ચાલતી કારનું ફાટી જાય ટાયર, તો ન કરો આ ભૂલ, જાણી લો આવી ઈમરજન્સીમાં શું કરવું જોઈએ.

0
1827

મિત્રો દુનિયામાં દરેક જગ્યાએ રોડ અકસ્માત થતા જ રહે છે. અને આપણા ભારતની વાત કરીએ તો આપણે ત્યાં હાઇવે પર ઘણા અકસ્માત થતા જોવા મળે છે. જેમાં ઘણી વાર વાહનનું ટાયર ફાટી જવું પણ અકસ્માતનું કારણ બને છે. સ્વાભાવિક છે કે જયારે પણ આપણે હાઇવે પર કાર ચાલવતા હોઈએ છીએ, ત્યારે કાર વધારે ગતિએ ચલાવતા હોઈએ છીએ.

અને જયારે કોઈ પણ કાર ફૂલ સ્પીડમાં દોડતી હોય, અને કારનું ટાયર ફાટી જાય અથવા તો તેમાંથી હવા નીકળી જાય ત્યારે ઘમાકો થયો હોય તેવો અવાજ આવે છે. જેનાથી કારનો ડ્રાઈવર ગભરાઈ જાય છે. જેના કારણે તે કારને સાંભળવાને બદલે કારની બ્રેક લગાવી દે છે. જેનાથી કાર ઉભી રહી જાય છે, પરંતુ એ વાત ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે, આવી પરિસ્થિતિમાં ક્યારેય બ્રેક મારવી જોઈએ નહિ.

આ તમારી સૌથી મોટી ભૂલ થઇ શકે છે, અને જે મોટાભાગના લોકો આ ભૂલ કરી નાખે છે. આના કારણે કાર અસંતુલિત થઇ જાય છે અને અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.

કયા કારણે ન મારવી જોઈએ બ્રેક :

સામાન્ય સ્થિતિમાં કારનું એન્જીન કારને આગળની તરફ લઈ જાય છે. પણ જયારે ચાલતી કારનું ટાયર ફાટી જાય છે, તો જે તરફનું ટાયર ફાટી જાય છે તે તરફ કાર ખેંચાતી જાય છે. આવી પરિસ્થિતિમાં કારનું એન્જીન કારને આગળ તો લઈ જ જાય છે, પણ ફાટેલા ટાયરને કારણે કાર બીજી બાજુ ખેંચાય છે. જેનાથી આપણી કાર તો આગળ વધે છે પણ બીજી બાજુ પણ તેનું ખેંચાણ થાય છે.

હવે આવી કોઈ પરિસ્થિતમાં આપણે બ્રેક મારીએ તો કાર તો રોકાય જાય છે, પણ બીજી બાજુ કારનું જે ટાયર ફાટેલું હોય તે બાજુ આપણી કાર ખેંચાઈ જાય છે, જેનાથી કાર બીજી બાજુ ઠોકાવાની અથવા તો પલટવાની સંભાવના વધી જાય છે, અને આ ઘટના થોડીજ સેકેન્ડોમાં થઇ જાય છે, અને સંતુલિત કરવા માટે તમને સમય પણ નથી મળતો એટલે આવી સ્થિતિમાં બ્રેક મારવી નહિ.

આવી પરિસ્થિતિ આવી જાય તો પહેલા બ્રેક મારવી નહિ અને ગભરાવવું નહિ :

જાણકારી માટે જણાવી દઈએ કે, કાર ચલાવતા સમયે જે સાઈડનું ટાયર ફાટ્યું હોય જેમ કે જમણી સાઈડનું ટાયર ફાટ્યું હોય, તો તમારે કારને ચલાવતા રહેવાનું છે. અને કાર એ તરફ ખેંચાવાની જગ્યાએ સિધી રહે તેમ એનું સંતુલન કરવાનું છે. આ સાથે સ્ટિયરિંગને પકડીને કારને કંટ્રોલ કરવાની છે, કારણ કે આવી સ્થિતિમાં કાર એ દિશામાં વાળવાનો પ્રયત્ન કરશે અને સ્ટિયરિંગ વ્હીલ પણ એ દિશામાં જશે, એટલે માટે સ્ટિયરિંગ વ્હીલ પર કંટ્રોલ રાખવું જોઈએ.

અને તમારે ફક્ત એક વાર સ્ટિયરિંગ વ્હીલને કંટ્રોલ કરી, અને કારને તમારા કંટ્રોલમાં કરી લીધા બાદ કારની ઝડપ ધીરે ધીરે ઓછી કરતા જવાનું છે. એટલા માટે તમારે કારનું એક્સિલરેટર ધીમેથી છોડવાનું છે. જેથી કાર ધીમેથી રોકાઈ જાય.

કાર તમારા કંટ્રોલમાં થઇ ગયા બાદ જયારે તમને લાગે કે કાર ધીમે થઇ ગયી છે, તો તમારે કારને રોડની સાઈડમાં લઇ જવાની છે અને જો તમને લાગે હમણાં બ્રેક લગાવવી જોઈએ ત્યારે તમારે કારની બ્રેક લગાવવી જોઈએ.

ધ્યાન રહે કે, જયારે પણ તમે કાર હાઇવે પર લઇ જાઓ ત્યારે તમારે કારના સ્ટિયરિંગ વીલને બંને હાથથી પકડીને કાર ચલાવવી જોઈએ. અને જયારે કાર હાઇવે પર લઇ જાવ ત્યારે કારમાં ટ્યૂબલેસ ટાયરનો ઉપયોગ કરો તો વધારે સારું રહે છે. કારણ કે ટ્યૂબલેસ ટાયર હશે તો ટાયર ફાટવાની અથવા અચાનક હવા નીકળવાની સંભાવના ઓછી થઇ જશે. બાકી સૌથી મહત્વનું છે આવા ઈમરજન્સીનાં સમયે તમારી સમય સુચકતા જ. બાકી બધી સમજ વ્યર્થ થઈ જાય છે.