જો કોઈ તમારી પાસે કેરી બેગના પૈસા માંગે, તો આ સમાચાર વંચાવી દેજો

0
1138

આપણે લોકો જયારે કોઈ મોલ અથવા કોઈ દુકાનમાંથી સામાન ખરીદીએ છીએ, તો એ લોકો આપણી પાસે કેરી બેગના એક્સ્ટ્રા પૈસા માંગે છે. અને સાચું માનો તો એ પૈસા આપતા સમયે મન ઘણું દુઃખી થાય છે. પણ આ દિવસોમાં ચંદીગઢનો એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને દરેક લોકો ચકિત રહી ગયા છે. હકીકતમાં થયું એવું કે ડોમિનોઝને 14 રૂપિયાની કેરી બેગ એક વર્ષ પછી 10 લાખ રૂપિયાની પડી.

ચંદીગઢ ઉપભોક્તા ફોરમના આદેશોને સ્ટેટ કમીશનમાં પડકાર આપવા ડોમિનોઝ પિઝા વેચવા વાળી કંપની જુબીલેન્ટ ફૂડ વર્કસ લિમિટેડે માંગવી પડી છે. સ્ટેટ કમીશનના ઉપભોગતા કોરમના આદેશને સાચો જણાવતા બે અલગ અલગ મામલામાં ડોમિનોઝ પર લગભગ 10 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. સ્ટેટ કમીશને કેરીબેગ માટે પૈસા લેવા મોટો દંડ ફટકાર્યો છે. સ્ટેટ કમીશને કહ્યું કે, કંપની લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવે છે. એમને એવું કરવાનો કોઈ અધિકાર નથી.

જો કે કંપનીએ પોતાના પક્ષમાં દલીલ આપી હતી કે, પીઝાને પહેલાથી જ એક કાર્ડબોર્ડ બોક્સમાં પેક કરીને ઉપભોક્તાને આપે છે. એવામાં તે કોઈને કેરીબેગ આપવા માટે ઉત્તરદાયી નથી. સ્ટેટ કમિશને એમની આ દલીલને માની નહિ. સેક્ટર 28 સી નિવાસી વકીલ પંકજ ચાંદગોઠિયાએ ઉપભોગતા ફોરમમાં સેક્ટર સી સ્થિત ડોમિનોઝ, જુબીલેન્ટ ફૂડ વર્ક્સ લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં એમણે જણાવ્યું કે, બે પીઝા લેવા માટે એમણે પોતાના ડ્રાઈવરને સ્ટોરમાં મોકલ્યા હતા. બે રેગ્યુલર પીઝા માટે 306 રૂપિયા માંગવામાં આવ્યા.

વકીલ પંકજ ચાંદગોઠિયાએ જયારે બિલ જોયું તો એમાં કેરીબેગના 14 રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો હતો. એમણે આરોપ લગાવ્યો હતો કે, સ્ટોરમાં ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો કે, કેરીબેગ માટે અલગથી ચાર્જ લેવામાં આવશે. કેરીબેગની બંને તરફ ડોમિનોઝનો લોકો પ્રિન્ટ હતો. ફરિયાદ કરનારે આરોપ લગાવ્યો કે, ગ્રાહકો પાસેથી કેરી બેગ માટે પૈસા ચાર્જ કરીને કંપની પોતાની જાહેરાત કરી રહી છે. એક અન્ય ફરિયાદી જીતેન્દ્ર બંસલે પણ ડોમિનોઝ વિરુદ્ધ કેરીબેગના 14 રૂપિયા લેવાની ફરિયાદ કરી હતી.

ફોરમે 14 રૂપિયા પાછા આપવા અને માનસિક પીડા અને ત્રાસ માટે 100 રૂપિયા વળતર અને 500 રૂપિયા મુકદ્દમાનો ખર્ચ આપવા આદેશ આપ્યો. સાથે જ કંપનીને રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ ચંદીગઢના સેક્રેટરીના નામ પર કન્ઝ્યુમર લીગલ એડ એકાઉન્ટમાં 10 હજાર રૂપિયા પણ જમા કરવાનો આદેશ આપ્યો. ડોમિનોઝ પિઝાએ આ આદેશોને સ્ટેટ કમિશનમાં પડકાર આપ્યો. પછી સ્ટેટ કમિશને બે મામલામાં અલગ અલગ આદેશ આપ્યા જે નીચે ઉજબ છે.

1. કંપની સમાન ખરીદવા વાળા પોતાના બધા ગ્રાહકોને મફતમાં કેરીબેગ આપે.

2. ફરિયાદકર્તાઓ પાસેથી ખોટી રીતે લીધેલા 14 રૂપિયા પાછા આપવામાં આવે.

3. માનસિક પીડા અને ત્રાસ સહન કરવા કરવા મુકદ્દમાના ખર્ચના રૂપમાં ફરિયાદકર્તાને 1500 રૂપિયા વળતર આપવામાં આવે.

4. કંપની રાજ્ય ઉપભોગતા વિવાદ નિવારણ આયોગ ચંદીગઢના સેક્રેટરીના નામ પર કન્ઝ્યુમર લીગલ એડ એકાઉન્ટમાં 10 હજાર રૂપિયા પણ જમા કરાવે.

5. ડોમિનોઝ પિઝાને આદેશ આપવામાં આવ્યો કે, તે પીજીઆઈના ગરીબ રોગી કલ્યાણ નિધિમાં 4 લાખ 90 હજાર રૂપિયા જમા કરાવે.

કંપનીનો લોકો પ્રિન્ટ ન હોય, તો પણ પૈસા લઈ શકતા નથી :

જો કેરીબેગ સાદું હોય તો પણ કંપની એના પૈસા નથી લઈ શકતી. ફોરમે એક આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, સામાનને હાથમાં નથી લઈ જઈ શકાતો, એના માટે કેરીબેગ ઉપલબ્ધ કરાવવી સ્ટોરની જવાબદારી છે. તે પછી પ્રિન્ટેડ બેગ હોય કે સાદી. બાટાના એક જુના મામલામાં ફોરમે પોતાના આદેશમાં કહ્યું હતું કે, કંપનીઓ ગ્રાહકોને પ્રચાર માટે વાપરી રહી છે. આ છેતરપિંડીની સાથે અન્યાય છે.

કેરીબેગ લેવા પર અત્યાર સુધી આ કંપનીઓ પર લાગી ચુક્યો છે દંડ :

બિગ બજાર : 11 હજાર 518 રૂપિયા

ડોમિનોઝ : 5 લાખ રૂપિયા,

લાઈફસ્ટાઈલ : 13 હજાર રૂપિયા,

વેસ્ટસાઈડ : 13 હજાર રૂપિયા,

ડોમિનોઝ : 10 હજાર 500 રૂપિયા,

બાટા : 11 હજાર રૂપિયા.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.