પબ્લિક સાથેના પોલીસના વ્યવહારને જોવા માટે પોલીસના ખભા પર કેમેરા લગાવવામાં આવે – દિલ્લી હાઇકોર્ટ

0
1321

દિલ્લી હાઇકોર્ટે સોમવારે એક યાચિકા(અરજી) પર સુનાવણી કરતા પોલીસ પાસે દિશા-નિર્દેશોની માંગ કરી છે, જેમાં પોલીસના યોગ્ય વ્યવહારને સુનિશ્ચિત કરવા અને પારદર્શી કાર્યવાહી માટે પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવાની સૂચના હોય. હાલમાં જ મુખર્જી નગરમાં એક ટેમ્પો ડ્રાઈવર અને એના દીકરાની મારપીટના કેસમાં પોલીસ પર વધારે બળ પ્રયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. એને ધ્યાનમાં રાખીને આ યાચિકા પર સોમવારે કોર્ટમાં સુનાવણી થઇ.

ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ સી. હરિશંકરની ટીમે ગૃહ મંત્રાલય, દિલ્લી સરકાર અને દિલ્લી પોલીસને, વકીલ અને સામાજિક કાર્યકર્તા એવા અમિત સાહનીના રિપ્રેઝેન્ટેશન પર વિચાર કરતા નિર્ણય લેવા કહ્યું છે. જો કે હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તે કોઈ પણ પ્રકારનો નિર્દેશ નથી આપી રહ્યા.

16 જૂને મુખર્જી નગરમાં ટેમ્પો ડ્રાઈવર અને પોલીસની લડાઈનો વિડીયો વાઇરલ થયા બાદ મામલાએ ગતિ પકડી :

ગઈ 16 જૂને મુખર્જી નગર એરિયામાં ટેમ્પો ડ્રાઈવર અને પોલીસ વચ્ચેની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ આખા મામલાએ ગતિ પકડી હતી. પરિસ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ નહિ કરવાના આરોપમાં 3 પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનામાં ટેમ્પોની પોલીસની ગાડી સાથે ટક્કર થઈ હતી. એ પછી બબાલ થઈ અને ટેમ્પો ડ્રાઈવર પોલીસવાળાની પાછળ કિરપાણ લઈને દોડ્યો. એને રોકવા માટે બીજા પોલીસવાળાએ એને ધક્કો મારીને પાડી દીધો. પછી ઘણી મારપીટ થઈ.

શું છે બોડી વોર્ન કેમેરા :

બોડી વોર્ન કેમેરા પોલીસ અધિકારી અને કર્મચારીના ખભા અથવા છાતી પર લગાવવામાં આવે છે. એમાં પોતાના અવાજ સાથે ઘટનાક્રમનો આખો વિડીયો રેકોર્ડિંગ થાય છે. કેમેરાના ડેટા ડીલીટ ન કરવામાં આવે તો એને સુરક્ષિત રાખી શકાય છે.

પુરાવા અને તથ્યોનું યોગ્ય સંકલન કરી શકાશે :

ઘણી વાર લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિમાં અથવા ભીડને નિયંત્રિત કરવા દરમ્યાન લોકો પોલીસ સાથે દલીલબાજી કરે છે, અને ઝગડા પણ કરે છે. એવામાં આરોપ-પ્રત્યારોપ પણ લાગે છે. બોડી વોર્ન કેમેરા હોવાને કારણે એ બધું રેકોર્ડ થશે, જેથી પાછળથી પુરાવા ભેગા કરી શકાય. આવું થવા પર હકીકતમાં ભૂલ કોની હતી એ જાણી શકાશે અને યોગ્ય કાર્યવાહી કરી શકાશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.