આ ઇલેક્ટ્રિક કારને તમે ૬૦૦ રૂપિયામાં ઘરે લઇ જઈ શકશો, ચલાવવાનો ખર્ચ માત્ર ૫૦ પૈસા પ્રતિ કી.મી.

0
4431

આજકાલ લોકો કાર વધારે ખરીદવા લાગ્યા છે. પણ પેટ્રોલ અને ડીઝલથી પ્રદુષણનું પ્રમાણ ઘણું વધી ગયું છે. એવામાં દિલ્હીની સ્ટાર્ટઅપ કંપની હરીમન મોટર્સ એલએલપી એક ટુ સીટર ઇલેક્ટ્રિક કાર બનાવવા ઉપર કામ કરી રહી છે. અને ખાસ વાત એ છે કે આ કારની બેટરીને ક્યારેય પણ બદલાવવાની જરૂર રહેતી નથી. RT90 4G કનેક્ટિડ IOT પ્લેટફોર્મ સાથે એક વખત ચાર્જીંગ કર્યા પછી ૨૦૦ કી.મી. સુધી ટ્રાવેલિંગ કરવાની ઓફર આપશે.

કાર થશે ૧૦ મીનીટમાં ચાર્જ :

અને એટલું જ નહી પણ આ કારને ચાર્જ થવા માટે ફાસ્ટ ડીસી ચાર્જ ઉપર માત્ર ૧૦ મીનીટનો સમય લાગે છે. અને એસી ચાર્જ ઉપર ૧ થી ૨ કલાક. તે ઉપરાંત હરીમન મોટર્સ દિલ્હી એનસીઆરની તમામ સોસાયટીને ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવા માટે આમંત્રણ આપી રહી છે. જેથી સોસાયટી કોમ્પલેક્ષની અંદર જ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરી શકાય છે.

૨૦૧૮ ની મધ્ય સુધીમાં આવશે કાર :

જણાવી દઈએ કે આ કારનું હમણા રોડ ઉપર પરીક્ષણ ચાલી રહ્યું છે, અને આશા રાખીએ કે આ કારને જલ્દી જ જનતા માટે રજુ કરવામાં આવે. તમે તે ખરીદી શકો છો અને ૫૦ પૈસા પ્રતિ કી.મી. ના ખર્ચમાં ચલાવી શકો છો, કે તમે ઓનરશીપ માટે મોડલની કુલ કિંમત પસંદ કરી શકો છો.

મિત્રો તમે આ ઇલેક્ટ્રિક કારને તમારા ઘરમાં આશરે ૬ થી ૮ રૂપિયા પ્રતિ કી.મી. ના ખર્ચે લઇ શકશો. અને તમારે એનો કોઈ છૂપો ખર્ચ નહી આપવાનો રહે, અને એનું ઝીરો ડાઉન પેમેન્ટ રહેશે. જે લોકોનો ક્રેડીટ સ્કોર સારો છે તે ડીલરશીપ ઉપર જઈને ક્રેડિટકાર્ડથી ૬૦૦ રૂપિયા આપીને કાર ઘરે લઇ જઈ શકે છે. અને તેના પછી રોજ ચુકવણી કરી શકો છો.

કારને આરામથી કરી શકો છો ટ્રેક :

જણાવી દઈએ કે ઘણા બધા કારણોને લીધે જ ભારતમાં સેલ્ફ ડ્રાઈવ સેગમેંટને રજુ નથી કરવામાં આવી શક્યું. પણ તે વહેલા જ હકીકતમાં બદલાઈ જશે. આમ પણ આ કાર 4જી પ્લેટફોર્મ સાથે જોડાયેલ છે. તો તેને આરામથી ટ્રેક અને સેંટ્રલાઈઝડ કન્ટ્રોલ ફ્રેમવર્ક દ્વારા મેનેજ કરી શકાય છે. આ કારને તમે ભાડા ઉપર લઇ શકો છો. જે લોકો મેટ્રોથી આવે છે તે આ એક કારને ભાડા ઉપર લઈને શોપિંગ કરી શકે છે, અને પછી ડ્રોપ પોઈન્ટ ઉપર પાછી આપી શકે છે.

લોન્ચની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પણ તમને એની એડ દ્વારા એની માહિતી મળી જશે. વધુ માહિતી માટે કંપનીની વેબસાઈટ(હરીમન ડોટ કોમ) જોતા રહો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.