આ છે 5 લાખથી પણ ઓછી કિંમતની ટોપ 5 કારો, ફેસ્ટિવલ સીઝનમાં આ કારો પર પણ ડિસ્કાઉન્ટ.

0
135

ફેસ્ટિવલ સીઝનમાં 5 લાખથી ઓછી કિંમતમાં મળી રહી છે આ 5 ટોપ કાર, જોઈ લો આખું લિસ્ટ. જો તમને ઓછા બજેટની કાર ખરીદવાની ઇચ્છા હોય અથવા તમારી જૂની કાર બદલવાની અને નવી કાર લેવાની કોઈ યોજના બનાવી રહ્યા છો, તો મોડુ ના કરતા. કાર માર્કેટમાં તહેવારની સીઝનમાં સારું ડિસ્કાઉન્ટ મળે છે, જેના લીધે તમને કાર પણ ઓછી કિંમતમાં મળશે. 5 લાખથી ઓછી કિંમતની ટોપ 5 કાર જુઓ.

જો તમે ઓછા બજેટની કાર મેળવવા માંગતા હો, તો આ સમયે તમને બજારમાં એવી ઘણી કારો મળશે, જેની કિંમત 5 લાખથી ઓછી છે. સારી વાત એ છે કે આ કાર ઉપર તહેવારની સિઝનમાં સારી છૂટ અને ડિસ્કાઉન્ટ મળી રહ્યાં છે. કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેંજ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત, કંપની ગ્રાહકોને બીજા ઘણા ફાયદા પણ આપી રહી છે. એવામાં આ સમયે કાર ખરીદવાનો ફાયદો જ ફાયદો છે.

Maruti S-Presso : દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીની કાર હંમેશા મધ્યમ વર્ગની મનગમતી કાર રહી છે. કોમ્પેક્ટ એસયુવીના માર્કેટમાં પણ મારુતિ સુઝુકીની એસ પ્રેસો કાર એકદમ લોકપ્રિય છે. માઇક્રો એસયુવીની કેટેગરીમાં આવતી આ કારમાં 998 સીસી 3 સિલિન્ડર K10B પેટ્રોલ એન્જિન છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પો છે. એસ પ્રેસો 22 કિમી સુધીની માઇલેજ આપે છે.

આ કારની કિંમત 3.7 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તહેવારની સિઝનમાં એસ પ્રેસો કાર પર લગભગ 48 હજારનું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. આ કાર પર 23 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ મળી રહ્યું છે.

Maruti Suzuki Alto : મારુતિ સુઝુકીની અલ્ટો કાર હજી પણ સૌથી વધુ વેચાતી સૌથી સસ્તી કાર છે, જે ગ્રાહકોને પસંદ પડે છે. અલ્ટોમાં 796 સીસી 3 સિલિન્ડર એન્જિન છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. માઇલેજની વાત કરીએ તો અલ્ટો કાર 1 લિટર પેટ્રોલમાં 22 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. આ કારમાં સીએનજી મોડેલ પણ છે અને તેની માઇલેજ 30 કિ.મી.થી વધુ આવે છે. અલ્ટોના ભાવ આશરે 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કાર પર 30 હજાર સુધીના લાભો મળી રહ્યા છે, જેમાં 20 હજારનું એક્સચેંજ બોનસ છે. આ ઉપરાંત 5 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 5 હજારનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ છે.

Hyundai Santro : સેન્ટ્રો કાર હ્યુન્ડાઇના નાના સેગમેન્ટમાં ખૂબ લોકપ્રિય છે. નવી સેન્ટ્રો પણ 5 લાખથી ઓછી કિંમતમાં છે. આ કારમાં 1086 સીસીનું એન્જિન છે. જો તમે માઇલેજની વાત કરો, તો તે લગભગ 18 કિલોમીટરની માઇલેજ આપે છે. સેન્ટ્રો કારની કિંમત 4.5 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારમાં તહેવારની સીઝનમાં લગભગ 45 હજારનું ડિસ્કાઉન્ટ છે. 25 હજાર સુધીના કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત 25 હજારનું એક્ચેન્જ બોનસ મળી રહ્યું છે. 5 હજાર રૂપિયાની છૂટ સરકારી કર્મચારીઓ માટે છે.

Datsun Go : 5 લાખથી ઓછાના બજેટમાં કાર ખરીદવા માટે ડેટસન ગોનો વિકલ્પ પણ છે. ડેટસન ગો માં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને સીવીટી ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ છે. ડેટસન ગો 1 લિટર ફ્યુઅલમાં આશરે 20 કિમીની માઇલેજ આપે છે, અને આ કારની કિંમત 4 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કાર પર 55 હજાર સુધીની ઓફર ઉપલબ્ધ છે. ડેટસન ગો પર 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 7 હજાર રૂપિયાનું કોર્પોરેટ બોનસ અને લગભગ 7 હજાર રૂપિયાના અન્ય ડિસ્કાઉન્ટ મળી રહ્યાં છે.

Renault Kwid BS6 : જો તમે સસ્તી કાર મેળવવા માંગતા હો, તો તમે Renault Kwid BS6 પણ લઈ શકો છો. આ કારમાં 1.0 લિટરનું 3 સિલિન્ડર, પેટ્રોલ એન્જિન છે. આ કાર 22 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. આ કારની કિંમત આશરે 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કાર ઉપર તહેવારની સીઝનમાં 25 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમાંથી 10 હજારનું કેશ ડિસ્કાઉન્ટ અને 15 હજાર સુધીના એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.