ચીની કંપનીની ગાડી થઈ ખરાબ તો માલિકે આવીરીતે ખેંચાવી, વિડીયો થયો વાયરલ

0
644

ઘણીવાર સોશિયલ મીડિયા પર એવી વસ્તુઓ આપણી સામે આવતી રહે છે જેને જોઈને લોકો ચક્તિ થઈ જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ગધેડો એમજી મોટરની એસયૂવીને ખેંચતો દેખાઈ રહ્યો છે. એ પછી કંપનીએ તે ગ્રાહક પર બ્રાંન્ડ ઈમેજને બદનામ કરવાનો આરોપ લગાવતા એ વ્યક્તિને ચેતવણી આપી હતી.

ચીનના ઓટોમોબાઈલ ગ્રુપ SIAC મોટર કોર્પોરેશનના અધિગ્રહણ વાળી કમ્પની મોરિસ ગૈરાસિસ MG Motor ઈંડિયા પોતાના એક ગ્રાહકથી ઘણી નારાજ છે. ગ્રાહકે એમજી મોટરની એસયુવી MG Hector ને એક પ્રાણી સાથેનો વિડીયો પોસ્ટ કર્યો છે, એ પછી એમજી મોટરે ગ્રાહકને કંપનીને બદનામ કરવા માટે કાર્યવાહીની ચેતવણી આપી છે.

હકીકતમાં રાજસ્થાનના એક વ્યક્તિએ ઘણા શોખથી MG Hector ખરીદી હતી. પણ એમને એ ગાડીના ક્લચમાં અમુક સમસ્યા આવી રહી હતી. એ ગ્રાહકે કંપનીના ડીલરનો સંપર્ક કર્યો, પણ એની ફરિયાદનો કોઈ ઉકેલ નહીં નીકળ્યો અને એની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું.

એ પછી ગ્રાહકે નિર્ણય લીધો કે એમજી હેક્ટરને ગધેડા વડે ખેંચાવવામાં આવે. એ પછી ગ્રાહકે ડીલરશીપ વાળાની સામે એમજી હેક્ટરને ગધેડા પાસે ખેંચાવી અને એનો વિડીયો પણ બનાવ્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. અરુણ પવારની યુટ્યુબ ચેનલ પર આને સૌથી પહેલા પોસ્ટ કરવામાં આવ્યો.

આ ઘટના 3 ડિસેમ્બરની છે. વિડીયો વાયરલ થયા પછી કંપની સામે આ વાત આવી. ફસબુક પર એમજી હેકટર ક્લબ ઈંડિયાના એક સભ્ય હેમકાંત જૈને કંપનીને આ વિષે જાણકારી આપી. એમજી હેકટરના એ ગ્રાહક વિષે જાણકારી ભેગી કરી અને કહ્યું કે, હેક્ટરના એ માલિકે પોતાનો અંગત સ્વાર્થ દેખાડ્યો છે, અને બ્રાંન્ડના ‘કસ્ટમર ફર્સ્ટ’ એપ્રોચનો ખોટી રીતે લાભ ઉઠાવ્યો છે.

એમજી ઈંડિયાનું કહેવું છે કે, તે પોતાના પર લાગેલા બધા આરોપોનું પુરજોશથી ખંડન કરે છે. સાથે જ કંપનીએ એ પણ કહ્યું કે, તે વાહન માલિક વિરુદ્ધ જરૂરી કાર્યવાહી પણ કરશે, કારણ કે તેણે એમની છબીને નુકશાન પહોંચાડ્યું છે.

વિડીયો :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.