સૌથી વધારે કેન્સર કારક આ 3 વસ્તુઓનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ. જાણી લો આજે, કાલે પસ્તાવાથી કાઈ નહિ મળે.

0
2166

આજકાલ કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. આમ તો કેન્સર થવાના કારણોમાં દારૂ, તમાકું અને ધુમ્રપાનનું વ્યસન મુખ્ય છે. પણ ઘણા કિસ્સાઓમાં આપણને એ જાણીને નવાઈ લાગે કે, કોઈપણ જાતના વ્યસનના હોવા છતાં પણ લોકોને કેંસર જેવી બીમારી થાય. ઘણા એને “હરી ઈચ્છા” જણાવી મનને દુઃખ માંથી બહાર લાવે છે.

પણ શું તમે એવું વિચાર્યુ કે, ખરેખર કેંસર કેમ થાય છે? ઘણા બધા લોકો તેનું સાચું કારણ જાણવા પ્રયત્ન કરતા નથી. તો આજના આ લેખમાં અમે કેંસર થવાના કારણો જણાવ્યા છે. આ લેખ ગમે તો દરેક વ્યક્તિ સુધી પહેચાડવા અમારી મદદ કરજો.

આજે અમે તમને તમારા દ્વારા દરરોજના ઉપયોગમાં લેવામાં આવતી એવી ત્રણ વસ્તુ વિષે જણાવીશું, જેને કારણે કેન્સર જેવી ભયાનક બીમારીઓ થઇ જાય છે. મિત્રો ઝડપથી બદલાતા આ આધુનિક યુગમાં પોતાની સુખ સુવિધાની વસ્તુઓને વધારવા માટે અને રોજ ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુના ઉપયોગ વધુ સરળ બનાવવા માટે સતત નવી નવી વસ્તુઓની શોધ થઇ રહી છે.

તો જણાવી દઈએ કે એમાં એવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેને બનાવતી વખતે ઘણી નુકશાનકારક કેમિકલ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે, અને એવી વસ્તુમાં કેમિકલનો વધુ ઉપયોગ થવાને કારણે આ વસ્તુઓ આપણા આરોગ્ય માટે ઘણી જ નુકશાનકારક બની જાય છે.

અને આજના સમયની એક મોટી તકલીફની વાત તો એ છે કે, મોટાભાગના લોકો આવી બધી વસ્તુઓથી થતા ખરાબ પરિણામથી અજાણ છે, અને સતત આ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. એવી કોઈપણ વસ્તુ જો કે કુદરતી નથી કે જેને માણસે કેમિકલનો ઉપયોગ કરીને બનાવેલ છે, તે આપણા શરીરમાં કોઈપણ રીતે પ્રવેશ કરી જાય છે તો તેનાથી નાની બીમારીથી લઈને ઘણી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.

મિત્રો તમને બધાને એ જાણીને નવાઈ લાગશે કે, છેલ્લા ૧૦ વર્ષમાં માનવ શરીરમાં કીડની, ફેફસા અને લીવરની ખરાબી અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ ફેલાવા પાછળ, ખાસ કરીને માણસ દ્વારા બનાવેલી આ કેમિકલયુક્ત વસ્તુનો જ હાથ છે.

અને આપણી આસપાસ ખતરનાક કેમિકલથી બનેલી વસ્તુઓ એટલી વધારે માત્રામાં ફેલાઈ ગઈ છે કે, જાણે અજાણે આપણે તેનો ઉપયોગ કરીતા રહીએ છીએ. અને આ બધી વસ્તુઓથી થતા ભયાનક પરિણામ તમને એનો માત્ર એક વખત ઉપયોગ કરવાથી જોવા નથી મળતા, પણ સમયની સાથે સાથે ધીમે ધીમે તે આપણા શરીરની અંદર અસર કરતા રહેતા હોય છે, જેને કારણે અચાનક એક દિવસ તે કોઈ મોટી બીમારીના સ્વરૂપમાં આપણા જીવન સાથે જોડાઈ જાય છે.

કેન્સર કરવા વાળી આ ૩ વસ્તુનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ :

૧. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક:

મિત્રો આ યાદીમાં પહેલી વસ્તુ આવે છે પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ વસ્તુઓ. અને સ્ટાયરોફોમ માંથી બનેલા કપ અને ડિસ્પોઝેબલ પ્લેટનો ઉપયોગ આજકાલ ઘણો વધતો જઈ રહ્યો છે. તેનો ચા, કોફી અને સોફ્ટ ડ્રીંકમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટાયરોફોમ પોલી ટાઈમ્સ પ્લાસ્ટિક માંથી બને છે. અને આ પ્લાસ્ટિક ગેસથી ભરેલા નાના નાના બોલને ભેળવીને બનેલુ હોય છે.

આ એક પ્રકારનું થર્મોકોલ જ છે પણ આ સામાન્ય થર્મોકોલથી વધુ કડક અને મજબુત હોય છે. જે ગેસનો ઉપયોગ કરીને તેને હળવો બનાવવામાં આવે છે અને તેની સંપૂર્ણ બનાવવાની પ્રક્રિયામાં જે કેમિકલનો ઉપયોગ થાય છે તે આપણા આરોગ્ય માટે ઘણું જ ગંભીર સાબિત થઇ શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જ્યારે તેમાં મળી આવતા કેમિકલનું પ્રાણીઓ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું, તો તેમાં થોડા એવા તત્વો મળી આવ્યા જો કે આપણા શરીરમાં કેન્સર ઉત્પન્ન કરી શકે છે. સ્ટાયરોફોમ માંથી બનેલી વસ્તુમાં જયારે ગરમ વસ્તુ નાખવામાં આવે છે, તો તેમાં રહેલા સ્ટેરીંગ મટીરીયલ ભળવા લાગે છે. આ કારણે ઘણા દેશોમાં એના પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ તેનો ઘણા દેશોમાં પ્રતિબંધ મૂકી દીધો છે.

મિત્રો આવી વસ્તુઓના ઉપયોગથી થાઈરોઈડ, આંખોમાં ઇન્ફેકશન, થાક, નબળાઈ અને ત્વચા રોગ થવાની શક્યતા ઘણી વધુ રહે છે. કોલ્ડ ડ્રીંક્સ, પાણી અને ઠંડી વસ્તુ સ્ટાયરોફોમ માંથી બનેલા વાસણમાં સેવન કરવું ખરાબ નથી રહેતું. પણ ગરમ વસ્તુ જેવું ચા-કીફી અને શુપ જેવી વધુ ગરમ વસ્તુ તેમાં નાખવાથી તે ન્યુરો ટોકસીન્સ બની જાય છે. જે પણ આપણા મગજની નસોને ઘણી વધુ નબળી કરી દે છે. પ્લાસ્ટિકને કારણે તેને રિસાઈકલ કરવું પણ ઘણું મુશ્કેલ બની જાય છે. જો કે આપણી સાથે સાથે આપણા વાતાવરણ માટે પણ નુકશાનકારક છે.

૨. અગરબત્તી :

આ યાદીમાં આગળ આવે છે આપણા દેશમાં પૂજા દરમિયાન કે કોઈ ધાર્મિક કામ કરતી વખતે વપરાતી અગરબત્તી. આનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં અને રોજ થાય છે. અગરબત્તીઓનો ઉપયોગ ભારત ઉપરાંત ચીન, જાપાન, અરેબિયન દેશો, મ્યાનમાર અને વિયેતનામ જેવા ઘણા એશિયન દેશોમાં કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો? અગરબત્તી માંથી નીકળતો ધુમાડો સિગરેટથી પણ વધુ ખતરનાક હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ઇટલીમાં કરવામાં આવેલા એક રીસર્સ અનુસાર અગરબત્તી સળગવાથી નીકળતા ધુમાડાથી પોલીયરોમોટીક હાઈક્રોકાર્બન અને કાર્બન મોનોઓક્સાઈડ જેવા ખતરનાક ગેસ નીકળે છે. અને આ ગેસ પણ ફેફેસાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. તેમાંથી નીકળતા ખતરનાક ગેસ સતત શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરતા રહે છે, જેની અસર આપણા મગજ અને ત્વચા ઉપર પણ થવા લાગે છે.

આ અગરબત્તીની સુગંધ ઝડપથી ફેલાય છે, કારણ કે તેમાં કૈથોલીક નામનું કેમિકલ રહેલું હોય છે અને અગરબત્તી ઓલવાઈ જવા છતાં પણ અગરબત્તીમાં રહેલા કેમિકલ્સ લગભગ ૫ થી ૬ કલાક સુધી ઘરની અંદરના વાતાવરણમાં જળવાયેલ રહે છે. તેવામાં જે લોકોને શ્વાસ સાથે જોડાયેલિ તકલીફ છે કે, જે અસ્થમાના દર્દી છે તે લોકોને આ બીમારી ઘણી વધુ થઇ શકે છે.

એક રિસર્ચ અનુસાર જે લોકો સતત અગરબત્તીના સંપર્કમાં રહે છે, તેમને સમયની સાથે સાથે આરોગ્ય સબંધિત કોઈને કોઈ તકલીફ થાય છે. અગરબત્તીના ધુમાડા આપણી રેસ્પીરેટરી સીસ્ટમ ઉપર ઘણી ખરાબ અસર કરે છે, અને સાથે જ તે ન્યુરોલોજીકલ અને કાર્ડીલોજીકલ તકલીફ પણ ઉભી કરી શકે છે. સિગરેટના ધુમાડાથી દોઢ ગણો વધુ નુકશાનકારક આ ધુમાડો આપણા નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, તો તેનાથી Acute Bronchits થવાનો ભય ઘણો વધી જાય છે.

જણાવી દઈએ કે ઘણી બધી કંપનીઓ અગરબત્તી બનાવવામાં વાંસનો ઉપયોગ કરે છે. અને હિંદુ ધર્મમાં વાંસને સળગાવવામાં નથી આવતા. કારણ કે વાંસનું લાકડું સળગાવવાથી નિકળતી આગ જોવી હિંદુ ધર્મમાં અપશુકન માનવામાં આવે છે, અને તેને નાશનું પ્રતિક પણ કહેવામાં આવે છે. એટલા માટે કોઈ પણ હવન કે પૂજામાં ક્યારે પણ વાંસના લાકડાનો ઉપયોગ નથી થતો, ત્યાં સુધી કે ચિતામાં પણ વાંસના લાકડાનો ઉપયોગ થતો નથી.

એ તો તમે જાણતા હશો કે, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પિતૃદોષને સૌથી ખરાબ દોષ માંથી એક ગણાવવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે તેને કારણે ઘરમાં અશાંતિ ફેલાય છે, અને જીવનના દરેક ક્ષેત્રમાં સતત નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. ઘણા ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે વાંસને સળગાવવાથી પિતૃ દોષ થાય છે.

તો હવે તમે આ બાબતે થોડું વિચારો કે, તમે ભગવાન સામે અગરબત્તી સળગાવીને કોઈ સારા ફળની આશા રાખો છો, અને બીજી તરફ તમે તમારા ઘરમાં ઝેરીલા ગેસ દ્વારા બીમારીઓ અને નેગેટીવીટી વધારી રહ્યા છો. તેથી અગરબત્તીનો ઉપયોગ કરતા પહેલા એ જરૂર જાણી લો કે, તે સંપૂર્ણ રીતે કુદરતી અને કેમિકલ ફ્રી હોય અને એમાં વાંસના લાકડાનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય.

૩. મચ્છરને મારવા વાળી કોયલ અને રિપેલ્લેંટસ :

આ યાદીમાં આગળ આવે છે મચ્છરોને મારવા વાળી કોયલ અને રિપેલ્લેંટસ. આ વસ્તુઓ મચ્છરતો મારે જ છે, પણ સાથે સાથે બીજા દરેક જીવ પર પણ અસર કરે છે. ઘણા બધા લોકોને એ વાતની ખબર છે કે, મચ્છરને ભગાડવા વાળી વસ્તુમાં ઝેરીલા પદાર્થનો ઉપયોગ થાય છે.

એવામાં જો તમે રોજના ૫ થી ૬ કલાક કે તેથી વધુ સમય સુધી મચ્છર ભગાડવા વાળા રેપેલ્લેંટસ કે કોયલ સળગાવીને તેના સંપર્ક રહો છો, તો એમાંથી નીકળતા કેમિકલ્સ તમારા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશીને તમારા આરોગ્ય ઉપર ખરાબ અસર કરે છે. જણાવી દઈએ કે, સવારે ઉઠતા જ માથામાં દુ:ખાવો થવો કે ભારેપણાનો અનુભવ થવો, આળસ અને થાક લાગવો એ બધા આખી રાત લગાવવામાં આવતી કોયલ કે રેપેલ્લેંટસમાં શ્વાસ લેવાનું પરિણામ હોઈ શકે છે.

એ બધી વસ્તુઓમાં નુકશાનકારક કેમિકલ હોવાને કારણે તે ફેફસા ખરાબ થવા, શ્વાસ ફૂલવો, હાફ ચડવો અને અસ્થમા જેવી બીમારીઓને જન્મ આપે છે. ખાસ કરીને નાના બાળકોના આરોગ્ય ઉપર તેની સૌથી વધુ ખરાબ અસર પડે છે. ઓછી ઉંમરના બાળકોના ફેફસા નાના હોવાથી તેની ખરાબ અસરને સહન કરવામાં અસમર્થ હોય છે, અને તેવામાં તેને એલર્જી અને નાની ઉંમરમાં અસ્થમા થવાની શક્યતા ઘણી વધી જાય છે.

મિત્રો આશા રાખીએ છીએ કે, હવે પછી તમે આ કેન્સર કરવા વાળી વસ્તુનો ઉપયોગ કરવાથી દુર રહેશો. અને આ માહિતીને વધુને વધુ શેર કરશો.