બેડરૂમમાં પતિએ લગાવ્યા હતા કેમેરા, પત્નીને ખબર નહોતી અને લાઈટ ચાલુ કરીને કરી દીધું આ કામ

0
5881

પતિ પત્નીનો સંબંધ ઘણો પવિત્ર માનવામાં આવે છે. પણ જો એમાં શંકા થવા લાગે તો સંબંધ તૂટતા વાર નહી લાગે. અને જ્યાં પતિ પત્ની પર શંકા કરવા લાગે ત્યાં સબંધ ક્યારેય સારા રહી શકે નહિ. જ્યાં શંકા આવવા લાગે છે ત્યાં અનર્થ થવાનું નક્કી છે, અને અહી એવું જ થયું છે. ભોપાલમાં એક પતિએ પત્ની માટે બેડરૂમમાં કેમેરા લગાવી દીધા હતા.

એ પત્ની પોતાની બહેનને ફોન કરીને જણાવે છે કે “બહેન તેમણે આખા ઘરમાં કેમેરા લગાવ્યા છે, અહીંયા સુધી કે તેમણે બેડરૂમમાં પણ કેમેરા લગાવી નાખ્યા છે. તે મને ખુબ મારે પણ છે. તેમણે એશબાગ પોલીસ સ્ટેશનમાં મારી કોઈ ફરિયાદ પણ કરી છે. પોલીસ સ્ટેશનથી ફોન આવી રહ્યા છે. પોલીસ પપ્પા અને મને પોલીસ સ્ટેશન બોલાવી રહી છે.”

ઉપર જણાવેલી વાતચીત છે ઈશબાગ વિસ્તારમાં રહેવા વાળી એક કારોબારીની પત્નીની, જેણે પોતાના મૃત્યુના એક રાત પહેલા પોતાની બહેન સાથે ફોન પર વાત કરતા સમયે જણાવ્યું હતું. ઈશબાગ વિસ્તારમાં કારોબારીની પત્નીનો સંદિગ્ધ પરિસ્થિતિઓમાં ફાંસી લગાવવાથી મૃત્યુનો કેસ સામે આવ્યો છે. મૃતકની મોટી બહેને એની હત્યાની આશંકા જણાવી છે. મૃતકની બહેનના જણાવ્યા અનુસાર, તેમનો પતિ હમેશા બહેન સાથે મારપીટ કરતો હતો અને સબંધીઓને પૈસા માટે પરેશાન કરતા હતા. પોસ્ટમોર્ટમ દરમિયાન પણ પતિ ત્યાં ન રહેવાથી આ મામલો વધારે સંદિગ્ધ થઇ ગયો હતો.

જાણકારી અનુસાર પુષ્પા નગરમાં મકાન નંબર 169 ના નિવાસી ખેમરાજ રાયની એક ફેક્ટરી અને પોલીહાઉસ છે. ખેમરાજે એશબાગ પોલીસમાં રવિવારે રાત્રે 9.30 વાગ્યે 38 વર્ષીય પત્ની શૈલી કુમારી રાયની ફાંસી લગાવીને આત્મહત્યા કરવાની સૂચના આપી. લગભગ 2 કલાક પછી રાત્રે 11.30 વાગ્યે તેમણે સાસરાવાળાને પણ આ વાત જણાવી દીધી. પોલીસ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. મૃતકાના નાના ભાઈ મુકુલે હત્યાની આશંકા જણાવતા કેસની તાપસની માંગણી કરી. ઉપરાંત તેમણે ખેમરાજ પર તેમની બહેન શૈલીને દહેજ માટે મજબુર કરવા માટે પણ આરોપ લગાવ્યા છે.

ઘટના સ્થળ એશબાગના એસઆઈ નાગેન્દ્ર શુકલા અનુસાર, ખેમરાજે વરિષ્ઠ અધિકારીઓ સામે શૈલી કુમારીને માનસિક રોગી જણાવી હતી. તેમના મુજબ શૈલી કુમારીના પરિવાર વાળાએ એમને જુઠું બોલીને બંનેના લગ્ન કરાવ્યા હતા. આ સંબંધમાં શૈલીના પરિવાર વાળાને પણ ફોન કરીને આ મુદ્દે જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસ નવવિવાહિતાનો હોવાના કારણે કેસની તપાસ સીએસપી સ્તરના અધિકારી જ કરી રહ્યા છે.

આ દરમ્યાન શૈલી કુમારીના પિતા લક્ષ્મણ પ્રકાશે જણાવ્યું, કે શૈલી કુમારીના પહેલા પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હતા. તેના ત્રણ વર્ષ પછી તેમણે ઈશબાગ નિવાસી ખેમરાજ જોડે તેમના બીજા લગ્ન કર્યા હતા. અને ખેમરાજના પણ આ બીજા લગ્ન હતા. અને લગ્નનો પ્રસ્તાવ પણ તેણે જ રાખ્યો હતો. લગ્ન પછી તે દહેજ માટે પ્રતાડિત કરવા લાગ્યો હતો. અમે તેને વચ્ચે વચ્ચે રૂપિયા આપતા રહેતા હતા. અને તે પોતાની ફેક્ટરી ચલાવવા માટે ૧૦ લાખ રૂપિયા માંગી રહ્યો હતો.

શૈલી કુમારીએ શારીરિક અને માનસિક શોષણથી તંગ આવીને ડાયલ 100 ને ફોન કરી મદદ માંગી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉંસલિંગ દરમિયાન ખેમરાજે લખીને આપ્યું હતું કે તે શૈલી સાથે રહેવા માંગે છે. ત્યારબાદ તે કેટલાક દિવસ સાથે રહ્યા, પણ પછી ક્યાંક ગાયબ થઇ ગયા. તેમણે પોતાની પત્ની સગીર હોવાની બાળ આયોગમાં શૈલી વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. બાળ આયોગે આ બાબતમાં દેખરેખ રાખવાની વાત કરીને, તેમને સાથે રહેવાનો આદેશ આપ્યો હતો.

અને જેવું કે શૈલી કુમારીએ પોતાની મોટી બહેનને જણાવ્યું કે, બહેન તેમણે આખા ઘરમાં અને અહિયાં સુધીકે બેડરૂમમાં પણ કેમેરા લગાવી દીધા છે. તે ખુબ મારે છે. તેમણે ઈશ્બાગ પોલીશ સ્ટેશનમાં મારી કોઈ ફરિયાદ પણ નોંધાવી છે. અને પોલીસ સ્ટેશનથી ફોન પણ આવ્યો હતો, તેમણે પપ્પાને પણ ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પપ્પા શુક્રવારે આવ્યા હતા. બહેન મને ખુબ બીક લાગી રહી છે.

મૃતકે બહેનને જણાવ્યું હતું કે, રવિવારે પણ ઈશબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તમે લોકોએ દગો આપીને ખેમરાજ જોડે લગ્ન કરાવ્યા છે. તમે પોલીસ સ્ટેશન આવો અને તમારા પિતાને પણ સાથે લઇ આવો. બહેન પપ્પા ખુબ ગભરાઈ ગયા છે. મને ખબર નથી પડતી કે મેં શું કર્યુ. રવિવારે સાંજે 6.15 વાગ્યે શૈલીના ફોન પર તેમની મોટી બહેન લાલી જોડે આ વાત થઇ હતી. લાલી સાગરમાં રહે છે. આગળ ચોક્કસ ચુકાદો આવ્યો નથી.