કોરોના સાથેની લડાઈમાં મોબાઈલ બની શકે છે આપનો દુશ્મન જાણો શું છે તેની પાછળનું કારણ

0
564

શું તમને ખબર છે, તમારો મોબાઈલ કોરોના સામેની જંગમાં તમારો દોસ્ત નહીં પણ કોરોનાનો મિત્ર બની રહ્યો છે.

વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે 2020 મોબાઇલ પોલિક્લોરિનેટેડ બાયફિનાયલ્સ રસાયણ બહાર આવે છે. જેના કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે.

આગ્રા, તનુ ગુપ્તા. આજે વર્લ્ડ ટેલિ કમ્યુનિકેશન ડે છે. આમ તો વર્તમાન યુગમાં, ટેલિ કમ્યુનિકેશનની વ્યાખ્યા બદલાઈને મોબાઇલમાં અટકી ગઈ છે. અને તેનો અવકાશ વધુ મર્યાદિત થઇ ગયો છે, લોકડાઉનના આ તબક્કામાં. પરિસ્થિતિ એ છે કે આખો દિવસ પલંગ અથવા શેટી ઉપર સુતા સુતા જ પસાર થઇ જાય છે અને આંખો સમક્ષ દરેક સમયે મારો રહે છે વાદળી પ્રકાશનો.

ઉદાહરણ તરીકે, હંમેશા શાંત રહેતા 12 માં ધોરણના વિદ્યાર્થી અબીર છેલ્લા બે મહિનામાં વધુ ચીડિયો બની ગયો છે. કલાકો મોબાઇલ ઉપર સમય પસાર કરવામાં તેનો દિવસ પસાર થાય છે. નાની નાની બાબતો ઉપર ગુસ્સે થઇ જાય છે.

આ સ્થિતિ માત્ર અબીરની જ નથી પરંતુ આવા યુવાનોની સંખ્યા સતત વધી રહી છે. શહેરના વરિષ્ઠ મનોચિકિત્સક અને ફીજીશીયનના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર વધુ સક્રિય હોવાને કારણે યુવાનોમાં તાણ વધી રહ્યો છે. તેનાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ ઉપર પણ નોંધપાત્ર અસર કરે છે. ડોકટરોના મતે, કોરોના ચેપના સમયગાળા દરમિયાન, શરીરની રોગ પ્રતિકારક શક્તિ દ્વારા જ બચી શકાય છે. આવી સ્થિતિમાં, તાણ અને મોબાઈલના હાનિકારક રસાયણો શરીરની આ ક્ષમતાને ઉપર વિપરીત અસર કરે છે.

આ છે વાદળી પ્રકાશના ગેરફાયદા

વરિષ્ઠ ચિકિત્સક ડો.અરવિંદ જૈનના જણાવ્યા અનુસાર, મોબાઇલમાં લીડ, બ્રોમિન, ક્લોરિન, પારો અને કેડમિયમ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. મોબાઈલમાં પોલિક્લોરિનેટેડ બાઈફિનાયલ્સ રસાયણ બહાર આવે છે, જેના કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. મોબાઇલનો ઉપયોગ કરવાથી લીવર અને થાઇરોઇડને લગતી બીમારીઓનું કારણ બની શકે છે.

નોમોફોબીયાનો ભોગ બની રહ્યા છે યુવાનો

ડો. ગુરનાની સમજાવે છે કે મોબાઈલનો વધુ ઉપયોગ કરવા વાળા લોકો નોમોફોબીયાના ભોગ બની રહ્યા છે. સ્માર્ટફોન યુઝર્સ જો ફોન ઘરે ભૂલી જાય છે, તો તેઓ વિચારે છે કે તેના વિના શું થશે. તેની ઉપયોગિતાઓ સિવાય, લોકો મોબાઇલ ફોનની ગેરહાજરીમાં અસ્વસ્થ થઈ જાય છે.

શું છે નોમોફોબિયા

સ્માર્ટફોનના વ્યસનને નોમોફોબિયા કહેવામાં આવે છે. આ એ વાતનો ફોબિયા (ડર) છે કે ક્યાંક તમારો ફોન ખોવાઈ ન જવો જોઈએ અથવા તમારે તેના વિના જીવવું ન પડે. આ રોગથી પીડિત વ્યક્તિને ‘નોમોફોબ’ કહેવામાં આવે છે. વિશ્વવ્યાપી કરવામાં આવેલા એક સર્વેમાં 84 ટકા સ્માર્ટફોન યુઝર્સે સ્વીકાર્યું છે કે તે એક દિવસ પણ તે તેમના ફોન વિના જીવી શકશે નહીં. સ્માર્ટફોનની આ ટેવ એટલે કે નોમોફોબીયા આપણા શરીર સાથે સાથે આપણા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.

ફેફસાં ઉપર અસર

વળેલી ગરદનને કારણે શરીરને સંપૂર્ણ અથવા ઊંડા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેની સીધી અસર ફેફસાં ઉપર પડે છે.

ટેક્સ્ટ નેક

મોબાઈલ સ્ક્રીન ઉપર નજર રાખનારા લોકો માટે ગરદનના દુઃખાવાની ફરિયાદો સામાન્ય બની ગઈ છે. તેને ‘ટેક્સ્ટ નેક’ નું નામ આપવામાં આવ્યું છે. આ સમસ્યા વારંવાર ટેક્સ્ટ સંદેશ મોકલનારા અને વેબ બ્રાઉઝર્સ કરવા વાળામાં જોવા મળે છે.

થઇ શકે છે કિડની ફેઈલ

75 ટકા લોકો તેમના મોબાઇલને બાથરૂમમાં લઈ જાય છે, જેથી દર 6 ફોનમાંથી 1 ઉપર ઈ-કોલાઈ બેક્ટેરિયા હોવાની શક્યતા વધી જાય છે. આ બેક્ટેરિયાને કારણે ઝાડા અને કિડની નિષ્ફળ થવાની સંભાવના રહે છે.

મોબાઇલે છીનવી ઊંઘ

બે કલાક સુધી, સતત ચહેરા ઉપર મોબાઈલનો પ્રકાશ પડવાથી 22 ટકા સુધી મેલાટોનિનનો ઘટાડો થાય છે. તેનાથી સૂવામાં મુશ્કેલી આવે છે. એટલે કે, લાંબા સમય સુધી મોબાઈલ જોવાના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. સર્વેમાં, 12 ટકા લોકોએ કહ્યું હતું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાથી તેમના અંગત સંબંધો ઉપર સીધી અસર પડે છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.