હવે આ બેંકે એટીએમમાંથી પૈસા ઉપાડવાના બદલ્યા નિયમ, જાણો શું છે નવા નિયમ.

0
279

જો તમારું આ બેંકમાં છે ખાતું તો જાણી લો એટીએમ સંબંધિત આ નવા નિયમ, નહિ તો મુશ્કેલીમાં મુકાઈ જશો. પંજાબ નેશનલ બેંક (પીએનબી) ના ગ્રાહકો માટે ઘણા મહત્વપૂર્ણ સમાચાર છે. પંજાબ નેશનલ બેંક 1 ડિસેમ્બરથી એટીએમમાંથી કેશ ઉપાડવાની રીતમાં પરિવર્તન કરવા જઈ રહી છે. જો તમારું ખાતું પણ પંજાબ નેશનલ બેંકમાં છે, તો આ સમાચાર તમારા માટે જ છે. આવો જાણીએ પંજાબ નેશનલ બેંક શું ફેરફાર કરી રહી છે.

પંજાબ નેશનલ બેંક 1 ડિસેમ્બરથી એટીએમમાંથી કેશ ઉપાડવાની રીતમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. છેતરપિંડીના બનાવો વધતા જોઈને પીએનબી પોતાના ગ્રાહકોના હિતમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની રીતને વધારે સુરક્ષિત બનાવવા માટે, વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ નવી સિસ્ટમ 1 ડિસેમ્બરથી લાગુ થશે. તેના અંતર્ગત એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે બેંકમાં રજીસ્ટર નંબર પર આવેલો ઓટીપી આપવો પડશે. આ નિયમ 10 હજાર રૂપિયાથી વધારે કેસ ટ્રાંઝેક્શન પર લાગુ થશે. બેંકે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.

પીએનબીની ટ્વીટ અનુસાર, 1 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યાની વચ્ચે PNB 2.0 એટીએમમાંથી એકવારમાં 10,000 રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા હવે ઓટીપી સિસ્ટમ પર આધારિત હશે. એટલે કે આ કલાકોમાં 10 હજારથી વધારે રકમ ઉપાડવા માટે પીએનબી ગ્રાહકોને ઓટીપીની જરૂર પડશે. એટલા માટે ગ્રાહક પોતાનો મોબાઈલ સાથે લઇ જવાનું ના ભૂલે.

જણાવી દઈએ કે, પંજાબ નેશનલ બેંકમાં યુનાઇટેડ બેંક ઓફ ઈંડિયા અને ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ મર્જ થઈ ગઈ છે, જે 1 એપ્રિલ 2020 થી પ્રભાવી થશે. આ મર્જર પછી જે એંટિટી અસ્તિત્વમાં આવી છે, તેને PNB 2.0 નામ આપવામાં આવ્યું છે. બેંકની ટ્વીટ અને મેસેજમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ઓટીપી બેઝડ કેશ વિડ્રોવલ PNB 2.0 એટીએમ પર જ લાગુ થશે. એટલે કે ઓટીપી આધારિત કેશ ઉપાડની સુવિધા પીએનબી ડેબિટ/એટીએમ કાર્ડથી અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા પર લાગુ નથી થાય.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.