લાંબા, મજબૂત અને સુંદર વાળ ફક્ત કપૂરના એક નાનકડા ટુકડાથી મળશે, જાણો કઈ રીતે

0
20154

કપૂર શું છે? આ પ્રશ્નનો જવાબ તો બધા જ જાણે છે. પણ પૂજા માટે ઉપયોગમાં આવતું આ નાનકડું કપૂર તમારા વાળ માટે કોઈ વરદાનથી ઓછુ નથી. હા, આ વાળ સાથે જોડાયેલી અનેક પરેશાનીઓને ખતમ કરી તેને સુંદર બનાવે છે. તેમાં એન્ટિસેપ્ટિક, એન્ટિફંગલ અને એન્ટિઈન્ફ્લામેટરી ગુણની સાથે એન્ટિઓક્સીડેન્ટ્સ હોય છે. એટલે આ વાળ માટે ફાયદાકારક હોય છે. તમે પણ જાણો કેવી રીતે એક કપૂરના ટુકડાથી તમે મેળવી શકો છો લાંબા, ભરાવદાર અને સુંદર વાળ. હા, તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ લઈને સરખી રીતે તપાસ કરી લો કે ક્યાંય તેનાથી સ્કેલ્પને એલર્જી અથવા બળતરાની પરેશાની તો નથી થતીને.

કપૂર વાળ વધારવામાં મદદરૂપ :

કપૂર પોતાની સૂદિંગ પ્રોપર્ટીને કારણે આ તમારા સ્કેલ્પની નશોને રિલેક્સ કરી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. યોગ્ય સર્ક્યુલેશનના કારણે વાળનો વિકાસ સારી રીતે થાય છે, અને તમારા વાળ લાંબા થાય છે. તેના માટે બદામ અથવા નારિયેળનું તેલ નવશેકું ગરમ કરી તેમાં કપૂર મિક્સ કરીને, અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વખત સૂતા પહેલા લગાવો. સવારે શેમ્પૂ કરી લો.

કપૂર કરે સફેદ વાળની સમસ્યા ખતમ :

આજના જમાનામાં સમય પહેલા જ વાળ સફેદ થવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. તેનાથી બચવા માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. સૂતા પહેલા અઠવાડિયામાં દર બીજા દિવસે 2 મોટા ચમચા નારિયેળ તેલમાં ફ્રેશ જાસુદનું ફૂલ ધોઈને મિક્સ કરો. તેને થોડી વાર ઉકાળો. ઠંડું થવા પર કપૂરને તેમાં સરખી રીતે મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવો. સવારે ધોઈ લો.

ખરતા વાળની પરેશાની માટે ઉપયોગી કપૂર :

કપૂર તમારા વાળને મજબૂતી આપીને તેને ખરતા અટકાવે છે. આ પરેશાનીથી બચાવ માટે ઈંડાના પીળા ભાગને સરખી રીતે ફેંટી લો. તેમાં એક કપૂર મિક્સ કરીને આ પેસ્ટ સ્કેલ્પ અને વાળ પર લગાવો. 15 મિનિટ પછી શેમ્પૂ કરી લો. અઠવાડિયામાં 2 વખત તેનો ઉપયોગ કરો.

ડેન્ડ્રફ અને જુ માટે અસરદાર :

આ નાનકડું કપૂર પોતાની એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલ પ્રોપર્ટીઝના કારણે ડેન્ડ્રફ (ખોળો) અને જુ ને દુર કરવામાં અસરકારક હોય છે. તેના માટે નહાવા જવાની 20 મિનિટ પહેલા કપૂરને નારિયેળ તેલ અથવા પાણીમાં મિક્સ કરીને સરખી રીતે સ્કેલ્પમાં મસાજ કરો અને પછી ધોઈ લો. થોડા દિવસ સુધી આવું દર બીજા દિવસે કરો.

સોફ્ટ અને સ્મૂધ વાળ માટે કપૂર :

મિત્રો કપૂર તમારા વાળને થયેલા નુકશાનથી પણ બચાવે છે. તે વાળની ડ્રાયનેસને દુર કરી તેને મુલાયમ બનાવવાનું કામ કરે છે. તેના માટે 2 ચમચી દહીંમાં એક કપૂર મિક્સ કરીને સ્કેલ્પ પર સરખી રીતે મિક્સ કરો. અને એને 2 મિનિટ સુધી મસાજ કરો. 15 મિનિટ પછી તેને ધોઈ લો. અઠવાડિયામાં 2 વખત તેનો ઉપયોગ કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.