માં રવીના ટંડનની કાર્બન કોપી લાગે છે દીકરી રાશા, એક્ટ્રેસે ફોટા શેયર કરી લખ્યું, ‘સેમ સેમ’.

0
198

રવીના ટંડને પોતાના અને દીકરી રાશાના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર કર્યા શેયર, લખ્યું ‘સેમ સેમ’. બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન તેની આવનારી ફિલ્મ ‘કેજીએફ પાર્ટ 2’ ના શુટિંગને લઈને હાલના દિવસોમાં હિમાચલ પ્રદેશમાં રહેલી છે. આ અભિનેત્રી અહિયાંથી સતત તેના ફોટા અને વિડીયોઝ હંમેશા સોશિયલ મીડિયા ઉપર ફેંસ સાથે શેર કરી રહી છે.

આમ તો આ સમય દરમિયાન રવિના તેના બાળકોથી દુર છે, અને ઘણા દિવસો સુધી તેને ન મળી શકવાને કારણે તે તેને ઘણી મિસ કરી રહી છે. એટલું જ નહિ અભિનેત્રીએ સોશિયલ મીડિયા ઉપર તેની અને દીકરી રાશાના બાળપણની ઘણી તસ્વીરો શેર કરી છે, જેમાં તેની ક્યુટ લીટીલ ગર્લ એકદમ તેની માં જેવી લાગી રહી છે.

આમ તો રવિનાએ તેના ઈંસ્ટાગ્રામ હેન્ડલથી દીકરી રાશા થડાની અને તેના બાળપણનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો માં-દીકરીના નાનપણનો છે. તેમાંથી કોઈ એક ફોટામાં આપણે રવિનાનો પોઝ આપતા, તો કોઈમાં રાશાને રમતા જોઈ શકીએ છીએ. આ ક્યુટ તસ્વીરો જોઈને ચોક્કસ આપણે એ કહી શકીએ છીએ કે રાશા તેની માં રવિના ટંડનની એકદમ કાર્બન કોપી છે. રવિના આ ફોટા શેર કર્યા પછી ફેંસ તેની ઉપર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તેની સાથે જ આ તસ્વીરોને કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે, ‘સેમ સેમ’ માં અને રાશા થડાની તમને મિસ કરી રહી છું. ‘અભિનેત્રીએ તેની સાથે જ એક હાર્ટ ઈમોજી પણ બનાવી છે.

તે પહેલા 27 નવેમ્બર 2020ના રોજ રવિને તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટથી એક વિડીયો શેર કર્યો હતો, જેમાં અભિનેત્રીએ ખુલીને બરફવર્ષાનો આનંદ ઉઠાવતી જોવા મળી રહી હતી. આ વિડીયોમાં રવિનાએ પર્પલ કલરનું જેકેટ અને ગ્રે પેન્ટસમાં હાથ ફેલાવતી જોઈ શકાય છે. આ બુમરિંગ વિડીયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું હતું, જયારે બરફ પડી રહ્યો હોય છે, તો તમે તમારી જાતે જ મેજિકલ વીંટર વંડરલેન્ડમાં જતા રહો છો, અમે આપણી તકલીફોને ભૂલી જઈએ છીએ અને આપણી અંદર એક બાળક આવી જાય છે. જો જાદુ થાય, તો હું દિનિયાની ખુશી ઈચ્છું છું અને સૌના માટે પ્રાર્થના કરું છું, જેથી તમામ આત્માઓ અને જીવન ખુશ અને આઝાદ રહે.

તે ઉપરાંત રવિનાએ 16 નવેમ્બર 2020ના રોજ પણ તેના બંને બાળકો સાથે ઈંસ્ટાગામ ઉપર થોડા સુંદર ફોટા શેર કર્યા હતા. આ ફોટામાં અભિનેત્રી રાશા અને રણવીર સાથે હિમાચલના બરફથી છવાયેલા પહાડો વચ્ચે એન્જોય કરતી જોવા મળી રહી છે. તસ્વીરોના બેક ગ્રાઉન્ડમાં પહાડો ઉપર બરફની ચાદર જોવા મળી રહી છે, અને આ દ્રશ્ય ઘણું સુંદર લાગી રહ્યું છે. તેની સાથે જ પર્પલ કેપ લગાવેલી આ અભિનેત્રી ઘણી ક્યુટ લાગી રહી છે. તેના કેપ્શનમાં રવિને લખ્યું હતું, ‘ઠંડીની ઋતુ, ગેટઅવે સાથે પ્રેમ થઇ ગયો છે.

આવી રહી રવિનાની લવ લાઈફ : અભિનેત્રીના લવ લાઈફ વિષે વાત કરીએ, તો અક્ષય કુમારથી અલગ થયા પછી રવિના ટંડનની મુલાકાત ‘સ્ટંપ્ડ’ ફિલ્મ ના શુટિંગ દરમિયાન બિજનેસ ઓફ ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટર અનીલ થડાની સાથે થઇ હતી. ત્યાર પછી બંને એક બીજાને ડેટ કરવા લાગ્યા. વર્ષ 2003 માં રવિના ટંડનના જન્મદિવસ પ્રસંગે અનિલે તેને લગ્ન માટે પ્રપોઝ કરી અને રવિના એ ‘હા’ કહી દીધી હતી. ત્યાર પછી બંનેએ 22 ફેબ્રુઆરી 2004માં લગ્ન કર્યા.

લગ્ન પછી અભિનેત્રી રવિના ટંડન બે બાળકો રાશા અને રણબીરની માં છે. રવિનાએ આશરે 20 વર્ષની ઉંમરમાં બે દીકરીઓને દત્તક લીધી હતી, જેના નામ પૂજા અને છાયા છે. આમ તો આ બંને દીકરીના લગ્ન થઇ ગયા છે.
હાલમાં એ વાત સ્પષ્ટ છે કે અભિનેત્રીને તેના બાળકોની ઘણી યાદ આવી રહી છે. તો તમને રવિના દ્વારા શેર કરવામાં આવેલા ફોટા કેવા લાગ્યા? અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો, સાથે જ કોઈ સલાહ હોય તો જરુર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.