જાણી લો કેન્સરના શરૂઆતના 9 સૌથી મોટા સંકેત. આ જાણી લેશો તો બચાવી શકશો તમારું કે ઘરના બીજાનું જીવન

0
3751

આજકાલ લોકોને ઘણી ગંભીર બીમારીઓ પોતાનો શિકાર બનાવી રહી છે. અને એમાંથી કેન્સર અને એઇડ્સ એ બે એવી બીમારીઓ છે, જે જીવ લીધા સિવાય સરળતાથી કોઈનો પોછો છોડતી નથી. દર વર્ષે લાખો લોકો કેન્સરનો સામનો કરતા કરતા મરી જાય છે. કેન્સર ભલે કેવું પણ હોય અને કોઈપણ સ્ટેજનું કેમ ન હોય? તે દર્દીને સૌથી વધુ તકલીફ અને પીડા આપે છે.

મોટેભાગે ઘણા બધા લોકોને આ કેન્સરના શરૂઆતના લક્ષણોની જાણ થતી નથી. અને એ કારણે તેઓ આ બીમારીને તેના પહેલા સ્ટેજમાં પકડી નથી શકતા. પણ જે લોકોનું કેન્સર પહેલા સ્ટેજમાં જ પકડાઈ જાય છે, એમના બચવાની આશા ૯૯% રહે છે. અને પહેલો સ્ટેજ પસાર થઇ ગયા પછી એની જાણ થાય, તો સતત દવાઓ અને ઇન્જેક્શન લીધા પછી એમનું શરીર અંદરથી પોલું થઇ જાય છે અને છેલ્લે તે જીવ લઈને જ માને છે.

દર વર્ષે ૪ ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનું સાચું કારણ એ છે કે, લોકો આ બીમારી પ્રત્યે વધુને વધુ જાગૃત થઇ શકે. માટે આજના આ આર્ટીકલમાં અને તમને કેન્સરના શરૂઆતના લક્ષણ જણાવવા જઈ રહ્યા છીએ. જે જાણીને તમે સરળતાથી કેન્સરના પહેલા સ્ટેજમાં એને ઓળખી શકશો. જેથી તેનું નિદાન કરાવીને તમે એને ત્યાંથી જ અટકાવી શકો. તો આવો જાણીએ છેવટે કયા છે તે લક્ષણ.

આ છે કેસર થવાના મુખ્ય લક્ષણ :

૧. પેશાબમાં લોહી આવવું :

જાણકારી માટે જણાવી દઈએ કે, ઘણા બધા લોકોને કેન્સરના પહેલા સ્ટેજમાં પેશાબની સાથે લોહી આવવા લાગે છે. અને આ રીતે લોહી આવવાનો અર્થ છે કે, તમને કીડની કે લીવરમાં કેન્સર છે. કે પછી તે ઉપરાંત તે કોઈ પ્રકારના ચેપથી પણ હોઈ શકે છે. તેવામાં ઉત્તમ છે કે તમે તમારા ડોક્ટરની એક વખત સલાહ જરૂર લો.

૨. ખોરાક પચાવવામાં તકલીફ થવી :

મિત્રો જો તમારું ખાવાનું હજમ થતું નથી એટલે કે પચતું નથી, તો તરત નજીકના ડોક્ટરનો સંપર્ક કરો. કારણ કે ખાવાનું પચવું તમારા માટે ઘણું જરૂરી છે. નહિ તો કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

૩. ગળામાં ખીચ ખીચ કે ખાંસી થવી :

સામાન્ય રીતે ગળામાં ખરાશ કે ખાંસી સાથે લોહી આવવું એ ટીબીના લક્ષણ છે. પરંતુ જો તમારી સાથે આવું કાંઈ થઇ રહ્યું છે, તો મોડું કર્યા વગર એક વખત ડોક્ટર પાસે એની તપાસ જરૂર કરાવો.

૪. દુ:ખાવો ન અટકવો :

જાણકારી માટે જણાવી દઈએ કે, ઘણી વખત માથા અને પેટમાં સતત દુ:ખાવો રહે છે, તો તેનું કારણ કેન્સર પણ હોઈ શકે છે. એટલે જો વધુ સમય સુધી તમને આવો દુ:ખાવો રહે છે, તો આ બાબતે એક વખત તમારા ડોક્ટરની સલાહ જરુર લેવી.

૫. તલ જેવું નિશાન થવું :

ક્યારે ક્યારે શરીરમાં તલ જેવું નિશાન થઇ જાય છે. જરૂરી નથી તે તલ જ હોય પણ કેન્સર પણ હોઈ શકે છે, તેથી એક વખત ડોક્ટરને જરૂર બતાવી દો.

૬. ઘા જલ્દી ન ભરાવા :

ઘણા કેસમાં એવું જોવા મળ્યું છે કે, શરીરમાં થયેલી ઈજાના ઘા ઘણા અઠવાડિયા સુધી સારા થઇ શકતા નથી. એવામાં તમારી સાથે એવું થાય, તો એક વખત તમે ડોક્ટરને જરૂરથી જાણ કરી તપાસ કરાવો.

૭. પીરીયડ બગડવા :

ઘણી વખત એવું જોવા મળે છે કે, છોકરીઓ અને મહિલાઓને પીરીયડસ યોગ્ય રીતે નથી. અથવા તો એમને માસિકચક્ર પછી પણ લોહી આવતું રહે છે. તેવામાં એક વખત ડોકટરનો સંપર્ક કરી એમની સલાહ જરૂર લેવી.

૮. વજન ઘટવું :

જાણકારી માટે જણાવી દઈએ કે, ઘણી વખત કેન્સરથી પીડિત લોકોનું વજન અચાનક ઓછું થવાનું શરુ થઇ જાય છે. કારણ કે એમના શરીરમાં ખાવાનું સારી રીતે પચતું નથી અને વજન ઘટતું જાય છે. તેવામાં સાવચેતી રાખવી અને ડોક્ટર પાસે તપાસ જરૂર કરાવવી.

૯. ગાંઠ થવી :

આમ તો શરીરમાં નાની મોટી ગાંઠ ખતરનાક નથી હોતી. પણ મહિલાઓને આ ગાંઠનો અનુભવ થાય તો એ સ્તન કેન્સરનો સંકેત હોઈ શકે છે. તેથી ગાંઠ થવાથી એક વખત ડોક્ટર પાસે ટેસ્ટ જરૂર કરાવી લો.