કેન્સર પીડિત બાળકીને બચાવવા માટે પિતાએ કરી પીએમ મોદીને વિનંતી, કહ્યું – મારી દીકરીને બચાવી લો

0
445

આજના સમયમાં જ્યાં દીકરીઓને અભિશાપ માનવામાં આવે છે અને બીજી તરફ બીજા ઘણા બધા લોકોનો જીવ તેની દીકરીઓમાં વસે છે. ઘણા દીકરીઓને મારી રહ્યા છે તો ઘણા પોતાની દીકરીને બચાવવા માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. અહિયાં અમે જેના વિષે જણવવા જઈ રહ્યા છીએ તે ઘણી જ વ્હાલી એવી ૬ વર્ષની દીકરી છે જે કેન્સરથી પીડિત છે અને તેના માતા પિતા દિવસ રાત પ્રયાસમાં છે કે તેની દીકરી બચી જાય. ઘણા પૈસા ખર્ચ થયા પછી હવે કેન્સર પીડિત બાળકીને બચાવવા માટે પિતાએ કરી પીએમ મોદીને રજૂઆત, પત્ર લખીને મદદ માગી છે.

કેન્સર પીડિત બાળકીને બચાવવા માટે પિતાએ કરી પીએમ મોદીને રજૂઆત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જીલ્લાના સીપ્તેન રોડ આવેલા ધર્મશાળા વોર્ડમાં રહેતા અજય કુમાર બાજપેયી ચાટની લારી લગાવે છે. એટલું કમાઈ લે છે કે પોતાનું ઘર સારી રીતે ચાલી શકે પરંતુ જો વાત ૧૦ થી ૧૫ લાખની આવે તો તેને હાથ સંકોચીને ચાલવું પડે છે.

તેણે ૪ વર્ષનો દીકરો અને ૬ વર્ષની દીકરી વિદુષી છે. વિદુષી છેલ્લા ૧ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી છે. વિદુષીની માતા અનુરાગીની વાજપેયીએ પોતાના ઘરેણા અને જમા મૂડી બાળકીને બચાવવામાં લગાવી દીધી જે અત્યાર સુધી ૧૦ લાખ રૂપિયા સુધી ખર્ચ થયો છે.

પરંતુ હવે ૧૫ લાખ બીજા જોઈએ. તેવામાં અજયે પીએમ નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે. અજયના જણાવ્યા મુજબ પીએમ મોદી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સુત્રોચાર કરે છે તો આજે મારી દીકરીને બચાવવામાં મદદ માંગીએ છીએ. હવે પીએમ મોદી તેની મદદ કરે ન કરે પરંતુ સોશિયલ મીડિયાના જણાવ્યા મુજબ તેની મદદ જરૂર થશે.

વિજય બાજપેયીએ જણાવ્યું, તેની સંપૂર્ણ જમા મૂડી લાગી ગઈ છે અને હવે તેની આર્થિક સ્થિતિ સારી નથી. ગયા વર્ષે દીકરીએ ખાવાનું ઓછું કરી દીધું અને ગળામાં તકલીફ થવા લાગી. ચેક અપ કરાવ્યું તો ડોકટરોએ લખનઉના પીજીઆઈ મોકલી દીધા. અહિયાં ડોકટરોએ કેન્સર જણાવ્યું જેનો ઈલાજ અશક્ય છે પરંતુ તેના માટે ૨૫ થી ૩૦ લાખ રૂપિયા જોઈએ. હવે અમારી સંપૂર્ણ આશા તેમની ઉપર જ છે.

દીકરી વિષે અજય જણાવે છે, વિદુષી પીજીઆઈમાં એડમિટ છે. ઇન્જેક્શનથી તે હંમેશા ડરતી હતી પરંતુ જ્યારથી મેં તેને કહ્યું છે કે તે લગાવવાથી તું જલ્દી સાજી થઇ જઈશ તો તે રોજ તે લગાવડાવે છે. જો કે જલ્દી સાજા થવાની લાલચમાં તે ઇન્જેક્શન લગાવવા દે છે. જયારે પણ હું તેના વોર્ડની અંદર દાખલ થાઉં છું તો તે પપ્પા તમે આવી ગયા કહીને ગળે લાગી જાય છે તો હું રડી પડું છું.

અજયના જણાવ્યા મુજબ તે પોતાની દીકરીને કોઈ પણ હાલમાં બચાવવા માંગે છે પરંતુ સરકાર પાસેથી પૈસાની મદદ ઈચ્છે છે. હવે જોવાનું એ છે કે આ ચિઠ્ઠી પીએમ મોદી સુધી પહોચે છે કે નહિ અને જો પહોચે છે તો તે બાળકીની મદદ થશે કે નહિ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.