સાથે કંઈક અશુભ થઈ જશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દરેક વખતે બિલાડી દ્વારા રસ્તો કાપવાથી અશુભ નથી થતું. એવું કેમ? તો બિલાડી જો તમારી ડાબી તરફથી જમણી તરફ જતા રસ્તો કાપે તો એ તમારા માટે અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે દરેક વખતે બિલાડી દ્વારા રસ્તો કાપવાથી અશુભ નથી થતું, પણ એના થોડા શુભ સંકેત પણ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બિલાડી રાહુની સવારી છે અને રાહુ એક એવો ગ્રહ છે, જેના કુંડળીમાં આવવાથી તમારો સામનો ઘણા પ્રકારની મુશ્કેલીઓ સાથે થવા લાગે છે.

મોટાભાગના લોકો નથી જાણતા કે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય કરતા વધારે સક્રિય છે. જેના દ્વારા એને થનારી ઘટનાઓ વિષે પહેલાથી જ ખબર પડી જાય છે. એવામાં બિલાડી એ ઘટના વિષે આપણને જણાવવા પ્રયત્ન કરે છે. પણ આપણે એને ધ્યાન બહાર કરી દઈએ છીએ. આજે અમે તમને બિલાડીના થોડાં વ્યવહાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તે આપણને કોઈ ને કોઈ સંકેત આપવા પ્રયત્ન કરે છે. તો ચાલો જાણીએ એ યાદીમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે.

1) જેમને પણ પોતાના ઘરમાં બિલાડીના રડવાનો અવાજ સંભળાય છે, તો એનો અર્થ થાય છે કે તમારી સાથે કંઈક અઘટિત થવાનું છે.

2) જો કોઈ બિલાડી તમારા શરીરને કૂદીને પાર કરી જાય, તો તમારે સમજી જવું જોઈએ કે તમે કોઈ મુશ્કેલીમાં પડવાના છો.

3) ઊંઘતા વ્યક્તિને જો બિલાડી ચાટવા લાગે, તો તે એ વાતનો સંકેત હોય છે કે તમને કોઈ પ્રકારના સરકારી ઝંઝટમાં ફસાવાના છો. બિલાડીના પગ ચાટવાથી એક સંકેત તમારી બીમારીનો પણ હોય છે.

4) જણાવી દઈએ કે દિવાળીના શુભ દિવસે બિલાડીનું તમારા ઘરમાં આવવું શુભ માનવામાં આવે છે. આ ખાસ દિવસે બિલાડીઓના આવવાથી આખું વર્ષ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં રહેશે.

5) જો તમારી આસપાસ અથવા તમારા ઘરમાં બિલાડીઓ લડી રહી છે, તો એનો સંકેત એવો થાય છે કે તમારો કોઈની સાથે ઝગડો થવાનો છે. બિલાડી જો તમારા ઘરમાં રાખેલા દૂધને ચુપચાપ પી જાય છે, તો તે એ વાતનો સંકેત હોય છે કે તમારા ઘરમાં રાખેલા ધનનો નાશ થઈ શકે છે, અર્થાત તમે બિલાડીઓના આ સંકેતને ધ્યાન બહાર ન કરો.