“કેરેટ કોકોનટ લાડુ” ફક્ત 5 થી 10 મિનિટમાં બનતી ગાજરની એક મીઠાઈ, જાણો બનાવવાની રીત.

0
1067

આજે અમે તમારા માટે એક નવી મીઠાઈ બનાવવાની રીત લઈને આવ્યા છીએ. અને એ મીઠાઈ ગાજર માંથી બંને છે, અને એનું નામ છે “કેરેટ કોકોનટ લાડુ”. અને તે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. અને એની ખાસ વાત એ છે કે, આ મીઠાઈ ફક્ત 5 થી 10 મિનિટમાં બની જાય છે. તો ચાલો કેરેટ કોકોટન લાડુ ઘરે કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ.

જરૂરી સામગ્રી :

1.5 કપ છીણેલા ગાજર,

1 કપ કોપરાનું છીણ

3 નાની ચમચી ઘી,

1 નાની ચમચી ઈલાયચી અને જાયફળનો પાઉડર,

200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક.

બનાવવાની રીત :

કેરેટ કોકોનટ લાડુ બનાવવા માટે સૌથી પહેલા તો ગાજરને ધોઈને પછી છીણી લેવાના છે. ત્યારબાદ એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલા ગાજર એડ કરવાના છે. તમે દેશી ગાજરનો ઉપયોગ કરી શકો છો. અને જો તમને એ ના મળે તો ઓરેંજ ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો. આને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર સેકવાના છે.

અને એક વાતનું ધ્યાન રહે કે, દર 2-3 મિનિટે એને હલાવતા રહેવાનું છે. અને ગાજર થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને શેકતા રહેવાનું છે. તમે જોશો કે ગાજર ધીમે ધીમે સેકાઇને તેનું પ્રમાણ ઓછું થતું જશે. લગભગ તેને 4 થી 5 મિનિટ સેકી લેવાના છે. ગાજર સારી રીતે શેકાય જાય ત્યારે એમાં કોપરાનું છીણ એડ કરી દેવાનું છે, અને તેને સારી રીતે મિક્ષ કરી લેવાનું છે.

આ સમયે ગેસને સ્લો ટુ મીડીયમ રાખવાનો છે. ગાજર અને કોપરાનું છીણ સારી રીતે મિક્ષ કર્યા બાદ એને 1 મિનિટ સેકાવા દેવાનું છે. આ સારી રીતે મિક્ષ થઇ જાય પછી એમાં થોડું થોડું કરીને કન્ડેન્સ મિલ્કન એડ કરતા જવાનું છે, અને એને હલાવતા રહેવાનું છે. એવી રીતે બધું કંડેન્સ મિલ્ક એડ કરી હલાવતા રહેવાનું છે. તેને સારી રીતે મિક્ષ કરી દેવાનું છે. મિક્ષ થઇ ગયા પછી ગેસ બંધ કરી એમાં ઈલાયચી અને જાયફળનો પાઉડર એડ કરી દેવાનો છે.

તે મિક્ષ થઈ ગયા પછી ફરી ગેસ ચાલુ કરી લેવાનો છે, અને કન્ડેન્સ મિલ્કનું સેજપણ મોઈસ્ચર ના રહે એ રીતે એને સેકી લેવાનું છે. તેને સારી રીતે મિક્ષ કર્યા બાદ એનું ગોળા જેવું ટેક્ષયર આવી જશે એટલે ગેસ બંધ કરી દેવાનું છે. ઠંડુ થયા પછી એ એકદમ ઘટ્ટ થઇ જાય છે. તો એને એક વાર હાથથી મિક્ષ કરી લો.

તો હવે સમય આવ્યો છે એમાંથી લાડુ બનાવવાનો. લાડુ બનાવ્યા પછી એનું કોકોનટ પાઉડરથી કોટિંગ કરવાનું છે. તો હવે આપણા કેરેટ કોકોનટ લાડુ સર્વિંગ માટે તૈયાર છે. આ લાડુ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે, અને તમે વાંચ્યું એ પ્રમાણે એને બનાવતા વધારે સમય નથી લાગતો. તો તમે પણ એક વાર આ લાડુ બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. તમે આ લાડુને બહાર 4 થી 5 દિવસ અને ફ્રિઝમાં 10 થી 15 દિવસ સ્ટોર કરી શકો છો.

જુઓ વીડિઓ :